SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩} શારદા સિદ્ધિ કાજળથી શા માટે આત્માને મિલન મનાવવા જોઈએ! પણ જેને જડ અને ચેતનની પીછાણુ થઈ છે અને ધરૂપી કલ્યાણમિત્રનો સંગ થયા છે તે જીવ કદી જડ પૌદ્ગલિક સુખા પાછળ પાગલ બનતો નથી. દુઃખના પ્રસંગમાં પણ મનમાં કષાયનો કણીયા આવવા દેતો નથી. ભૌતિક સુખ જતું કરીને પણ ધ'મિત્રનો સંગ છેડતો નથી. તેનું ધર્માંરૂપ કલ્યાણમિત્ર કેવી રીતે રક્ષણ કરે છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજવું. એક રાજાના મંત્રી જૈન ધમી અને વીતરાગ-પ્રભુના ચુસ્ત ઉપાસક હતો. તે કદી કોઈ નુ' અહિત થાય તેવુ* કામ કરતો નથી. દરેક જીવાનુ ભલુ* કરવામાં તે તત્પર રહેતો. મ'ત્રી આવેા દૃઢધમી હતો ત્યારે રાજાને ધમ ઉપર બિલકુલ શ્રદ્ધા ન હતી. મ'ત્રીનું ધર્માંનિષ્ઠ જીવન એમને પસંદ ન હતું, પણ મંત્રી રાજાના કાઈ ગુનામાં સપડાતા ન હતા. એ મત્રીપદને ખરાખર વફાદાર રહેતા અને એવુ' કામ કરતા કે જેથી રાજા એને શુ' કહી શકે ? મ`ત્રી પેાતાના ગુણૈાથી અને કામથી એ રાજાને ખૂબ પ્રિય થઈ પડયા હતા. સાથે પેાતાની ધર્મારાધના પણ ચૂકતા ન હતા. એની ખૂબ પ્રશ'સા થાય તે ખીજા અમલદારાથી સહન થતું ન હતું. પ્રધાનનું કેમ નિક'દન કાઢવુ' તે માટે લાગ શોધતા હતા. એક વખત માટી પૂનમના દિવસ આવ્યો. તે દિવસે ગામમાં સાધુ હાજર હતા એટલે પ્રધાનને થયુ કે જ્ઞાની ગુરૂજી પધાર્યાં છે તો મને ધમ ચર્ચા કરવાના લાભ મળશે એમ સમજીને મ`ત્રીએ પૌષધ લીધેા ને ધમ ક્રિયામાં લાગી ગયા. તે દિવસે રાજાને કોઈ કારણસર મંત્રીની ખાસ જરૂર પડી પણ મંત્રીએ તો પૌષધ કરેલો હતા. એટલે રાજદરબારમાં હાજર થયા ન હતા, તેથી રાજાએ રાજસેવકાને પ્રધાનને મેાલાવવા મેલ્યા. સેવકો મંત્રીને ઘેર ગયા તો ખબર પડી કે મત્રીએ પૌષધ કર્યાં છે એટલે રાજસેવકો ઉપાશ્રયે પહેાંચ્યા ને રાજાની આજ્ઞા પ્રધાનને કહી સંભળાવી. મ`ત્રીએ કહ્યું હું આજે પૌષધમાં બેઠેલો છુ' એટલે દરબારમાં હાજરી આપી શકીશ નહિ. મત્રીની થયેલી આકરી કસોટી” :- સેવકોએ મંત્રીએ કહેલી હકીકત રાજાને કહી સ’ભળાવી. આ સાંભળી રાજાને ખૂબ ક્રોધ આવ્યો. આ તકનો લાભ લઈ ને પ્રધાનના ઈર્ષ્યાળુઓએ પણ રાજાના કાન ભંભેર્યાં, એટલે રાજાના ક્રોધની પારાશીશી ડબલ ઊંચે ચઢી. ક્રોધે ભરાયેલ રાજા ખાલી ઊઠયા કે મંત્રી મારા હુકમના અનાદર કેમ કરી શકે? એ એના મનમાં શું સમજે છે ? પગાર મા ખાવા છે ને સેવા ધની કરવી છે એ કેમ ચાલે ? હવે તેને ખરાબ૨ બતાવી દેવુ જોઈએ. આમ વિચારીને રાજાએ પાતાના વિશ્વાસુ એક અંગરક્ષકને મંત્રી પાસે મોકલ્યા ને કહેવડાવ્યુ` કે રાજદરબારમાં હાજર થા। નહિતર રાજ્યની મ`ત્રીમુદ્રા પાછી આપી દો. આ અગરક્ષક જાતિના જામ હતો. હજામના સ્વભાવ તો તમે જાણ્ણા છે ને ? એ તો રૂઆબભેર મંત્રી પાસે ગયા ને કડકાઈથી રાજાનો સદેશે કહ્યો. મંત્રીને માથે ધર્મ સકટ આવ્યું.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy