SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ થવા લાગ્યા. સોના-રૂપાના રમકડાના હાથી–ઘેડાથી રમત રમતા રમતા સાચા હાથી ઘેડા ઉપર બેસતા થઈ ગયા. ઘણી વાર ઘેડેસ્વારે બંને કુમારોને ઘોડે બેસાડીને દૂર સુધી ફરવા લઈ જતા ને કયારેક હાથી ઉપર પણ ફરી આવતા. ભીમસેન હરિસેન કરતા બે વર્ષ માટે હતું, પણ બંને ભાઈઓ જાણે સરખી ઉંમરના હોય તે રીતે રહેતા હતા. કઈ પણ વસ્તુમાં ભીમસેન હરિસેનને જે ગમતી વસ્તુ હોય તે તેને પહેલા આપી દેત. હરિસેન પણ મોટાભાઈનું બહુમાન કરતે. તેમને પડયે બોલ ઝીલી લે. તેની સાથે કદી ઊંચા અવાજે બોલતે નહિ. બંને વચ્ચે અથાગ પ્રેમ હતે. | દિવ્ય રૂપ દો બાંધવ દીપે, હરિ હલધરકી જોડ, ક્ષીર નીર જ્યાં પ્રીત અખંડિત, ખાન પાન ઈ, કેડ બંને ભાઈઓ જ્યારે ફરવા નીકળતા ત્યારે જાણે એમ લાગતું કે કૃષ્ણ અને બલભદ્ર જ ન હોય! રામ અને લક્ષમણ જ ન હોય! બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતે. હરવા ફરવા, રમવા, જમવા જ્યાં જાય ત્યાં બંને સાથે ને સાથે જ રહેતા. કદી એકબીજાથી છૂટા પડતા નહિ. આવા સુંદર દેવકુમાર જેવા પુત્રોને જોઈને રાજા-રાણ અને પ્રજાજને બધા ખૂબ આનંદ પામતા હતાં. “ગુરૂકુળમાં ભણવા જતા કુમારે” અને કુમારે હવે ભણવાને ચગ્ય થયા જાણીને રાજા-રાણી તેમને ભણવા મૂકવાને વિચાર કરવા લાગ્યા. શુભ દિવસે મંગલ, પ્રભાતે રાજાએ ભીમસેનને ગુરૂકુળમાં ભણવા મૂકો. એ જ રીતે બે વર્ષ પછી હરિસેનને પણ એ જ ગુરૂકુળમાં ભણવા મૂકો. કુમારને ભણવા મોકલ્યા પછી રાજા-રાણીને પુત્ર વિના મહેલ સૂનું સૂને લાગવા માંડે, પણ પુત્રોને ભણાવ્યા વિના કેમ ચાલે? જે માતાપિતાઓ સંતાનના મેહમાં પડી ભણાવતા નથી તે પિતા શત્રુ છે ને માતા બૈરી છે. બંને ભાઈની બુદ્ધિ ખૂબ તીવ્ર હતી અને જન્મથી જ તેમને સારા અને ઉચ્ચ સંસ્કાર મળ્યા હતા. આથી ગુરૂકુળમાં બધા છાત્રોની વચમાં તેઓ અલગ તરી આવતા હતા. ગુરૂ જે કંઈ પાઠ આપે તે બંને ભાઈઓ એક ચિત્તે સાંભળતા. તેનું મનન કરતા અને કંઠસ્થ કરવા યોગ્ય કંઠસ્થ પણ કરી લેતા. જ્યાં શંકા પડે ત્યાં પ્રશ્નો પૂછી લેતા. ચર્ચામાં પણ બંને ભાઈઓ મોખરે રહેતા. સાહિત્ય, શસ્ત્ર અને શાસ્ત્ર દરેક વિદ્યાઓમાં બંનેને પ્રથમ નંબર આવતે બંને ભાઈ એ ગુરૂને ખૂબ વિનય કરતા. ગુરૂની જીભ ફરે ને એમના પગ ફરે. આવા શિષ્ય ગુરૂને પિતાના પુત્રથી અધિક વહાલા હોય એમાં શું નવાઈ? પિતાના વિદ્યાથીએ પિતાના કરતા વધુ વિદ્વાન બનતા જાય એ જોઈને ગુરૂ ગૌરવ અનુભવતા અને અધિક ઉત્સાહથી વધુ તાલીમ આપતા. ગુરૂએ બાર બાર વર્ષો સુધી ખૂબ જહેમત ઉઠાવીને બંને ભાઈઓને પુરૂષની ૭૨ કળાઓમાં પ્રવીણ બનાવી દીધા. એ ૭૨ કળાઓમાં સંસારનું જ્ઞાન આવી જાય છે. જ્ઞાની કહે છે કે હે જી ! તમે બધી કળાઓમાં પ્રવીણ બને પણ જે એક કળામાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy