SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ સુદ ૨ને બુધવાર વ્યાખ્યાન ન-૧૨ સામાયિકનું સ્વરૂપ” તા. ૨૫-૭-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા અને માક્ષ માર્ગોના પ્રણેતા પરમકૃપાળુ તીર્થંકર ભગવતે જગતના જીવાના આત્મકલ્યાણ માટે પરમ પાવનકારી દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી છે. આપણે તેરમા અયયનના અધિકાર ચાલે છે. તેમાં આપણને મુખ્ય એ વાત જાણવા મળે છે કે જીવ જેવા કર્માં ખાંધે છે તેવા તેને ભાગવવા પડે છે. બીજી' આત્મા ગમે તેટલી ધર્મકરણી કરે, તપ અને ત્યાગ કરે પણ જો ક્રોધાદિ કષાયે નાબૂદ ન થાય તા એકજ વખતના ક્રોધમાં વર્ષાની કરેલી ધ ક્રિયાએ બળીને ભસ્મ થઈ છે. મસાલાથી ભરપૂર કેસરીયા ધનુ' તપેલુ' ભરેલુ' હાય પણ જો એમાં વિષનુ એક ટીપું પડે તેા દૂધ ઝેરી ખની જાય છે તેમ આપણી સાધનામાં ક્રોધાદિ કષાયેા રૂપ વિષનું ટીપુ* ન પડી જાય તેનું જીવે ખાસ લક્ષ રાખવાની જરૂર છે, જેમ માણસને કાઈ ન થાય તે એ દર્દીને નાબૂદ કરવા માટે દવા લે છે તેમ આપણા જન્મ મરણાદિ રોગોને નાબૂદ કરવા માટે અને કામ, ક્રોધ, મેહાદ શમાવવા માટે ધર્મક્રિયા રૂપ દવા લેવાની જરૂર છે. ક્રોધાદિ કાચાને નાબૂદ કરવા માટેની ઉત્તમ અને અકસીર ઔષધિ જો કોઈ હાય તે... સામાયિક છે, કારણ કે જે આત્મા સમ્યફ્ત્વ સહિત શુદ્ધ સામાયિક કરે છે તે નિ પ્રતિદિન શાંત–પ્રશાંત ખનતા જાય છે. સામાયિક એટલે શુ' તે જાણેા છે ને ? સાવદ્યયેાગની નિવૃત્તિ અથવા તા સમ + આય + ઈક સમભાવના જેમાં લાભ થાય છે તેનું નામ સામાયિક. સામાયિકના અથ ઘણા વિશાળ અને ગૂઢ છે. પાઁચાશકમાં કહ્યુ' છે કે “ સમમાવો સામાથું, તળ ચળસત્તુ-મિત્ત વિસઽત્તિ । णिरभिस्सगं चित्तं उचिय पवित्तिप्पएणं च ॥ " ચાહે તૃણુ હાય, ચાહે સોનુ' હાય, ચાહે શત્રુ હાય કે મિત્ર હોય સત્ર પેાતાના મનને રાગ-દ્વેષની આસક્તિથી રહિત રાખવુ' તથા પાપ રહિત ઉચિત ધાર્મિક પ્રવૃત્તિ કરવી તેનુ' નામ સામાયિક છે. અર્થાત્ સમભાવ એ જ સામાયિક છે. આવુ' ઉત્તમ સામાયિક રત્ન અંગીકાર કરવાના અધિકારી કેણુ ખની શકે તે જાણેા છે ? સામાયિક કરવા માટે પણ લાયકાત જોઇએ. માથમાં સ્નાન કરવા જનારને પહેલા કેટલી વિધિ કરવી પડે છે ? ચામડીના ડોકટર પાસે શરીર ચેક કરાવવુ પડે છે કે ચામડીનુ' કાઇ દ તા નથી ને ? ડાકટરના રિપોર્ટ મળ્યા પછી ખાથમાં સ્નાન કરવા જતા પહેલા ઘેરથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જવું પડે છે. ઘેરથી સ્નાન કરીને ગયા છતાં ત્યાં જઈને સ્નાન કરીને કપડાં બદલાવ્યા પછી ખાથમાં સ્નાન કરી શકાય છે તેવી રીતે સામાયિક રૂપી ખાથમાં સ્નાન કરી આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવા જોઈ એ,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy