SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૯૦૭ નથી, તેથી સંસારમાં રખડી રહ્યો છે. જેને પિતાનો રોગ સાલે છે તે દૂર કરવા માટે ડોકટર પાસે જાય છે. કદાચ ડેકટરને કઈ રોગ હોય પણ દદીને ડૉકટરનો રોગ દેખાતે નથી. તેની દષ્ટિ પિતાના દર્દી તરફ હોય છે. રોગી ડૉકટર પણ બીજાને નિરોગી બનાવી શકે છે પણ જે નિરોગી બનવા જાય તેને નિરોગી બનાવે પણ ગામગપાટા મારવા જાય તેને નિરોગી કેવી રીતે બનાવી શકે ? તમે સંતો પાસે વાતો કરવા આવે છે કે રોગ મટાડવા ? વીતરાગની આજ્ઞામાં વિચરતા સાચા સંતો મળ્યા છે તો રોગીમાંથી નિરોગી બની જાવ અને સાચા સુખને પામી જાવ. એ ગુરૂજી રે... ચીધોને સુખની કેડી (૨) દુનિયાને ભૂલીને, ધર્મ કરીને, લેવી છે મુકિતની મેડી....ચીને સુખની જ્યારે ભવરગ ખટકશે ત્યારે આત્મા પિકાર કરશે; હે ગુરૂદેવ ! આપ મને સુખની કેડી બતાવો. હવે મને બીજું કાંઈ નથી જોઈતું. હું ખૂબ ભટક છું. હવે મને આત્માની ભૂખ લાગી છે, જ્યારે ભવ ખટકશે ત્યારે આત્મા પાપથી અટકશે. પાપથી અટકશે ત્યારે ભવરગમાંથી મુક્તિ મેળવશે. પાપથી સર્વથા અટકવા માટે આનંદ શ્રાવક પૌષધશાળામાં ગયા. ભૂમિ આદિનું પ્રતિલેખન કરીને દાભને સંથારો કર્યો. બેસવાનું આસન પણ દાભનું બનાવ્યું. દેવાનુપ્રિયે ! જેને ત્યાં કેટલી સંપત્તિ હતી. મશરૂની રજાઈમાં સૂનારા આજે દાભની પથારીમાં સૂવા તૈયાર થયા. દેહને રાગ કેટલો છૂટ હશે ત્યારે આટલું બધું છોડી શકે ? આનંદ શ્રાવક પૌષધશાળામાં એકલા છે છતાં તેમને હવે એવું નથી લાગતું કે હું એકલું છું. જેને આત્માને રંગ લાગે તે બધાની વચ્ચે રહેવા છતાં હું એકલું એમ ચિંતન કરે. આ જગતમાં મારું કોઈ નથી. હું કોઈનો નથી. હું એકલે આવ્યો છું ને એકલે જવાને છું. જ્યારે એકલે હોય ત્યારે મનમાં એમ વિચારે કે હું એકલે નથી. મને, મારી ભૂલને જેવાવાળા અનંતા સિદ્ધ ભગવંતે, તીર્થકર ભગવંત અને કેવળી ભગવંતે છે. આ રીતે આનંદ શ્રાવક પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મચિંતનમાં લીન બની ગયા અને ભગવાને બતાવેલ ધર્મ પ્રજ્ઞપ્તિ એટલે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરવા લાગ્યા, ત્યાર પછી આનંદ શ્રાવક શ્રાવકની ૧૧ ડિમા ધારણ કરીને રહેવા લાગ્યા. તેમાં પહેલી છે દર્શન પડિમા. અભિગ્રહ વિશેષને પડિમાં કહે છે. દર્શનને અર્થ છે શ્રદ્ધા અથવા સમ્યક્ દષ્ટિ. આત્મ ઉત્થાન માટે પહેલા સમ્યફ દષ્ટિ એટલે સમ્યક્ત્વની જરૂર છે. દર્શનપડિમાને અર્થ એ છે કે દેવ અરિહંત, ગુરૂ પંચ મહાવ્રતધારી ગુરૂ અને કેવળી પ્રરૂપિત ધર્મ તેમાં દઢ વિશ્વાસ, દઢ શ્રદ્ધા, શંકા, કંખા આદિ પાંચ અતિચાર રહિત સમ્યકત્વનું પાલન કરવું તે પહેલી દર્શન પડિમા. આ પડિમા એક માસની હોય છે. આનંદ શ્રાવક ઘરમાં હતા ત્યારે સમ્યકત્વ અંગીકાર કરતા રાજા, ગણ, માતાપિતા આદિના આગ્રહથી કંઈક
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy