SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ અને નાનીનું નામ સુચના છે. આ બંને કન્યાઓ માટે માનસિંહ રાજાએ રાજમહેલમાં ખાસ તત્વ રાખીને સ્ત્રીઓની ૬૪ કળાઓની તાલીમ આપી છે. આ બંને કન્યાઓનું ઘણી કાળજીપૂર્વક જીવન ઘડતર કર્યું છે. આટલી માહિતી મળતાં સુમિત્ર ખુશ ખુશ થઈ ગયે. એને શ્રદ્ધા હતી કે મારું કાર્ય અહીં જ સફળ થશે. માનસિંહ રાજાએ સુમિત્રનું કરેલું સ્વાગત” :- બંધુઓ ! જે માણસ જે કાર્યની સિદ્ધિ માટે નીકળ્યું હોય એને એ કાર્યમાં સફળતા મળવાના નિશાન દેખાય તે એ ખુશ ખુશ થઈ જાય છે. સુમિત્ર સારા વસ્ત્રાભૂષણે પહેરી જિતારી રાજાની પ્રતિષ્ઠા વધે એવું ઉત્તમ પ્રકારનું નજરાણું લઈને રાજદરબારમાં જવા નીકળ્યો. તેને શુકન પણ સારા થયા. રાજદરબારના દરવાજે આવીને દ્વારપાળને ખાનગીમાં સોનામહોર આપી એટલે દ્વારપાળ દેડતે મહારાજા પાસે ગયો ને કહ્યું-મહારાજા ! ઉજજૈની નગરીથી કઈ પરદેશી આપના દર્શન માટે આવ્યો છે. આપની આજ્ઞા હોય તે તે મહાનુભાવને આપની પાસે લઈ આવું. મહારાજાએ કહ્યું–આવેલ મહાનુભાવને આદરપૂર્વક અહીં લઈ આવે, એટલે દ્વારપાળ પ્રણામ કરીને બોલ્ય-પધારે...પધારે મહાનુભાવ! અમારા પ્રતાપી રાજા માનસિંહ નરેશ વતી હું આપનું સ્વાગત કરું છું. આપ મારી સાથે ચાલે. મહારાજા આપની રાહ જોઈ રહ્યા છે. સુમિત્રના આનંદને પાર ન રહ્યો. તે દ્વારપાળની સાથે રાજદરબારમાં આવ્યો. માનસિંહ રાજાને રાજસિંહાસને બેઠેલા જોઈને સુમિત્રે દૂરથી જ પ્રથમ નમસ્કાર કર્યા, પછી પાસે આવીને ખૂબ વિનયથી રાજાને ચરણ સ્પર્શ કર્યો અને બે હાથ જોડી તેમની સન્મુખ ઉભે રહ્યો, એટલે માનસિંહ રાજાએ મધુર સ્વરે કહ્યું આપનું કલ્યાણ થાઓ. મહાનુભાવ ! કહે, આપ કયાંથી પધારે છે ? અને આપના આગમનનું પ્રયોજન શું છે? મારાગ્ય જે કંઈ કહેવા જેવું હોય તે જરૂરથી કહે. એમ કહીને સુમિત્રને બાજુના સુવર્ણ સિંહાસને બેસવા કહ્યું. સુમિત્રે સિંહાસન ઉપર બેસતા પહેલાં માનસિંહ નરેશને નજરાણું ભેટ ધર્યું, અને વિનયથી બોલ્યા હે પ્રતાપી નરેશ! માલવદેશની રાજધાની ઉજજૈની નગરીના જિતારી રાજાએ આ નજરાણું મોકલાવ્યું છે. આપ તેને સહર્ષ સ્વીકાર કરે. સુમિત્રની વાત સાંભળીને માનસિંહ રાજા બોલ્યા અહો ! જિતારી રાજાએ મને યાદ કરીને આ નજરાણું મેકલાવ્યું છે! ધન્યવાદ....ધન્યવાદ.ફરમાવે, આપના નરેશે મારા માટે શું સેવા બતાવી છે? સુમિત્રે કહ્યું–રાજન! સેવા તો અમે કરીએ. આપ જેવા મહાપુરૂષોએ તે ઉપકાર કરવાનું છે. હું એક ઘણું જ શુભ અને મંગળ કામે નીકળ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ એ કામ જરૂરથી કરશો ને મારા ઉપર ઉપકાર કરશે. સુમિત્રની વાત સાંભળી રાજાએ કહ્યું- મહાનુભાવ! મારાથી બનતું કામ હું જરૂર કરીશ. આપ વિના સંકોચે કહો. આપનો પરિચય તે આપે મને આપે નહિ. મારું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy