SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ માટે યૌવન સાથે ભળેલું રૂપ દુઃખદાયી બની જાય છે. બર્બરકૂટના નીચ નરાધમે પણ કૌમુદીને ખૂબ સમજાવી પણ કૌમુદી તે પોતાના ચારિત્રમાં અણનમ રહી ત્યારે તે નીચ માનવીએ કૌમુદી ઉપર ઠૌર વાળવાનું શરૂ કર્યું. કહ્યું છે ને કે “માત દt sfમારે જ્યારે માનવીની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે તેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પિલો પાપી નરાધમ ક્રોધાવેશમાં આવીને કૌમુદીને થાંભલા સાથે બાંધી એના શરીરમાં સોયે ભેંકી ભેંકીને એના દેહમાંથી લોહી ખેંચવા લાગ્યા. કૌમુદીનું શરીર કૃશ થઈ જતું ત્યારે પેલો માણસ એને મિષ્ટાન્ન વિગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવતે અને એના શરીરમાં લેહી ભરાતું ત્યારે પાછા થાંભલા સાથે બાંધીને ધગધગતા અણીદાર સોયા ભેંકો ને લોહી ખેંચતે. આ રીતે વારંવાર એના શરીરને સોયા ભોંકવાથી અને લોહી ખેંચવાથી કૌમુદીને પાંડુ નામને ભયંકર રોગ થયે. આવા મરણત કન્ટેની સામે ઝઝમીને પણ કૌમુદી શીલધર્મમાં એક શૂરવીર સુભટની જેમ અડગ રહી, પણ કુશીલન કાદવથી પિતાના આત્માને અભડાવ્યા નહિ. એક વખત ભારતની આર્યનારીઓમાં પિતાના શીલની કેટલી ખુમારી હતી તે આ ઉપરથી સમજી શકાશે. એક વખત આ શીલવતી કૌમુદીને ભાઈ વહેપારના કામ માટે બર્બરકૂટમાં આવ્યું. તેણે નગરમાં ફરતાં ફરતાં એવા સમાચાર સાંભળ્યા કે એક રંગારાને ત્યાં કઈ પરદેશી યુવાન સ્ત્રી આવી છે. તે રૂપરૂપને અંબાર છે અને રંગારે એને ખૂબ દુઃખ દે છે. કૌમદીને ભાઈ આ સમાચાર સાંભળીને કુતુહલ વશ થઈને જોવા માટે પેલા ગારાને ત્યાં આવ્યા ને પેલી બાઈને જોઈ તો તે બીજી કોઈ નહિ પણ પિતાની બહેન હતી. બહેનના માથે દુઃખના ડુંગર ખડકાયેલા જોઈને ભાઈ ધ્રુજી ઉઠે. આવા દુઃખમાં જ્યારે બહેનને ભાઈ મળે ત્યારે કે આનંદ થાય? ખારા મહાસાગરમાં જાણે મીઠી વીરડીને ક્યારે મળે. કૌમુદીના ભાઈએ રંગારાને અઢળક ધન આપીને પોતાની બહેનને સોંપી દેવા માટે વિનંતી કરી. આટલી બધી સંપત્તિ મળી પછી રંગારાને શું જોઈએ? ધન મળ્યું એટલે રંગારાએ કૌમુદીને એના ભાઈએ સોંપી દીધી. પિતાની વહાલી બેનડીને લઈને ભાઈ પોતાના નગરમાં આવ્યા. કૌમુદી એ પોતાને કેવા કેવા દુ:ખો પડયા તે વાત પિતાના માતાપિતા આદિ કુટુંબીજનો સમક્ષ રજુ કરી. એના દુઃખની વાત સાંભળી બધાની આંખમાં આંસુની ધાર વહી. આવા સંકટમાં પણ કૌમુદીએ પિતાનું શીલરત્ન અખંડપણે જાળવી રાખ્યું તે જાણીને સૌને ખૂબ આનંદ થયે. સૌ એના ચરણમાં ઝૂકી પડયા. એના પતિને પણ ખબર પડી કે કૌમુદી શ્રેમકુશળ એના પિયરમાં આવી ગઈ છે તે જાણી ખૂબ આનંદ થશે ને તરત જ આવીને કૌમુદીને પ્રેમપૂર્વક પિતાને ઘેર તેડી ગયો. પત્નીએ આવા દુઃખમાં પણ પિતાનું ચારિત્ર ગુમાવ્યું નથી. તે સાંભળીને પ્રધાને હર્ષવિભોર બની કૌમુદીને પિતાના સમગ્ર ગ્રહની સ્વામિની તરીકે વધાવી લીધી ને આનંદથી રહેવા લાગ્યા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy