SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં-૮ અષાઢ વદ ૧૩ ને શનિવાર અનાસકત ભાવ કેળો” તા. ૨૧-૭-૭૯ આસક્તિની આગને ઓલવવા, ભવપરંપરાની જટિલ જંજીરને તોડવા માટે ભગવાને આગમની પ્રરૂપણા કરી. આગમના ભાવે કયારે સમજાય? જયાં સુધી પિતાની બેટી માન્યતાઓ દૂર નહિ થાય ત્યાં સુધી આગમના ભાવે સમજી શકાશે નહિ. જગતના નાથની મૈત્રી કરવા માટે આપણું મનના મલિન ભાવને દૂર કરી આત્માને પવિત્ર બનાવવો જોઈએ. ભગવાનની આજ્ઞાનું આરાધન કરવા માટે આપણે બેટી માન્યતાઓને દૂર કરવી પડશે, નહિતર ચબા જેવી પરિસ્થિતિ થશે. મથુરાના ચાર બા મિત્ર હતા. એક વખત ખૂબ દારૂ પીને હેડીમાં બેઠા. દારૂને નશે બરાબર ચઢ હતો એટલે લંગરના દેરડા છેડયા વિના હોડીને હલેસા મારવા લાગ્યા, પણ લંગર છોડે નહિ તો હોડી કયાંથી ચાલે? ઘણાં થાકી ગયા પણ હેડી ચાલી નહિ. એવી રીતે અનાદિકાળની બેટી માન્યતારૂપી હેડીને લંગર જ્યાં સુધી નહિ છૂટે ત્યાં સુધી વીતરાગ પ્રભુની વાણી અંતરમાં ઉતરવી અને તેના પર શ્રદ્ધા થવી એ મહામુશ્કેલ છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા “ચિત્ત સંભૂતિય” નામના અધ્યયનની વાત ચાલે છે. તેમાં અત્યારે આપણે એ વાત ચાલી રહી છે કે ચારિત્ર ઉપર ગંછા કરી તે જીવને કેવું કર્મ બંધાઈ ગયું. બાકી આવી ઉત્તમ સાધના કરનારા ની આવી દશા થાય ખરી? ચારિત્ર એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ચિંતામણી રત્ન છે. જેને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થાય છે તેના દુઃખ-દરિદ્ર ટળી જાય છે. આ દ્રવ્ય ચિંતામણી રત્ન તે એક ભવના દુઃખે ટાળે છે પણ જેને ભાવ ચિંતામણી રત્ન એટલે ચારિત્ર મળે છે તેના તે ભવભવના દુઃખે ટળી જાય છે ને મુક્તિના સુખે મળી જાય છે, બે ગેવાળ પુત્રને સહેજ દુર્ગછા થઈ તે કેવા ભવમાં ફેકાઈ ગયા? કેટલે સંસાર વધી ગયે? જે આત્માઓ ભગવાનના માર્ગની અવહેલના કરે છે, અવર્ણવાદ બોલે છે, દુગંછા કરે છે તેને અનંત સંસાર વધી જાય છે. આટલા માટે કહીએ છીએ કે તમારાથી બને તે ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને ન થાય તે જે પાલન કરે તેને ધન્યવાદ આપજે પણ કદી નિંદા ન કરશે, પણ વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરજે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स मस्थि मोक्खा, नस्थि अमेक्सिस्स निव्वाणं ॥३०॥ દર્શન એટલે કે શ્રદ્ધા વિના જીવને સાચું જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy