SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૮૭૫ આ બધું તેા મારે મૂકીને જવાનુ છે. આ બધુ છેાડવા જેવુ છે. મને એવે અવસર કયારે આવે કે હું આ પાપમાંથી છૂટુ`. ઉપવાસ આદિ ધર્મક્રિયા કરવામાં ઉલ્લાસ આવશે તેા અનતા કર્મોની નિર્જરા થશે. આનંદ શ્રાવકના અતિ ઉલ્લાસ, આનંદ, હષ જોઈને શિવાન દા પૂછે છે નાથ ! આટલી જિંદગીમાં મેં કયારે પણ તમારા મુખ પર આટા આનંદ કે ઉલ્લાસ જોયા નથી. તે આજે શું છે? આનંદ શ્રાવકે કહ્યું-તને શું વાત કરું! હું આજે ભગવાનના સમેસરણમાં ગયા હતા. ત્યાં ભગવાનના દર્શન કર્યાં. તેમની વાણી સાંભળી, વાણી સાંભળતા મારા મિથ્યાત્વના ઝેર નીકળી ગયા. સમ્યક્ત્વનેા દીપક આત્મામાં પ્રગટી ગયા. દન કરતા દેશના સાંભળતા રોમેરોમમાં આનંદ પ્રગટયા; તેથી અધિક આનંદ વ્રત અંગીકાર કરતા આવ્યેા. જે આનંદ અવનીય, અકથનીય છે. આપણી પાસે ૧૨ ક્રોડ સાનામહેારા છે. ચાલીસ હજાર ગાયા છે. મકાન, માલમિલ્કત, ખેતીવાડી અને અઢળક વૈભવે છે એમાં મને જે આનંદ નથી અન્યે તેવે અનુપમ આનંદ આજે આવ્યા છે. શિવાદેવી જિજ્ઞાસાથી પૂછે છે નાથ! તમને આટલા ઉલ્લાસ છે તે ભગવાન પાસેથી શું લઈને આવ્યા છે ? તમારી શિવાનંદા તમને શું પૂછે ? તમે બજારમાં ગયા હતા તેા શું લાવ્યા છે ? પરદેશ ગયા હતા તેા મારા માટે શુ નવીન લાવ્યા છે ? ક્યારે પણ તે એવું પૂછે છે કે આજે તમે ગુરૂ ભગવ'તના દર્શને ગયા હતા અને વ્યાખ્યાન સાંભળ્યું તે તમે શુ' લઈને આવ્યા ? શિવાનંદાએ ઉમળકાભેર જિજ્ઞાસાથી આનંદ શ્રાવકને પૂછ્યું. હવે આનંદ શ્રાવક શું કહેશે તે અવસરે. ચરિત્ર : પેાશાકે પતિના પાકા કરાવેલા નિચ: ગુણસુ ંદરે પુણ્યસારને ધણા પ્રશ્નો કર્યા. પુણ્યસારને થયું કે ગુણસુંદરે મારી બધી વાત કયાંથી જાણી ? હું સાત સાત છેકરીઓને પરણીને બધાને છેડીને ભાગી આવ્યા છુ. તે શુ તેમના પિતાએ કોઇ ગુપ્તચરને શેાધ કરવા માકલ્યા હશે? છેવટે તેણે ગુણસુંદરને કહ્યું-તારું આ બધા પ્રશ્નો સાથે શુ' નિસ્બત છે ? અત્યારે તું મને એ વાત કરને કે મરવાની હઠ લઈને કેમ બેઠો છે? અત્યારે આ બધી વાતા કરવાની કે પ્રશ્નો પૂછવાના નથી. આ બધા પ્રશ્નો તુ મને નિરાંતે પૂજે. તારી મરવાની વાતથી મારું તેા કાળજુ ક ંપી રહ્યું છે અને તને તેા ક'ઈ દેખાતુ' નથી. બધી વાત છેડીને પહેલા તારી વાત કર. મિત્ર! થોડી વાર ધીરજ ધર. તારું હૈયું કંપી રહ્યું છે, રડી રહ્યુ` છે, તેને હમણાં થોડી વારમાં શાંત કરુ' છું. મારું' એક કામ કર. તું ઉપર જઈને મારી બેગમાં લીલા કડે બાંધેલી એક પાટલી છે તે લઈ આવ. પુણ્યસાર કહે− ુ નહિ જાઉં. તને મૂકીને હું ઉપર જાઉં ને પાછળ તું ખળી મ તા મારે બધાને જવાખ શું આપવા ? ગુણસુંદર કહું તને વચન આપું છું કે હું કાંઈ નહિ કરું. તું મારું આ કામ કર. ગુણસુ'દર અને પુણ્યસારના ખુલ્લા થયેલા ભેદ : પુણ્યસારને કાંઇ સમજ પડતી નથી કે આ ખ' અત્યારે શા માટે કરાવે છે? ખેર. એમ કરવાથી તેની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy