________________
શારદા સિદ્ધિ રણજિતસિંહ રાજા પ્રજાના હિતસ્વી હતા. આ રાજાને એક વખત શરીરે મોટા બળીયા પધાર્યા એટલે એમનું રૂપ નષ્ટ થઈ ગયું. સાથે એક આંખ પણ ચાલી ગઈ, પણ આત્માનું સૌદર્ય કે તેજ ઝાંખુ પડયું ન હતું. પ્રજા તે તેમને દૈવી પુરૂષ તરીકે માનતી, અને એમના નામને જાપ જપતી. એમના પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતી. આપણે શ્રદ્ધા ઉપર વાત ચાલતી હતી. રણજિતસિંહ રાજાની શ્રદ્ધાએ પ્રજામાં ચમત્કારો બતાવેલા. લોકે એમની માનતા માનતા હતા. શ્રદ્ધા ચીજ એવી છે કે લોક માનસમાં સત્યનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ મહારાજા માટે, પણ એવી અફવા ફેલાયેલી હતી કે મહારાજાનું શરીર તે પારસનું બનેલું છે. પારસમણિ એટલે તે તમે સમજી ગયા ને? જેને સ્પર્શ કરવાથી લેતું પણ સોનું બની જાય.
શ્રદ્ધાને ચમત્કાર” –એક વખતને પ્રસંગ છે. આ વાત લાહોરમાં રહેતા એક ગરીબ વૃદ્ધા માડીના કાને પહોંચી, એટલે ડોશીમાને ગરીબી ભર્યા જીવનમાં જાણે સોનાને સિતાર ઝળહળી ઉઠશે. એના ઘરમાં એક લોખંડની થાળી હતી. એના મનમાં થયું કે આ થાળી જે મહારાજાના શરીરે સ્પર્શ કરાવી દઉં તે મારું દરિદ્ર ટળી જાય, પણ એ ગરીબ ડેશીને જ્યાં મહારાજાને ભેટે થે મુશ્કેલ હોય ત્યાં અનેક માણસેથી ઘેરાયેલા રાજાના શરીરને સ્પર્શ પિતાની થાળીને કયાંથી કરાવી શકે? પણ એને શ્રદ્ધા હતી કે મને કયારેક તે મહારાજાના દર્શન થશે ને મારી ઈચ્છા ફળીભૂત થશે જ. ખરેખર શ્રદ્ધાના સહારે ડેશીમાની શ્રદ્ધા ફળી. સમાચાર મળ્યા કે રણજિતસિંહ માંરાજા દરબારી સ્વાગત સાથે લાહેર પધાર્યા છે. ડોશીમાના વર્ષોનું સ્વપ્ન સાકાર બનવાની અણી ઉપર આવી પહોંચ્યું. ડેશીમાનું દિલ મહારાજા પાસે આવવા તલસી રહ્યું હતું, પણ કરચલીઓથી ઘેરાયેલો દેહ પાછું પડતું હતું, છતાં સેનાની આશાએ દેહને ઘસડે જતી હતી. ડોશીમા એક થેલીમાં થાળી લઈને ઉતાવળા પગલે રાજભવનમાં પહોંચ્યા પણ મહારાજા પાસે પહોંચવું મુશ્કેલ હતું. ભરી સભામાં આવા ગરીબ ડેશીમાને કોણ જવા દે, છતાં હિંમતથી ડોશીમા આગળ વધ્યા, પણ અધવચ્ચે જ પહેરેગીરે દરવાજા આગળથી આગળ જતા અટકાવ્યા. આ દશ્ય મહારાજાએ જોયું. એમના મનમાં થયું કે આ ડેરીમાં ગરીબ લાગે છે. નક્કી કઈ આશાથી મારી પાસે આવવા ઈચ્છે છે, એટલે મહારાજાએ પટાવાળાને ઈશારો કર્યો. રાજાને ઈશારો થતાં ડોશીમાને અંદર જવાની રજા મળી ગઈ. ડોશીમા તે સભામાં આવીને મહારાજાની બાજુમાં બેસી ગયા, એટલે ગરીબોના બેલી મહારાજાએ પૂછયું, માતાજી! આપને અહીં રાજસભામાં કેમ આવવું પડયું? ડોશીમાએ કંઈ જવાબ ન આપે પણ મળેલો કે ચૂકી ન જવાય એ માટે થેલીમાંથી લોખંડની થાળી કાઢી મહારાજાના શરીરે ઘસવા માંડી. આ જોઈને મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું. સભાજને પણ આનું રહસ્ય સમજી શક્યા નહિ. મહારાજાએ ફરીથી પૂછયું. મા ! આપને શું જોઈએ છે? આપ આ