SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [ ૮૬૫ પાકી પણ જાય માટે સહન કરીને કાંટો બહાર કઢાવે છૂટકે કરશે. પગના છેક ઊંડાણ સુધી ગયેલા કાંટાને બહાર કાઢવા કેટલું બધું ઊંડે સુધી ખેતરવું પડયું ? ભલે પીડા અસહ્ય થઈ પણ ઊંડે સુધી ખેતર્યા વિના કાંટો નીકળત નહિ. આ ન્યાયથી ભગવાન આપણને સમજાવે છે अवसोहिय कंटगापह, ओहणो सि पहं महालय ।। સિમજ વિહિપા, રામજં નામ ના પાપ ઉત્ત.અ.૧૦ગા.૨૬ હે ગૌતમ ! તમે કાંટા પથરાયેલા માર્ગને છોડીને રાજમાર્ગ પામ્યા છો. એ માર્ગ શોધીને જવામાં સમય માત્રને પ્રમાદ ન કરે. ભગવંતે આ ગાથામાં દ્રવ્ય કાંટા અને ભાવ કાંટાની વાત સમજાવી છે. પગમાં જે વાગે છે તે દ્રવ્ય કાંટા છે અને મિથ્યાત્વ, અવિરતિ, ૧૮ પાપસ્થાનક આદિ ભાવકાંટા છે. દ્રવ્ય કાંટા પગમાં ભેંકાય છે અને ભાવ કાંટા આત્મામાં ભેંકાય છે. દ્રવ્ય કાંટા ક્ષણિક દુઃખ આપે છે, ભાવકાંટા એક વાર ભેંકાઈને ભવમાં દુઃખ આપે છે. દ્રવ્ય કાંટ રશૂલ છે અને એનાથી બચવું મુશ્કેલ નથી, ભાવ કાંટા સૂક્ષમ છે અને એનાથી બચવું ઘણું મુશ્કેલ છે. દ્રવ્ય કાંટા ભેંકાવાથી જે વેદના થાય છે તે સમભાવે સહન કરાય તે કર્મોની નિર્જરા થાય છે. ભાવકાંટા નવીન કર્મબંધનું કારણ હોય છે. પાપના કાંટા અનાદિકાળના જુના છે. ડગલે ને પગલે આ કાંટા વાગ્યા કરે છે. ૧૮ પાપસ્થાનક તે જાણે જીવના મિત્ર બની ગયા છે. એક તે જીવ કર્મ કરે છે અને શાહુકાર થઈને ફરે છે કે મેં પાપ કર્યા નથી. યાદ રાખજો. તમે પાપ કરીને કહેશો કે મેં પાપ કર્યા નથી પણ કર્મો તો કોઈને છોડતા નથી. કર્મો તેને અબાધાકાળ પૂરો થશે એટલે ઉદયમાં આવ્યા વિના નહિ રહે. ઉદયમાં આવેલા કર્મો ભગવ્યા વિના છૂટકો થવાને નથી. એ કર્મોને મૂળમાંથી કાઢવા માટે ઊંડે સુધી ગયા વિના ચાલે તેમ નથી. આ સંસારમાં તો પગલે પગલે પાપ અને કદમે કદમે કર્મ બંધાય છે.” માની લો કે તમને મનગમતી ટેસ્ટફુલ વસ્તુ ખાવા મળી ત્યારે તે એ ખાવામાં જણે એવા મસ્ત થઈ જાય છે કે જાણે કેઈ દિવસ એ વસ્તુ ખાધી નથી. એમાં આસક્ત બનતા જીવ કર્મ બાંધે છે. અરે, ઉપવાસ કર્યો હોય તે પણ ઘણી વાર ખાવાના વિચારે આવે છે. સંપત્તિની હાજરીમાં તે અનેક પાપ થાય છે પણ એના અભાવમાં ય એ મેળવવાના પાપ વિચારો ઓછા થતા નથી. ધર્મ સામગ્રીઓને સદ્ભાવ હોય કે પાપ સામગ્રીઓનો અભાવ હોય છતાં મન પાપમય વિચારોથી મુક્ત બની શકતું નથી કારણ કે આ પાપને વારસો અતિ જુને અને ઊંડે છે. તમે માને કે બે ચાર ઉપવાસ આયંબીલ, એકાસણા, ૨૦૦-૫૦૦ સામાયિકે કે નવકારવાળી ગણી લઈએ; એટલે અમારા કર્મો ખપી જશે પણ એમ કર્મો નહિ ખપે. સાધના કરવા છતાં જે રાગ-દ્વેષ, કષાયે ૫૫
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy