SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ એનુ' લલાટ છાનુ રહેતુ' નથી. જ્યાં સુધી પુણ્ય જીવતુ' ને જાગતું છે ત્યાં સુધી તમારુ લલાટ ઝગારા મારશે પણ. જયાં પુણ્યની સર્ચલાઈટ ઓલવાઈ ગઈ ત્યાં એ પ્રકાશ મધ થઈ જાય છે. A દાસનુ તેજસ્વી લલાટ જોઈ ને કલાચાર્યે મસ્તક હલાવ્યુ'. આ દૃશ્ય ભવ્યકુમારીએ જોયુ એટલે જિજ્ઞાસાથી ખેલી શુરૂદેવ ! આપે મારા નોકરને જોઇને માથું કેમ હલાવ્યુ' ગુરૂએ કહ્યું બેટા ! એ જાણવાની તારે કંઈ જરૂર નથી. રાજકુમારીએ કહ્યું–ગુરૂદેવ ! આપે મને કહેવુ' જ પડશે. ગુરૂએ કહ્યુ –દીકરી ! તને કહેવા જેવુ' નથી. જાણવાથી તને દુ:ખ થાય તેમ છે. રાજકુમારી કહે ભલે મને દુઃખ થાય પણ વાત તે તમારે કહેવી જ પડશે. રાજકુમારીએ તેા હઠ પકડી. કહેવત છે ને કે શ્રીહઠ, ખાળહઠ, રાજહઠ અને જોગીહઠ એ ચાર હઠ છોડાવવી મુશ્કેલ છે. તે રીતે આ રાજકુમારી હઠે ચઢી એટલે કલાચા ને કહેવુ' પડયુ. કલાચાર્યે રાજકુમારી સામે જોઈ ને કહ્યું, તમે કહેા છે તે સાંભળેા. આ નાકર તમારા પતિ બનવાના છે. કુંવરીએ ગ થી કહ્યું અને નહિ. ખનવુ અશકય છે. બહેન ! તમારા ભાગ્યમાં એમ જ લખાયેલુ છે. ભાગ્યમાં લખાયેલુ' હાય તેમાં ફેરફાર કરવા કઈ શક્તિમાન નથી. આ સમયે અભિમાનથી અક્કડ બનેલી કુમારીએ ગવથી કહ્યું. ગુરૂદેવ ! હું મારા ભાગ્યને પટાવી નાંખીશ. કલાચાની ભવિષ્યવાણી સાંભળીને રાજકુમારીના ક્રોધને પાર ન રહ્યો. ક્રોધથી ધમધમતી એ રાજમહેલમાં પહોંચી. “ભાગ્યચક્ર ફેરવવા ઈચ્છતી રાજકુમારી'' :– રાજકુમારી રૂપરૂપના અ’બાર હતી. બુદ્ધિવંત અને ચાલાક હતી. તેટલી હઠીલી પણ હતી. એણે મનમાં નક્કી કર્યુ કે આ નાકરને કોઇ ઉપાયે મરાવી નાંખુ પછી મારા લગ્ન એની સાથે થશે જ કયાંથી ? એટલે ખાવાપીવાનુ` છેડીને રાજમહેલના એક અધારા ઓરડામાં રીસાઈને સૂઈ ગઈ. માતાપિતાને એ ખૂબ લાડકી હતી. તેમને ખખર પડી કે દીકરી તા રીસાઈ ને અંધારા ઓરડામાં સૂઈ ગઈ છે, એટલે માતા-પિતા પેાતાની લાડકવાયી કુંવરીની પાસે આવીને કહે છે બેટા! તને શું દુઃખ છે કે આમ અન્નજળના ત્યાગ કરીને અહી સૂઇ ગઈ છે? કુંવરીએ કહ્યું–હુ કહુ. તેમ કરવાનું મને વચન આપે। તે જ હું અન્નપાણી લઇશ, નહિતર આ દેહના ત્યાગ કરીશ. માતાપિતાએ કુંવરીના અડગ નિશ્ચય જોઈને કહ્યુ' તું કહે તેમ કરીશું'. વિના સ'કોચે કહે. કુ'વરીએ કહ્યુ' તા તમે મારા આ નોકરને કઈ પણ રીતે મરાવી નાંખેા. રાજારાણીએ કહ્યુ બેટા ! આ નાકર તા કેવા સીધાસાદા ને વિશ્વાસુ છે. એને શુ વાંક છે? એણે તને કઈ કહ્યું છે? તારા સામે કુદૃષ્ટિ કરી છે? શુ છે તે જલ્દી કહે. ભવ્યકુમારીએ કહ્યુ.-મારા કલાચાર્યે તેનુ' ભવિષ્ય સાંખ્યું છે કે એ મારા પતિ થશે. તે મારે આ પતિ ન જોઈએ. મારે તા મારુ ભવિષ્ય પાવી નાંખવુ' છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy