SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ | શારદા શિરેમણિ અર્પણ તે થઈએ છીએ, પણ અર્પણતામાં ભેદ રાખીએ છીએ. પારસમણી લેઢાને સેનું બનાવે પણ જે પારસમણને કાગળ વીંટેલે હોય તે લાખંડને સોનું ન બનાવે, તેમ આપણે પણ ગુરૂ પાસે જઈએ છીએ. ભક્તિથી મસ્તક નમાવીએ છીએ, છતાં ભક્તિમાં ભેદ હશે ત્યાં સુધી કલ્યાણું દૂર છે. છઠું અંગ જ્ઞાતાજસૂત્ર. તે ડાબી જાંધ સમાન છે. સાતમું અંગ છે ઉપાસકદશાંગ સૂત્ર. તે જમણા પડખા સમાન છે. (૮) અંતગડસૂત્ર ડાબા પડખા સમાન (૯) અનુત્તરપપાતિક સૂત્ર જમણું ભૂજા સમાન (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર ડાબી ભૂજા સમાન (૧૧) વિપાક સૂત્ર ગરદન સમાન (૧૨) દષ્ટિવાદ સૂત્ર મસ્તક સમાન છે. આ રીતે ૧૨ અંગને શરીરના અંગો સાથે સરખાવ્યા છે. આપણે સાતમું અંગ ઉપાસકદશાંગ સૂત્રનો અધિકાર લે છે. આ સૂત્રમાં ધમકથાનુયેગનું વર્ણન કરેલ છે. સમસ્ત સૂત્રોને ચાર અનુયાગમાં વિભક્ત કરેલા છે. અર્થાત એમ કહીએ કે ચાર શૈલીઓમાં ભગવાને મોક્ષમાર્ગને ઉપદેશ આપ્યો છે. (૧) ચરણ કરણાનુગ જેના વડે સંસારરૂપી સમુદ્રને સામે કિનારે અર્થાત ચૌદમું ગુણથાન પ્રાપ્ત થાય તેને ચરણ (મૂળગુણ) કહે છે. વ્રત આદિને પણ ચરણ કહે છે. તે ૭૦ પ્રકાર છે. ૫ વ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યવાડ, ૩ રત્નત્રય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ૧૨ તપ, ૪ કોધ, માન, માયા લેભને નિગ્રડુ આ ૭૦ ચરણના ભેદ. ચરણની જે પુષ્ટિ કરે તે કરણ કહેવાય. અર્થાત્ ઉત્તરગુણ કહેવાય છે. પિંડવિશુદ્ધિ આદિ કરણ કહેવાય છે. તેના પણ ૭૦ પ્રકાર. ૪ પિંડવિશુદ્ધિ, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિયા, પ ઇનિદ્રયનિગ્રહ, ૨૫ પડિલેહણ, ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ આ ૭૦ કરણનભેદ. જેમાં ચરણ-કરણનું પ્રતિપાદન કરવામાં આવે છે તે ચરણ-કરણાનુયોગ છે. આ અનુયોગમાં આઠ સૂત્ર છે. આચારંગસૂત્ર, પ્રશ્નવ્યાકરણ, દશવૈકાલિક, બૃહકલ્પ આદિ ચાર છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર. (૨) ધર્મકથાનુગ : ધર્મનું કથન એવા ધર્મકથાના અનુયેગને ધર્મકથાનુગ કહે છે. જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અનુત્તરવવાઈ, વિપાસૂત્ર, ઔપપાતિક, રાયપ્રક્ષીય, નિરયાવલિકા આદિ પાંચ સૂત્ર, ઉત્તરાધ્યયન આ ધર્મકથાનુગ છે. (૩) ગણિતાનુયોગ : ગણિતના વિષયમાં ભગવાને જે અર્થાગમનું પ્રતિપાદન કર્યું તેને ગણિતાનુગ કહે છે. જંબુદ્વીપપન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ આ ગણિતાનુગ છે. (૪) દ્રવ્યાનુયોગ : જેમાં જીવ આદિ છ દ્રવ્યનું, નવ પદાર્થોનું, તેને જ્ઞાનાદિ ગુણોનું વિવેચન અથગમને અનુસાર છે તે દ્રવ્યાનુયોગમાં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ સમવાયાંગ ભગવતી સૂત્ર, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદીસૂત્ર, અનુગ દ્વાર, આદિ સૂત્રો છે. આ ચાર અનુગમાં ભગવાને કયા ભાવો બતાવ્યા છે તે સમજીએ. દ્રવ્યાનુયોગમાં આત્માનું એટલે ચેતનનું તથા અચેતન દ્રવ્યનું કવરૂપ બતાવ્યું છે. એના મેગે સમ્યકત્વ એવું નિર્મળ બને કે પરિણામે આત્મામાં સારા ભાવ પ્રગટ્યા વિના ન રહે. ગણિતાનુગ એવો છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy