SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ) [ ૧૯ થયા તે બધાએ સૌથી પ્રથમ આચારાંગનો ઉપદેશ આપ્યો છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં જે તીર્થકર વિદ્યમાન છે તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો ઉપદેશ આપે છે. આચારાંગના સૂત્રને સર્વપ્રથમ સ્થાન આપવાનું કારણ દર્શાવતા કહે છે કે મોક્ષના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા માટે આચારની જરૂર છે. આ સૂત્રમાં એટલા ગહન ભાવ ભર્યા છે કે જાણે ગાગરમાં સાગર ભરી દીધું ન હોય! આચારંગ અધ્યાત્મની અમૂલ્ય નિધિ છે. જાગૃતિનું જીવનસૂત્ર છે. આત્યંત ગુણરત્નને રનાકર છે. આત્માના મૌલિક ગુણોને વિકસિત અને પલ્લવિત કરવાની એમાં વિપુલ સામગ્રી છે. આ સૂત્રમાં સાધુના આચાર શું છે? તેમને કરવા જેવું શું છે આવા ભરપૂર ભાવોથી ભરેલું સંતને સતત જાગૃત કરતુ એવું આ પહેલું આચારાંગ સૂત્ર છે. આ સૂત્ર માતા સમાન, છે. શરીરના જમણા પગની સમાન છે. બીજુ અંગ છે સૂયગડાયંગ સૂત્ર. જેમાં સાધુને શિક્ષા આપી છે. આ અંગ ડાબા અંગ સમાન છે. તેને પિતાની ઉપમા આપી છે. આ સૂત્રમાં સાધકને શિક્ષા આપતાં ન્યાય આપીને સમજાવ્યું છે. तमेव अवियाणंता विसमंसि अकोविया । મંછાં વેરાઝિયા વેર, રસમચાર મે | સૂ. અ. ૧. ઉ. ૩ ગાથા ૨. વૈશાલિક માછલી પાણીમાં પૂર આવે ત્યારે તણાઈને કિનારે આવે છે. પાણીના જોશ ઘટી જવાથી તે સમુદ્રના પાણીમાં પાછી જઈ શકતી નથી. તેના મરાય કાદવમાં , ભરાઈ જાય છે અને ખેંચાય છે, પછી તે ત્યાં તરફડિયા મારે છે. ચીસ પાડે છે. તે સમયે માંસના અથી ઢંક અને કંખ નામના પક્ષીઓ તે માછલીના શરીર પર ચાંચ મારે છે. તેની ચાંચ તલવારની ધાર જેવી હોય છે. તે તીણું ચાંથી માછલીને વીધી નાંખે છે. ત્યાં માછલી મૃત્યુને શરણ થાય છે. આ રીતે જે સાધક આધાકમી આહારને ભોગવે છે તેની દશા વૈશાલિક માછલી જેવી થાય છે. માછલીને ડંક અને કંખ નામના પક્ષીઓ વીંધી નાખે છે તેમ આધાકમી દેષિત આહારથી બાંધેલા કર્મો જીવને વીધી નાંખશે. આ રીતે સૂયગડાચંગ સૂત્રમાં સાધકને આત્મલક્ષી સુંદર શિખામણો આપી છે. ત્રીજુ અંગ છે ઠાકુંગસૂત્ર. તે જમણું પીંડી સમાન છે. તેમાં ૧થી૧૦ બેલેનું વર્ણન આવે છે. શું સમવાયંગ સૂત્ર પણ ભાવથી ભરપુર છે તે ડાબી પીંડી સમાન છે. પંચમ અંગ છે મૈયા ભગવતી. તેને વિવાહુ પન્નત્તિ પણ કહેવાય છે. તે જમણી જાંઘ સમાન છે. તેમાં ૩૬૦૦૦ પ્રીને ગૌતમ સ્વામીએ પૂછેલા છે. એ સૂત્ર વાંચતા મનમાં થાય કે ભગવાને ગૌતમ સ્વામીને હે ગોમા ! હે મારા અંતેવાસી ! આ શબ્દોથી સંબોધ્યા છે. તે કેટલા ભાગ્યવાન કે પ્રભુના મુખેથી વારંવાર તેમનું નામ બોલાય. તેમનામાં વિનય વિવેક કેટલે હશે ! ગુરૂભક્તિમાં કેવા તરબળ હશે! ગુણોથી ગુરૂના હૃદયમાં કેવું સ્થાન જમાવ્યું હશે ! મારા ભગવંતની આજ્ઞા એ જ મારું જીવન અને પ્રાણ છે. આવા ગુણના પ્રભાવે અંતેવાસી શબ્દ વાપર્યો હશે. અપણુતા વગર તર્પણતા ન મળે. આપણે ગુરૂને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy