SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શારદા સિદ્ધિ વગાડે ને સંગીત ગાય ત્યારે લોકોના ટોળેટેળા એમની પાસે આવીને જમા થતા અને સંગીત સાંભળવામાં સ્થિર બની જતા. મનુષ્ય તે સ્થિર થતા પણ હરણ, વાઘ સિંહ વગેરે જગલી પશુઓ અને પક્ષીઓ પણ ત્યાં આવીને સ્થિર થઈ જતા. સંગીતકળામાં તે એવા પ્રવીણ બન્યા હતા. એક વખત વારાણસી નગરીની બહાર ઉઘાનમાં વસંતેત્સવ હતે. વસંતેત્સવમાં ભાગ લેવા માટે નાટયમંડળીઓ ભજનમંડળીઓ સંગીતમંડળીઓ આદિ અનેક જાતના લોકે આવ્યા હતા. સૌ પોતપોતાની કળાઓનું પ્રદર્શન કરી નગરજનોના મનને રંજન કરતા હતા, આ બંને ભાઈઓ પણ ત્યાં આવ્યા હતા. આ બાંધવ બેલડી પણ પિતાની શ્રેષ્ઠ કળાઓથી લોકોના દિલને ડેલાવતી હતી. તેઓ જ્યાં જ્યાં પિતાની કળ પ્રદર્શિત કરતા ત્યાં ત્યાં માનવમેદની ખૂબ એકત્ર થતી ને તેમને ઘેરી લેતી. તે વખતે નગરજનો એ પણ ભૂલી જતા કે આ બંને કલાકારે અસ્પૃશ્ય જાતિના બાળકે છે. આ બંને ભાઈઓએ પિતાની સંગીતકળાથી નગરજનોને ગાંડાતૂર બનાવ્યા હતા. એમનું સંગીત સાંભળતા લોકે પિતાનું ભાન ભૂલી જતા. સ્ત્રીઓ રસોઈ કરતી હોય પણ જ્યાં સંગીતનો સૂર સાંભળે ત્યાં હજારો કામે છેડીને ત્યાં દોડી આવતી. પુરૂષ વહેપાર ધંધે છોડીને આવતા. આ રીતે સારા નગરની જનતાને બંને ચંડાળ પુત્ર ઉપર ખૂબ પ્રેમ અને મમત્વ હતું, તેથી તેમને ખૂબ ચાહતા હતા. “ચિત્ત અને સંભૂતિની કળાથી ભજનમંડળીને આવેલી ઈર્ષ્યા”: આ વસંતેત્સવમાં ગાયકની અને સંગીતકારેની બીજી મંડળીઓ આવી હતી. એમની પાસે કઈ જતું ન હતું, તેથી તે લોકે આ બંને બાળક પ્રત્યેની આ પ્રકારની લોકચાહના અને અભ્યદય જોઈ ને તેમની સામે ઈર્ષ્યા કરવા લાગ્યા. કેઈની જાહોજલાલી જોઈને ઈર્ષ્યાગ્નિમાં જલવાથી શું વળે? છેવટે તેઓ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે-હે મહારાજા ! ભૂત્તદત્ત ચંડાળના પુત્રો ચિત્ત અને સંભૂતિ એ બંને જણાએ આ વસંત્સવમાં આવીને પોતાની પ્રશસ્ત કળાથી નગરની જનતાને બહેકાવી દીધી છે અને સઘળાની સાથે પૃસ્યાસ્પૃશ્યનો વિચાર કર્યા વિના એકતાનમાં ગાતા–નાચતા આમથી તેમ ફરી રહ્યા છે. એમની આવા પ્રકારની સ્વછંદ પ્રવૃત્તિથી વર્ણાશ્રમની વ્યવસ્થા પ્રાયઃ નષ્ટ થઈ રહી છે તેથી આપનું એ કર્તવ્ય છે કે આ વ્યવસ્થાને પૂર્વવત કાયમ રાખવા માટે એનો લોપ કરનાર એ બંને ભાઈઓને શિક્ષા કરે. ગાયકમંડળીની વાત સાંભળીને રાજાએ તે બંને ચંડાળપુત્રોને પોતાના નગરમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજાના કાઢી મૂકવાથી બંને ભાઈઓના દિલમાં ખૂબ દુઃખ થયું કે અહેઆપણી આવી ઉત્તમ કળાથી લોકો કેટલા આર્કષાય છે પણ એક આપણી હીન જાતિને કારણે જ આપણે તિરસ્કાર થાય છે. આ રીતે એમના દિલમાં ખેદ થઈ રહ્યો છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy