SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શારદા સિદ્ધિ જીવ માત્રને સ`ગ જોઈ એ છે પણ જ્ઞાનીપુરૂષો કહે છે કે સંસાર છે ત્યાં સંગ છે અને સગ છે ત્યાં દુઃખ છે. જ્યાં સુધી પત્નીનેા સ`ગ નહાતા ત્યાં સુધી જીવ વલખા મારતા હતા પણ પત્નીનેા સંગ થયા પછી એનું સુખ વધ્યુ' ખરું? ‘ના’. ઘણાં તે કહે છે કે “ પરણીને પસ્તાયા ”. પરણ્યા પછી જો સ`તાન ન હેાય તે મનમાં વસવસે રહે કે મારે પુત્ર નથી પણ પુત્ર થયા પછી જો એ મૂર્ખા પાયા, બજારમાં બધુ’ સાફ કરી નાંખે એવા ઉડાઉ પાકયા અથવા જન્મથી રાગી પાકય અગર જન્મીને થાડા સમયમાં પરલોક ચાલતા થયા તેા જેટલું દુઃખ પુત્ર નહેાતે તેનુ હતુ. તેના કરતાં પણ વધારે દુઃખ પુત્ર થયા પછી થાય છે. તેની ચિ'તામાં રાત-દિવસ હૈયું ખળ્યા કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કદાચ સુખનો અનુભવ થાય તા તે માત્ર બિન્દુ જેટલો અને તેની પાછળના દુઃખા સિન્ધુ જેટલા છે. ભગવાને કહ્યું છે ને કે “ક્ષમિત્તસેવા વધુ ાજુલા, પામતુલા અનિનામêાલા ।'' સંસારમાં વિષયના સંગનું સુખ થૈડું અને દુઃખમય કષ્ટ ઘણું છે. દેવાને દિવ્ય વિમાન, દિવ્ય વૈભવ અને દિવ્ય અપ્સરાઓના સંગ થાય છે છતાં એ દેવ ઇર્ષ્યા અને લોભથી જલ્યા કરતા હેાય છે. એમાં પણ જયારે છ માસ બાકી રહે ત્યારે બધું આંખુ લાગવાથી અને સામે મરણુ તેમાં પણ કદાચ નીચી ગતિમાં જવાનુ દેખે તેા જેમ પાણીમાંથી કાઢેલી માછલી ગરમ રેતીમાં તરફડે તેમ એ દેવ તરફ છે. ગળામાં રહેલી કુલની માળા કરમાય છે. દેવીએ માન એછુ' આપે છે. એ બધું જવાની નોટીસેા આપી રહ્યુ છે. તે તેનાથી સહન થતું નથી. પેાતાના મૃત્યુની વાત તે પછી પણ દેવીનુ મૃત્યુ પણ એને અસહ્ય થઈ પડે છે. સંગ છે ત્યાં ભગ તા થવાના જ. સ`ગના સુખ કરતાં ભગનુ' દુ:ખ વધારે છે, માટે જ્ઞાની કહે છે કે સંગ એ તે દુઃખનુ' મૂળ માટે સૉંગ છેડો, જો સંગ કરવા હોય તા કલ્યાણમિત્રના સંગ કરે. કલ્યાણમિત્ર એવા એક ધના જીવને સંગ થઈ જાય તેા પછી જીવનમાં અનેક સદ્ગુણા પ્રગટે છે. દાન દયા-સરળતા-ક્ષમા જીવનમાં વણાઈ જાય છે, પછી સવ જીવાને પોતાના આત્મ સમાન માને છે. કોઈનુ દુઃખ દેખીને એનું દિલ કરૂણાથી છલકાઈ જાય છે. એક શ્રીમ'ત શેઠને લાડીલો દીકરા આઠ વર્ષના હતા. એને સારા વસ્ત્રાભૂષા પહેરવાના ઘણા શાખ હતા. સ્કુલે ભણવા જાય પણ રોજ રોજ નવા નવા પોશાક પહેરીને જતા. માતાપિતા ખૂબ ધનવાન હતા એટલે એને જે ગમે તે પહેરાવતા. એક દ્વિવસ માથે ઝરીના સાફો બાંધી પગમાં ચમકતી મેાજડી પહેરીને તે સ્કુલે જતા હતા. નાકર ચાપડીએની થેલી ઊંચકીને એને મૂકવા માટે જતા હતા. સારા વસ્ત્રો પહેર્યાં છે, માથે ઝરીના સાફો બાંધ્યા છે, એનુ રૂપ પણુ અથાગ છે, એટલે કોઇ રાજકુમાર ભણવા જતા હાય એવા એ લાગતા હતા. સ્કુલે જતા રસ્તામાં એક ગાયને ક્રૂરતા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy