SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૪] [ શારદા શિરમણિ આનંદની અનુભૂતિ થઈ. આત્મસ્વરૂપની પીછાણ થઈ. મિથ્યાત્વને અંધકાર દૂર થયે અને સમ્યક્ત્વને પ્રકાશ ઝળહળી ઉઠયો. ભગવાન અને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા જાગી. તેમણે ભગવાનને વિનયપૂર્વક કહ્યું–અહો ! હે ભગવાન હવે આજથી મને વીતરાગ સંઘથી ભિન્ન સંઘવાળાઓને, વીતરાગ સંધથી ભિન્ન દેવને, અન્યતીથિક સાધુઓને એટલે અવસગ્ન પાર્શ્વ સ્થાને વંદન નમસ્કાર કરવા ક૫તા નથી. તેઓએ બેલાવ્યા વિના તેમની સાથે બોલવાનું, વારંવાર બોલવાનું ક૫તું નથી, તેમજ તેમને તારણહાર ગુરૂ છે એ દષ્ટિથી આહાર પાણી આપવા કલ્પતા નથી પણ જે વીતરાગની આજ્ઞા પ્રમાણે ચારિત્રનું યથાતથ્ય પાલન કરે છે, જે શાસનના સાચા શણગાર છે, પિતે તરે છે અને બીજાને તારે છે એવા શ્રમણ નિગ્રંથને સત્કાર સન્માન કરીશ. તેમને નિર્દોષ આહાર, પાણી, મેવા, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછવાનું વસ્ત્ર, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક, ઔષધ, ભેષજ આદિ ૧૪ પ્રકારનું દાન આપીશ આ ૧૪ પ્રકારના દાનમાં પ્રથમના ૮ બોલ પાટીયારા નથી એટલે આપ્યા પછી પાછા લેવાય નહિ અને પીઠ ફલક આદિ છ વસ્તુ પઢીયારી છે, દવા આદિ જરૂર હોય તે લાવીએ અને જરૂર ન હોય તે પાછી આપી દેવાય. આનંદ શ્રાવકે કહ્યું કે હું વીતરાગી સંતેને નિર્દોષ સૂઝતા આહાર પાણી આદિ ઉત્કૃષ્ટ ભાવે વહોરાવીશ. અન્ય તીથિએને તરણતારણું માનીને વહોરાવીશ નહિ. અનુકંપા નિમિત્તે આપીશ તેમાં અમુક આગાર રાખું છું. - શયામિi રાજાના અભિયોગથી અભિગનો અર્થ છે બલપ્રયોગ. જે રાજાની આજ્ઞાને વશ થઈને અન્ય મતાવલંબીઓની સાથે બેલવું આદિ કરવું પડે તે તેની છૂટ. (અહીંયા પૂ. મહાસતીજીએ કાતિક શેઠને ન્યાય આપ્યો હતે.) गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं, गुरु नग्गहेणं. वित्तिकान्तारेण. ગણુના અભિયેગથી, સેનાના અભિયોગથી, દેના અભિયોગથી, ગુરૂના અભિયોગથી અને આજીવિકાના અભાવથી કરવું પડે તો છૂટ, આનંદ શ્રાવકની શ્રદ્ધા કેટલી દઢ છે! માત્ર એક વખત ભગવાનની દેશના સાંભળી, તેનું મંથન કર્યું અને દેશવિરતિ ધર્મની આરાધના કરી. તમે આરાધનાઓ ઘણી કરે છે પણ સાચા આરાધક બની શક્યા નથી. એક ન્યાયથી સમજીએ. રસ્તામાં ચાલતા ચાલતા પગમાં કાંટો વાગી ગયો. કાંટો વચ્ચે વચ્ચે હોય તો ખબર પણ ન પડે અને પાનીમાં વાગે તે પીડા ખૂબ થાય. પગ મંડાય પણું નહિ. જેટલે કાંટો ઊંડે હોય તેટલી સોય વધુ ઊંડી જવા દેવાની. કાંટો કાઢવા માટે કાંટો કાઢનાર શરૂઆતમાં આજુબાજુનો ભાગ ખેતરશે, છતાં અંદર રહેલે કાંટો બહાર દેખાશે નહિ તો એ ભાગમાં ઊંડુ ખતરશે. કાંટો જુને અને ઊંડો છે એટલે પીડા તો ઘણી થશે. કાંટો કઢાવે છે એટલે સહન કર્યા વિના ચાલે તેમ નથી. ઘણી મહેનતે ઘણું સહન કર્યું ત્યારે કાંટો નીકળે. જે કાંટો પગમાં રહી જાય તે ૨૪ કલાકમાં કઈ વાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy