________________
૧૩૪
શારદા સિરિ આ વિદ્યાથી કઈ પુણ્યાત્મા છે. સમાજને દયા અને પ્રેમના પાઠ ભણાવવા એ જન્મ લાગે છે. નહીં તે આવા નાના બાળકમાં પશુ પ્રત્યે આટલી દયા કયાંથી હોય?
બંધુઓ! અનુકંપા એ સમ્યક્ત્વનું લક્ષણ છે. આ છોકરાના રોમેરોમે અનુકંપા ભરી હતી. આ દીકરે જેને ત્યાં હોય તે માતાપિતા પણ ભાગ્યશાળી બને છે. જે માતાપિતા પિતાના સંતાનોના જીવનનું ઘડતર કરે છે તેના સંતાનો ભવિષ્યમાં મહાન સદ્ગુણી બને છે. આજે તો મા-બાપ પોતાના સંતાનોને ભણાવવાની, પરણાવવાની અને પૈસા કમાવાની ચિંતા કરે છે પણ એમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને એના જીવનનું ઘડતર કરવાની કેઈ ચિંતા કરતું નથી. જે દરેક માતાપિતા શ્રમ લઈને પિતાના સંતાનોના જીવનનું ઘડતર કરે તો માનું છું કે દરેક ઘરમાં એકેક સંતાનો રત્ન જેવા બને ને જિનશાસન ઝગમગતું થઈ જાય. માતાપિતાને પણ વૃદ્ધાવસ્થામાં સુખ મળે, ઘરમાંથી કલેશ ચાલ્યો જાય, રાગ-દ્વેષ અને ઈષ્યની આગ એલવાઈ જાય.
આપણે ઉત્તરાયયનસૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. ચિત્ત અને સંભૂતિ સારા સંગીતકાર હોવાથી તેના ઉપર ઈર્ષ્યા આવી, તેથી તેમની કદર ન કરી. બાકી ગુણવાન વ્યક્તિએ હોત તો એમના ગુણની કદર કરત. ગુણીયલ આત્માઓ બીજાને એક નાનકડો ગુણ જેઈને પણ હરખાઈ જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે અમારામાં આવા ગુણ કયારે આવશે? તેવા આત્માઓને ઉધ્ધાર થાય છે પણ જે આત્માઓ કોઈને ગુણની કદર કરતા નથી અને બીજાના દુર્ગણે જોયા કરે છે તેને કદી ઉદ્ધાર થતું નથી. તે પોતે ડૂબે છે ને બીજાને ડૂબાડે છે. સ્વભાવે આત્માને ગુણ નિર્મળ અને પવિત્ર છે પણ વિષય કક્ષાના સંગે ચઢીને મલીન બની ગ છે. એને વિશુદ્ધ બનાવવા માટે આ માનવભવ મળ્યો છે, માટે બને તેટલા સદ્ગુણોને કેળવી ધર્મારાધના કરો. જીવનમાં રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા આદિ દુગુણે પ્રવેશ ન કરી જાય તેને ખૂબ ખ્યાલ રાખે.
ભાત કેવા રાખશો ?”:- તમે તમારું મકાન કેઈ ભાડૂતને ભાડે આપ છે ત્યારે આગળ પાછળ કેટલો ખ્યાલ રાખો છો ? પહેલા એ તપાસ કરે છે કે ભાડૂતની નાત-જાત કેવી છે? એની ખાનદાની પણ જુએ છે. જે બરાબર તપાસ કર્યા વિના ગમે તેવા હલકી જાતિના ભાડૂતને ઘર આપી દેવામાં આવે તો એ ભાડૂત સમય આવ્યે ઘરને ઘસારો આપીને ભાડું આપ્યા વગર નાસી જાય છે. એ જ પ્રમાણે આપણું આત્મામાં પણ એવા હલકી જાતિના ભાડૂતો પેસી ન જાય એ માટે ખ્યાલ રાખવાનો છે. રૂના કોઠારમાં ભજીયાવાળાને ભાડૂત રાખવામાં આવે તો એક દિવસ રૂની રાખ જ બનવાની ને? કારણ કે એક બાજુ રૂ ભર્યું હોય અને બીજી બાજુ ભજીયાવાળો સગડી પેટાવીને ભજીયા કરે. કેઈકવાર એકાદ તણખે ઉડીને રૂમાં પડે