________________
૧૧૬
શારદા સિદ્ધિ કેટલી મિટિગ હોય, કેટલી એપોઈન્ટમેન્ટ હેય, એ બધું કેન્સલ કેવી રીતે કરાવાય? મારા વિના ત્યાં કેટલું કામ અટકી જશે? તમે બધા મારા પ્રવાસને શું તીન પત્તીની રમત સમજે છે? શેઠ તે ખૂબ ગરમ થઈ ગયા હતા પણ શેઠાણીએ હઠ પકડી કે ગમે તેટલું નુકશાન ભલે થાય, જે થવું હોય તે થાય પણ હું તમને નહિ જવા દઉં. હવે શેઠ શું કરે? પેલા ચેકીયાતને ગેટ આઉટ કર્યો પણ કંઈ શ્રીમતીજીને ગેટ આઉટ કરાય? એમની આજ્ઞા તે માનવી જ પડે ને? (હસાહસ) શેઠાણીના હઠાગ્રહની આગળ શેઠને નમતું મૂકવું પડ્યું. અંતે ટિકિટ કેન્સલ કરાવી.
ત્રીજે દિવસે એ પ્લેન ઉપડયું. થોડે દૂર પહોંચ્યું ને ટાંકી ફાટી જવાથી પ્લેન સળગ્યું ને જમીન ઉપર પડયું. પ્લેનમાં બેઠેલા બધા માણસો મરી ગયા. છાપામાં આ સમાચાર પ્રગટ થતાં શેઠનું આખું કુટુંબ આનંદમાં આવી ગયું. શેઠના છોકરાઓ કહે છે ચોકીયાત ! તે તે અમારા બાપુજીની જિંદગી બચાવી. શેઠાણી કહે છે ભાઈ! તે તે મારા પતિને બચાવીને મારે સૌભાગ્યનો ચાંદલો અમર રખાવ્યા. પિતે બચી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયે. દુનિયામાં સ્વાર્થ કેવી ચીજ છે! પ્લેનમાં શેઠ જવાના હતા ને બચી ગયા એટલે શેઠના આખા કુટુંબને અને બીજા સગા સ્નેહીઓને આનંદ થયે પણ પ્લેનમાં બિચારા કેટલા મરી ગયા. એમને બૈરી-છોકરાનું શું થશે? એનું કેઈના દિલમાં દુઃખ થયું ? આ આ તમારો સંસાર સ્વાર્થ ભરેલો છે.
. “આજ્ઞા ભંગ કરતા ચેકીયાતને કરેલો ડીસમીસ” – શેઠ મોટા મિલમાલિક હતા. બીજે દિવસે શેઠે મિલના તમામ માણસને અને પોતાના સગા નેહીઓને બધાને બોલાવ્યા. બધાને ભેગા કરીને આ ચેકીયાતે પિતાના પ્રાણ બચાવ્યા તે બદલ તેની ખૂબ પ્રશંસા કરી. બીજા લોકોએ પણ એની પ્રશંસા કરી. શેઠે ફૂલહાર કરી રૂપિયા પાંચ હજારનો ચેક તેના હાથમાં મૂકે. સાથે સાથે એને નોકરીમાંથી કાયમ માટે સસપેટ કરવામાં આવે છે એમ જાહેર કર્યું. શેઠે ચેકીયાતની પ્રશંસા કરી ફૂલહાર પહેરાવ્યા ને પાંચ હજારનો ચેક આપ્યા તેથી સૌ ખુશ થયા પણ એને નોકરીમાંથી કાયમ માટે રીટાયર કરવામાં આવ્યો તેનું કારણ કેઈ સમજી શકયું નહિ એટલે બધા એકી અવાજે બોલી ઊઠ્યા કે આ શું? આમ કેમ? જેણે શેઠને બચાવ્યા તેનો ઉપકાર તે જિંદગીભર ન ભૂલ જોઈએ. ચેકીયાતે પણ શેઠને કહ્યું, શેઠ! મારે નોકરીમાંથી છૂટા થવું નથી. આ તમારે ચેક ને ફૂલહાર પાછા લઈ લો ને મને કાયમ માટે પાછે નોકરીમાં સ્વીકારી લો, તે મારી નમ્ર વિનંતી છે, ત્યારે શેઠે કહ્યું–ભાઈ! તે મારા પ્રાણ બચાવ્યા તે બદલ તારો ઉપકાર તે માનીને તારો સત્કાર કરીને રૂા. પાંચ હજારનો ચેક લખી આપે પણ મારી તને આજ્ઞા શું હતી ને તે શું કર્યું ? મારી આજ્ઞા એ હતી કે આખી રાત એક પણ ઝોકું ખાધા વિના ખડે પગે ચેકી કરવાની, ત્યારે તું કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું તે તું કહે કે સ્વપ્ન કયારે આવે?