________________
શારદા સિદ્ધિ
૧૧૯ આચાર્ય ૧૦૦૮ પૂજ્ય હરખચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના પ્રભાવશાળી અને જ્ઞાન-દર્શન-ચારિત્રની રોશનીથી ઝગમગતા જીવન ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાડો હતો. જે સાંભળતા શ્રોતાજનોની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.) સમય તે થયો છે પણ થેલીવાર ચરિત્ર લઈએ.
ચરિત્ર – “ગુરૂદેવ પધાર્યાની વધામણીમાં રાજાએ વનપાલકને કરેલો ચાલ” – જિતારી રાજા અને ગુણસુંદરી રાણી બંને જણા પુત્રને પરણાવ્યા પછી સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે રહે છે. તેમનું મન ધર્મ તરફ વિશેષ ઢળ્યું સમય જતા એક દિવસ ચંદ્રપ્રભ મહારાજ સાહેબ રામાનુગ્રામ વિચરતા અનેક જીવને ધર્મને લાભ આપતા વિશાળ શિષ્ય પરિવાર સાથે ઉજજૈની નગરીના આંગણે પધાર્યા. આચાર્ય ભગવંત ઘણું વિદ્વાન અને સકલ શાસ્ત્રમાં પારંગત હતા. તેમની વાણું ઘણી અસરકારક હતી. એવા જ્ઞાની ગુરૂ ભગવંત ઉજજૈની નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં પધાર્યા. વનપાલકે તેમને વંદન કર્યા બાદ ઉતરવાની આજ્ઞા આપી તેમજ તેમને ઉતરવાની સગવડ કરીને હર્ષભેર દેડતે જિતારી રાજાને જ્ઞાની ગુરૂ પધાર્યાની મંગલ વધામણી આપવા માટે રાજમહેલમાં આવ્યું. આવીને મહારાજાને બે હાથ જોડીને કહ્યું, હે મહારાજાધિરાજ ! આપણા ઉધાનમાં ભવતારક, મહાજ્ઞાની ગુરૂરાજ પધાર્યા છે. આપ જલદી તેમના દર્શનાર્થે પધારે. જિતારી રાજાએ શુભ સમાચાર સાંભળીને પિતાના હાથમાં પહેરેલી બધી વીટીઓ વનપાલકને ભેટ આપી દીધી. આગળના રાજા મહારાજાઓ ધર્મના પ્રેમી હતા. ગુરૂ પધાર્યાની વધામણી દેવા આવનાર વનપાલકને ન્યાલ કરી દેતા. કેટલી ગુરૂભક્તિ હશે ! તમને કોઈ ગુરૂ પધાર્યાના સમાચાર દેવા આવે તે તમે આવનારને શું આપશે? (હસાહસ) વનપાલક સમાચાર આપી ખુશ થઈને ચાલ્ય ગયે. આચાર્યશ્રીના આગમનથી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. રાજકાજના બધા કામ પડતા મૂકીને ગુરૂ ભગવંતના દર્શન કરવા માટે પહોંચી ગયા. ગુરૂદેવના દર્શન કરીને બેઠા એટલે આચાર્ય ભગવંતે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
હે ભવ્યાત્માઓ! આ જગતમાં ધર્મથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ધર્મ સર્વ મનોરથો પૂરા કરવામાં કલ્પવૃક્ષ સમાન છે, પાપ રૂપ વૃક્ષોને ભેદવામાં હસ્તિ સમાન છે અને સુકૃતને વધારવામાં મુખ્ય કારણ રૂપ કઈ હોય તે તે ધર્મ છે. ધર્મથી કટે અને વિઘ્નો દૂર થાય છે. ધર્મના આરાધનથી આત્માને લાગેલા કર્મો ક્ષીણ થતા જાય છે અનેક પ્રકારના દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે, સર્વ ગુણમાં જેમ ક્ષમા ગુણ શ્રેષ્ઠ છે તેમ સર્વ સાધ્યોમાં ધર્મ શ્રેષ્ઠ છે. જેણે એકવાર ધર્મામૃતનું પાન કર્યું હોય તે આત્માના સર્વ કાર્ય સિદ્ધ થયા એમ સમજવું. કારણ કે જેમને દૂધ મળ્યું હોય છે તેના માટે પછી દહીં, ઘી વગેરે પદાર્થો સુલભ હોય છે તેમ જેને ધર્મરૂપી રત્ન મળ્યું છે તેના સર્વ કાર્યો સિદ્ધ થાય છે. હે ભવ્યાત્માઓ! આ સંસારમાં દેવને