SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ને? અમે તમને સુખ માટે જે કરવાનું કહીએ તે કરવું પડશે. હા...ના નહિ કરવાની. ભાગી જવાનું નહિ. ત્યાગી સંતે તમને સુખ પ્રાપ્તિને જે માર્ગ બતાવશે તે માર્ગે ચાલશે તો તમને અસલ સુખ મળશે. તમારા સંસારના સુખે નકલી છે ઉપરથી સોના જેવા ચમકતા દેખાય પણ અંદરથી લેઢા જેવા હોય. તમને સમજાવું. એક માતાને એકને એક દીકરો હતે. એને ભણાવી ગણાવીને પરણાવ્યો. ઘરમાં પુત્રની વહુ આવી. એક વખત સાસુને તાવ આવવાથી ખૂબ અશક્તિ આવી ગઈ હતી, એટલે વહને કહ્યું બેટા! મારે દવા ઘૂંટવી છે તે સામે નાને ખલ પડ્યું છે તે લાવી આપ ને, ત્યારે વહુએ કહ્યું, બા ! એ ખેલ મારાથી ઉંચકાશે નહિ. સાસુએ કહ્યું. બેટા! આટલે નાને ખલ તમારાથી નહિ ઉંચકાય ? વહુએ કહ્યું. “ના”, એ મારાથી નહિ ઉંચકાય. દીકરાએ આ સાંભળ્યું. એને હાડોહાડ લાગી આવ્યું. અહ! મારી માતા તે કઈ દિવસ વહુને કહે તેવી નથી કે તું કામ કર. એ પોતાની જાતે જ બધું કામ કરી લે તેવી છે પણ તાવના કારણે ઘણી અશક્તિ આવી ગઈ છે એટલે ખલ માંગે છે, તે શું આટલે નાનકડો અડધે કિલો વજનને ખલ એનાથી ન ઉંચકાયે? અહે! કે આ સંસાર છે! ઉપરથી સોહામણે પણ અંદરથી બિહામણે. અસલના જમાનામાં રિવાજ હતું કે જમાઈ પરણવા આવે ત્યારે સાસરે સુંદર પલંગ ઢાળી બે ગાદલા અને ઉપર ડીઝાઈનવાળી સુંદર રેશમી ચાદર બીછાવી હોય એટલે વરરાજા હોંશભેર એના ઉપર બેસવા જાય. બેસવા જાય એટલે ભેંય પડી જાય તેથી બધા ખડખડાટ હસી પડે. આ તે મજાક છે પણ આ તમારે સંસાર એક ભયાનક ખાડે છે. જેમ જેમ સંસારમાં ફસાશે તેમ તેમ દુર્ગતિના ઊંડા ખાડામાં ઉતરી જશે. સંસારના ખાડામાં પડીને ઘણાં પસ્તાય છે ને કહે છે કે અમને આવી ખબર નહિ. જે ખબર હોત તે પરણત જ નહિ. પત્નીની શાન ઠેકાણે લાવતે પતિઃ ” વૃદ્ધ માતાને દીકરો ખૂબ વિનયવાન અને વિચક્ષણ હતે. વહુની સાન ઠેકાણે લાવવા માટે થોડા દિવસ પછી એ બજારમાંથી એક સુંદર હાર બોકસમાં મૂકીને લઈ આવ્યું. બોકસ ખૂબ સુંદર હતું. એ જોઈને એની પત્નીએ પૂછયું આ બોકસ શેનું લાવ્યા ? ત્યારે કહ્યું એમાં એક કિંમતી અને ભારે હાર લાવ્યો છું. એમ કહીને બેકસ ખોલ્યું. ગુલાબી પાતળા કાગળમાં વીટેલે હાર કાઢ. હાર જેઈને પત્ની હરખાઈ ગઈ કે મઝાને સુંદર હાર છે! શું એને ઘાટ અને ડીઝાઈન છે! કેવો ઝગમગ થાય છે! આમ વિચાર કરતી પતિને પૂછે છે કે આ હાર તમે કોના માટે લાવ્યા છે ? તે કહે છે હાર તે તારા માટે જ ઘડાવ્યો છે પણ હવે મને એને પસ્તાવો થાય છે. અરે નાથ ! શા માટે પસ્તાવો કરે છે? મને તે આ હાર બહુ ગમે છે. પતિએ કહ્યું હાર તે બહુ સરસ છે પણ એનું પેન્ડલ બહુ વજનદાર છે તેથી મને થયું કે તું થોડા દિવસ પહેલા નાનકડે ખેલ ન ઉંચકી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy