SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૨૯ શ્રેયકારી છે. એમ વિચાર કરીને બંને ભાઈઓ માતાપિતાની રજા લીધા વિના દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યાં. ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયા. ત્યાં તેમણે એક ઊંચો પર્વત જે એટલે વિચાર કર્યો કે આ પર્વત ઉપર ચઢીને ખૂબ ઊંચેથી જમીન ઉપર પડતું મૂકવું એ જ આપણું માટે એગ્ય છે. આ નિશ્ચય કરી બને ભાઈએ પર્વત ઉપર ચડ્યા. તે વખતે એમની નજર એકાએક એક શિલા નીચે બેઠેલા મુનિરાજ ઉપર પડી. મુનિરાજ અઘોર તપસ્વી હતા, એટલે ઉગ્ર તપના કારણે એમનું શરીર તદ્દન સૂકાઈ ગયું હતું. આ વખતે મુનિરાજ થાનાવસ્થામાં મગ્ન હતા. આ મુનિરાજને જોઈને બંને ભાઈઓને ખૂબ આનંદ થશે. એમના મનમાં થયું અહો ! આપણે પુણ્યવાન છીએ. મરતા મરતા પણ આવા પવિત્ર મહાત્માના આપણને દર્શન થયા. આપણે આ મુનિની પાસે જઈ એમના દર્શન કરીને પછી આપઘાત કરીએ તે આપણું જીવન સફળ થાય. આ વિચાર કરીને તેઓ બંને જણ મુનિ પાસે આવ્યા ને ભક્તિભાવપૂર્વક સંતના ચરણમાં મસ્તક ઝૂકાવ્યું. બરાબર એ જ સમયે મુનિરાજે ધ્યાન પાળ્યું ને પૂછયું-ભાઈ! તમે બંને કોણ છે? ને આવા ઘોર જંગલમાં શા માટે આવ્યા છે? આ બંને બાળકોને ભાઈ ! આવું કહેનાર પણ કેઈ ન હતું, કારણ કે જ્યાં જાય ત્યાં તેમને તિરસ્કાર થતું હતું. તેના બદલે પ્રેમથી નીતરતા મુનિના શબ્દો સાંભળીને તેમની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે કરૂણાના સાગર મુનિરાજે કહ્યું છે બાળક ! તમે રડે નહિ. તમારે શું દુઃખ છે? જે હેય તે મને કહે, ત્યારે બંને બાળકેએ રડતા હૃદયે પોતાની જીવનકહાની મુનિરાજ સમક્ષ કહી સંભળાવી. પિતે પર્વત ઉપર આપઘાત કરવા માટે ચઢયા છે તે વાત પણ કહી સંભળાવી. હવે મુનિરાજ તેમને શું ઉપદેશ આપશે તેના ભાવ અવસરે. (આજે સ્વ. મહાન વિદુષી સરળ સ્વભાવી સિધાંતપ્રેમી પૂ. જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના ચારિત્રસભર જીવનમાં રહેલા વિશિષ્ટ ગુણોનું વર્ણન કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી આપી હતી.) ચરિત્ર:- જિતારી રાજાએ ચંદ્રપ્રભસૂરીશ્વરજી મહારાજની વાણી સાંભળી તેનું આખી રાત ચિંતન કર્યું. એ ઉપદેશ એ એમના હૃદયમાં જડાઈ ગયું કે હવે તેઓ વિશેષ પ્રકારે ધર્મારાધનામાં રત રહેવા લાગ્યા. રાજ વૈભવમાં વસવા છતાં તે ઉદાસીન ભાવે રહેતા હતા. એક સમય નરનાથ બાગ, શિલ૫ટ દેખ સપૂર, ધર્મારાધન કરીને બેઠે, વસ્ત્રાભૂષણ કર દૂર, દેવે જિતારી રાજની કરેલી પરીક્ષા -એક દિવસ મહારાજા બગીચામાં ગયા. બગીચામાં ફરતા ફરતા એક સુંદર શિલા તેમના જેવામાં આવી. શિલા જેઈને રાજાના શા. ૧૭
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy