________________
શારદા સિદ્ધિ જોઈએ ને તે જોઈએ. તે મારી પાસે સંપત્તિને પાર નથી. એના માજશેખ પૂરા કરીશ એટલે વાંધો નહિ આવે. પ્રધાને નગરશેઠની પુત્રી કૌમુદીની શરતને સ્વીકાર કર્યો. પ્રધાન મંત્રી જે સંપત્તિવાન અને સત્તાધારી જમાઈ મળવાથી શેઠના હદય સાગરમાં આનંદને ઉદધિ હિલેળા મારવા લાગ્યો. શેઠે પોતાની લાડકવાયી દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. કરિયાવર ખૂબ કર્યો. પરણ્યા પછી બંને સંસારના સુખમાં નિમગ્ન બન્યા. દશેક વર્ષ તે બહુ વાંધે ન આવ્યો પણ એક દિવસ કૌમુદીએ એના પતિને કહ્યું સ્વામીનાથ ! આપણે બંને વચ્ચે ક્ષીરનીર જેવી પ્રીતિ છે. એને જે આપ અખંડ રાખવા ઈચ્છતા હો તે આપે અત્યાર સુધી મારી બધી પ્રતિજ્ઞા પાળી છે તેમ આજથી મારી નવી આજ્ઞાનું બરાબર પાલન કરજે. પ્રધાને કહ્યું શું? ત્યારે કહે છે આપે દરરોજ સૂર્યાસ્ત થઈ જાય તે પહેલા ઘેર પાછા આવતા રહેવાનું.
પ્રધાન પ્રત્યે દ્વેષના કારણે લોકોએ કરેલી રાજાને ફરિયાદ' –બંધુઓ! આ સંસારમાં આઠ પ્રકારના અંધ મનુષ્યો છે. તેમાં એક વિષયાંધને નંબર પણ છે. વિષય સુખમાં અંધ બનેલા એ પ્રધાને પરમેશ્વરની આજ્ઞાની માફક પ્રિયતમાની આજ્ઞા વધાવી લીધી. પત્ની ઉપર અત્યંત રાગ હતું એટલે પાછળના પરિણામનો પ્રધાને વિચાર ન કર્યો, કારણ કે રાગ વસ્તુ એવી છે કે તેને અનુચિત બધું ઉચિત જણાય છે. રાગનું પાત્ર જેમ નચાવે તેમ નાચવા રમી આત્મા સદા તત્પર બને છે. આ છે પ્રધાન પોતાની પત્નીની આ નવી આજ્ઞાનું અચૂક પાલન કરવા લાગ્યા. આ તે રાજ્યને પ્રધાન હતું. એને રાજ્યના કેટલાય કામ હોય પણ ગમે તેમ કરીને કામ વહેલું પતાવીને પણ સૂર્યાસ્ત પહેલા ઘેર પહોંચી જતો. આ પ્રધાન ખૂબ બુદ્ધિશાળી છે. એના ઉપર રાજાના ચારે હાથ છે એટલે કંઈક રાજ્યાધિકારીઓને એના પર ઈર્ષા હતી, તેથી એક દિવસ પ્રધાનની ગેરહાજરીમાં બધાએ રાજાના કાન ભંભેર્યા કે આપને પ્રધાન તે એની પત્નીને આધીન છે. એનું ઘરમાં કંઈ ચલણ નથી. એની આજ્ઞાનું પાલન કરવા માટે તે પ્રધાન દરરોજ સૂર્યાસ્ત પહેલા ઘેર ચાલ્યા જાય છે. રાજા કહે મારે પ્રધાન કંઈ કાયર નથી. એ તે બાહેશ છે. એની પત્ની આગળ એનું ન ચાલતું હોય એમ ન
બને.
બધાએ રાજાને ખૂબ ભંભેર્યા એટલે કહે છે કે ઠીક, ત્યારે હું આજે જ એનું પારખું કરું. એ દિવસે સૂર્યાસ્ત પહેલા રાજાએ પ્રધાનને કહ્યું-મંત્રીશ્વર ! આજે રાજ્ય સબંધી એક નવી વિચારણા કરવાની છે, માટે તમે વહેલા ઘેર ન જતા. સૂર્યાસ્ત પહેલા રાજાએ પ્રધાનને એક નવું કાર્ય સોંપ્યું. એ કામ પૂર્ણ થતાં રાત્રે એક વાગ્યે, પછી રાજાએ પ્રધાનને ઘેર જવાની રજા આપી, પણ પ્રધાને કાર્ય પૂરું થતાં સુધી મુખ ઉપર એક પણ ચિંતાની રેખા આવવા દીધી નથી કે પત્નીની આજ્ઞાનું આજે પાલન નથી થયું તે મારું શું થશે? એને શ્રદ્ધા હતી કે હું જ આજ્ઞાનું પાલન કરું છું