SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ rot શારદા સિદ્ધિ દેખાય છે? એની વાણીમાં અનાસકત ભાવના ઝરણા વહે છે. આત્મજ્ઞાનની જ્યોત ઝગમગે છે. તે સિવાય આવા શબ્દો ન નીકળે. રાજાએ મ્યાનમાંથી તલવાર કાઢી. અહા! આ સન્યાસી જોગટ મારું આવું ઘોર અપમાન કરે ? અંદરનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠયો અને ઝેર રૂપે વાણીમાં ઉતર્યાં. એક તે હું તને મારી કુવરી પરણાવીને રાજ્ય આપવા ઈચ્છું છુ'ને તું મારુ' આવું અપમાન કરે છે? તેા દેખ, આ મારી તલવાર તારી સગી નહિ થાય. એક સેકડમાં ધડ અને મસ્તક અલગ કરશે. આ શબ્દો સાંભળીને પણ યુવાન સ`ત ભયભીત ન થયા કે ન ધ્રુજ્યા. ઉલ્ટી તલવાર જોઈ ને હસીને કહેવા લાગ્યા. “મુનિએ રાજાને નિર્ભયપણે આપેલા જવાબ ” :- હે રાજન્ ! ખરેખર જે અલગ છે તે અલગ જ રહેવાનુ છે. તેને તારી તલવાર શુ' કરશે ? એના એકેક વાક્યા કેટલા માનનીય છે, એના એકેક વચનમાં કેટલો વૈરાગ્ય નીતરે છે! હે રાજન! હુ તને આમંત્રણ આપું છું કે જેમ વસ'તનો વાયુ પાંદડાને ખેરવી નાંખે છે તેમ તું અત્યારે જ આ મસ્તકને ધડથી ખેરવી નાંખ તે પણ મને ચિ'તા નથી. મને મરણનો ભય નથી. ધર્મજીવન પછીનું મૃત્યુ તે નીચી પાયરીમાંથી ઊંચી પાયરીમાં મૂકનાર ટ્રાન્સફર ઓર છે. જેમ સારી નોકરી ખજાવ્યાથી સરકારી હુકમ આવે કે નાની કોર્ટના જજમાંથી હાઇકોર્ટના જજ તરીકે તમારી બદલી કરવામાં આવે છે તા શુ' એ હુકમ ઉપર દ્વેષ થાય ? ના. ખસ તેા એ રીતે મૃત્યુ ઊંચી સ્થિતિએ બદલા કરી આપે છે. એ તેા ઉલ્લુ' સારુ' કહેવાય. એના પર દ્વેષ શું? એનાથી ડરવાનુ શુ' ? માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે દુનિયા એની નનામી કાઢે છે. “અનામીની નનામી કદી હોતી નથી પણ નનામી નામીની છે. ” નામી એટલે સમજ્યા ને ? નામી એટલે દેહ, હું તે અત્યારે નનામીમાં બાંધેલા મડદાને જોઈ રહ્યો છુ જોયું ને ? આનું નામ ભેદવજ્ઞાન. માથે મરણની તલવાર ઝૂલી રહી છે છતાં કેવા જવાબ આપે છે ? તે રાજાને કહે છે હે રાજન્! સાંભળ, મારે આત્મા કેવા છે ? नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ જે આત્મા શસ્રથી છેદ્યાતા નથી, અગ્નિથી મળતા નથી ને પવનથી સૂકાતા નથી અને કાણુ મારી શકે ? મને મરણનો ભય નથી. સામે મૃત્યુનો ભય હોવા છતાં જ્યારે સન્યાસીના મુખ ઉપર પ્રસન્નતા જોઈ ત્યારે રાજાને સમજાયુ` કે આ આત્મજ્ઞાનમાં મસ્ત મહાત્માને મારા રાજ્યનો, મારી સપત્તિનો, રાજકુવરીનો કે તેના સૌનો જરાપણ માહ નથી તે તેમની પાસે કેવુ... સૌંદર્ય અને સ`પત્તિ હશે કે જેની આગળ મારી સપત્તિ અને રાજકુમારીનું ઝળહળતુ' સૌ ઉકરડા જેવુ લાગે છે! રાજા સ'તના ચરણમાં નમી પડયા ને રાજકુમારીએ પણ ચરણમાં પડીને પૂછ્યું', મહાત્મા !
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy