________________
માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મેકલ્યા. જીવનમાં સુસંસ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પિઝેટીવ વાયરના તારો જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય ! તેમ આપણું શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતાપિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમના પૂર્વના સંસ્કારોના કિરણે પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કુલમાં છે ગુજરાતી સુધી અભ્યાસ કર્યો અને સાથે સાથે જૈનશાળામાં જઈ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા.
શારદાબહેન બાળપણમાં સ્કુલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની બાલ સખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળ કયાંય રસ લેતી નથી. તેનું મન ક્યાંય ચોંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરૂષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ-રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનેભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસંગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર, માનવીને જિંદગીને શે ભરોસે ! મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેઈને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવ જીવનની મહત્તા છે, આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતા-પિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસાર ભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કેલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિમતી અલંકારોથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયુ પિતાની લાડીલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી.
“શાસન શિરોમણું મહાન રત્નચંદ્રજી ગુરૂદેવનો સમાગમ” –સંવત ૧૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરોમણી, જિનશાસન નમણી ચારિત્ર ચુડામણી આચાર્ય બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદાબહેનને વૈરાગ્ય વધુ દઢ બન્ય પૂ. ગુરૂદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે, તેથી તેમણે શારદાબહેનને બોલાવીને કસોટી કરી. હે બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખ અને રંગરાગ છેડવા સહેલા નથી. બાવીસ પરિષહ સહન કરવા મુકેલ છે. બહેન! તારી ઉંમર સાવ છોટી છે. આત્મવિતિને માર્ગ ઘણું સાધના માગે છે. તમે આ બધું કરી શકશે ?