SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૬ ] [ શારદા શિરેમણિ આત્મહત્યા શા માટે છે એ વાત જે જાણવા મળતી હોય તે ભલે કામ કરે. એમ વિચારીને જલદીથી ઉપર ગયે ને પિટલી લઈને જલદી નીચે આવતો રહ્યો. બસ, હવે છેલ્લું એક કામ કર. મિત્ર! તું બતાવે તે એક નહિ પણ હજાર કામ કરવા તૈયાર છું પણ હવે તું જલદી તારા દુઃખની વાત કર. બહારથી બારણું ખોલવા માટે ઉતાવળ કરે છે. બધા બૂમાબૂમ કરે છે કે જલદી બારણું ખોલે. બહાર બધા તારી રાહ જોઈ રહ્યા છે. હવે તું પાંચ મિનિટ બાજુના રૂમમાં જતા રહે. શા માટે ? તું બધા આવા નવા નવા બહાના કાઢીને મને છેતરવા માંગે છે. મને દૂર કરીને તું બળી મરે છે ? હું તારો મિત્ર, તેથી બધાએ મારા પર વિશ્વાસ રાખીને અંગત વાત જાણવા અંદર મોકલ્યો છે. તું મને દૂર કરીને કંઈ કરે તો મારે રાજને હું બતાવવું? જવાબ શું આપ ? બધા મને મુખ જ કહે ને! પુણ્યસાર ! હું તને કોલ આપું છું કે હું કાઈ નહિ કરું. તું થોડી વાર રૂમમાં જા. ગુણસુંદરના કહેવાથી પુણ્યસાર ગયે તે ખરે. આ બાજુ ગુણસુંદર પિોટલીમાંથી કપડા કાવ્યા. તેણે પુરૂષ વેશ ફગાવી દીધું અને લગ્નને દિવસે જે પિશાક પહેર્યો હતો તે કપડાં પહેરી લીધા. સ્ત્રીના કપડા પહેરીને પુણ્યસાર જ્યાં ઉભે હતો ત્યાં જઈને ચરણ સ્પર્શ કર્યો. અરે ! તું તે ગુણસુંદરીને ! તું મારી પત્ની ! તે ઓળખી ગયે. પ્રિયા તુમારી તમે જે પરણી, તેરણ દ્વાર તજી આવ્યા. તુમ ચે કારણ વેશ ર, આવી તુમ શોધણ કારણ... ગુણસુંદરીએ કહ્યું-હા સ્વામી ! લગ્ન કરીને અડધી રાત્રે બધાને રડતા મૂકીને ચાલ્યા ગયા હતા તે અભાગણી હું છું. તમને શોધવા માટે મેં આ પુરૂષ વેશ પહેર્યો હતો. ગુણસુંદરી અને પુણ્યસાર વચ્ચે બધે ખુલાસે થયે. હવે અગ્નિસ્નાન કરવાનું બંધ રહ્યું. બહાર રાજા, નગરશેઠ બધા અકળાઈ ગયા છે. નગરશેઠે બારણું ખખડાવ્યું પુણ્યસાર કહે-અત્યારે વાત કરવાનો સમય નથી. જે બહારથી બારણું ખખડાવે છે. બધા રાહ જોઈને બેઠા છે. પુયસારે બારણું ખોલ્યું. નગરશેઠ પૂછે છે બેટા ! તને કઈ વાત જાણવા શાળી કે નહિ? પિતાજી ! હું બહાર આવું છું. એમ કહીને પુણ્યસાર અને ગુણસુંદરી બંને સાથે બહાર ગયા. લેકે તે આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. આ સ્ત્રી કેણ છે? તે વળી કયાંથી આવી ? બધા કહે-પુણ્યસાર! તારી સાથે આ કોણ છે? ગુણસુંદર કયાં ગયે? તુ વળી આ સ્ત્રીને લઈને કયાંથી આવ્યો ? બધા બોલવા લાગ્યા. ગુણસુંદર કયાં ? ગુણસુંદર કયાં ગયો ? પુણ્યસારે પિતાની બધી વાત કરી. આ જ ગુણસુંદર છે. અત્યાર સુધી તેણે પિતાની જાતને છૂપાવી હતી. તે તેના પતિને શોધવા છ છ મહિનાથી સ્ત્રીને વેશ બદલીને પુરૂષને વેશ પહેરીને આવી હતી. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે છ મહિનામાં જે મારે પતિ મળે તે ઠીક ન મળે તે અગ્નિસ્નાન કરવું પણ હવે તે તેમ નહિ કરે. તે મારી પત્ની ગુણસુંદરી છે. હવે પુણ્યસાર શું વાત કરશે તે અવસરે. આસો સુદ પૂનમને સોમવાર : વ્યાખ્યાન નં. ૯૭ : તા. ૧૮-૧૦-૮૫ મહાન મંગલકારી આરાધનાના મંગલ દિવસમાં આજે આયંબીલની ઓળીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy