SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૬ ] [ શારદા શિરમણિ કર્મોના બંધનમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી જાગી છે એવા આનંદ શ્રાવકે પિતાના ઘરને બધો ભાર પિતાના જ્યેષ્ઠ પુત્રને સેપ્યો. તપ of સે ગઈ કમળોવારણ जेटुं पुत्तं मित्त, नाई आपुच्छइ २ त्ता सयाओ गिहाओ पडिणिक्खमइ रत्ता वाणिय જામં ન મળ્યું મvi ઉનાઇઝર ૨ ત્તા | પછી આનંદ શ્રાવક પિતાના મોટા પુત્ર, મિત્ર તથા જ્ઞાતિજનોની અનુમતિ લઈને ઘરની બહાર નીકળ્યા. વાણિજ્ય ગામ નગરની મધ્ય મધ્યમાં થઈને જ્યાં કેટલાક સંનિવેશ હતો, જ્યાં સાતકુલ તથા જ્ઞાનકુલની પૌષધશાળી હતી ત્યાં પહોંચ્યા. પૌષધશાળાની ભૂમિનું પ્રતિલેખન કર્યું તેમજ ઉચ્ચાર પાસવણ ભૂમિનું પ્રતિલેખન કર્યું, પછી દાભના સંથારા પર બેસીને પૌષધ લઈને ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. આજે જ ઘણી વાર વાતે મોટી મોટી કરે છે પણ આચરણ કરતા નથી. આનંદ શ્રાવકે બધાની સમક્ષ જેવી વાત કરી તેવું તરત આચરણ કર્યું. તેમણે સંસારની સર્વ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધી. શે કેશના રમકડાથી ભૂખ ન ભાંગે તેમ માત્ર વાત કરવાથી કલ્યાણ ન થાય પણ આચરણમાં લઈએ તે કલ્યાણ થાય. ડૉકટરની પાસે દર્દી એ આવે અને મિત્રો પણ આવે. મિત્ર કે વેપારીઓ ઓછા આવે અને દર્દીઓ ઝાઝા આવે. આ બંને જાતના માણસો ડૉકટર સાથે વાત કરશે પણ તેમની વાતોમાં, વિચારોમાં મતભેદ હશે. દર્દીઓ ડોકટર પાસે પોતાના દર્દીની વાત કરશે; મને આ રોગ થયેલ છે. તે જલદી મટે તેવી મને દવા આપ. ઑકટર દદીની વાત સાંભળશે, તેને રોગનું નિદાન કરશે અને ગ્ય દવા આપશે. મિત્રો કે વેપારી આવે છે તે ડૉકટરને મળવા અને વાત કરવા માટે આવે છે. તે દુનિયાભરના વેપારની, ધંધાની વાત કરશે. તે ડૉકટરની બાજુમાં બેઠા છે છતાં પિતાના રોગની વાત નહિ કરે. રોગ હોવા છતાં રોગની વાત ન કરે તે રોગ જવાનો નથી. તમે કેવી રીતે જશે ? દર્દી રૂપે કે મિત્ર રૂપે ? જ્ઞાની ભગવંતો આપણને એ સમજાવે છે કે ગુરૂ ભગવંતો ભાવ રોગના ડૉકટર છે. તમે તેમની પાસે કેવી રીતે જાઓ છો ? દદી તરીકે કે મિત્ર રૂપે ? દદી બનીને કયારેય ગયા છે ખરા ? ગુરૂદેવે પાસે જઈને મનના કે આત્માના રોગની વાત કરી છે ખરી ? વાત કરી તે હસતા હસતા કે રડતા રડતા? તે રોગને દૂર કરવાની દવા માંગી છે ખરી? જે દદી બનીને જશો તે તમારા ભાવ રોગનું નિદાન થશે. તેમની પાસે દર્દની રજુઆત કરવી પડશે. હે ગુરૂ ભગવંત! મારે આત્મા અનંતકાળથી જન્મમરણ કરી રહ્યો છે અને ચાર ગતિમાં રંટની માફક ફરી રહ્યો છે. હવે હું આ ભવમણના રોગથી કંટાળી ગયો છું. હવે મારે આ દર્દથી છૂટકાર લે છે. મને હવે કોઈ તૃષ્ણા, ઈચ્છા કે જિજ્ઞાસા નથી. આપ મને ભવને રોગ મટે એવી ઔષધિ બતાવે. અનંતકાળથી જીવ રખડે છે તેનું કારણ એ છે કે તેને ભવગ હજુ ખટકો નથી. તીર્થકર કે કેવળી ભગવંત પાસે ગયા હશે પણ ભવરોગ મટાડવાની વાત કરી નથી. કદાચ વાત કરી હશે તે આચરણ કર્યું
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy