SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૨ ] [ શારદા શિરેમણિ વિનય જિનશાસનનું મૂળ છે. વિનય નિર્વાણ સાધક છે. જેનામાં વિનય નથી તેનામાં ધર્મ અને તપ કેવી રીતે ટકી શકે ? કઈ મનુષ્યમાં સેંકડો ગુણ હોય પણ વિનય ગુણ નથી તે તે બધા ગુણો ઝાંખા દેખાય છે. વિનયી આત્મા જ્યાં જાય છે ત્યાં માન સન્માન પામે છે. વિનયથી વૈરી પણ વશ થાય છે. વિનય એ એવું વશીકરણ છે કે જે બધાને પિતાના બનાવી શકે છે માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાં સૌથી પ્રથમ વિનયનું અધ્યયન બતાવ્યું છે. આજે સંસારમાં કયાંય શાંતિ નથી. ક્યાંય પ્રસન્નતા નથી, ક્યાંય સુમેળભર્યું વાતાવરણું નથી. કદાચ શાંતિ અને પ્રસન્નતા દેખાતી હોય તે તમારો મારીને ગાલ લાલ રાખવા જેવી. આ બધા કલુષિત વાતાવરણમાંથી બહાર નીકળવું હોય તો વિનયને આત્મસાત કરી લે. જ્યાં મર્યાદા જાળવવાની છે ત્યાં મર્યાદા જાળવે, પછી જુઓ, વિનયી જીવનને કે ચમત્કાર થાય છે? વિનયમાં એક વાત છે. નાનામાં નાના અને મોટામાં મોટા થઈને રહેશો. લાખ કરોડે નદીઓને પિતાનામાં સમાવી લેતે સાગર હમેશા નદીએથી નીચે હોય છે છતાં એ લાખો, કરોડે નદીઓ કરતાં મેટો ગણાય છે. મોટા બનવા માટે નાના બનવાની તૈયારી રાખે. એક વાર આ વિનયી જીવનથી સર્જાતા ચમત્કારને અનુભવ કરી જુઓ, પછી જિંદગીમાં કયારેય વિનય છોડવાનું મન નહિ થાય. જ્યાં વિનય છે ત્યાં નમ્રતા છે. પિતાના જ્ઞાનના અભિમાનનું પ્રદર્શન : અન્યદર્શનની એક વાત છે... એક વખત એક શિષ્ય ખૂબ વિદ્વતા પ્રાપ્ત કરીને પિતાના શિષ્ય પરિવાર સાથે ગુરૂને મળવા માટે આવી રહ્યો હતો. જ્ઞાન ઘણું મેળવ્યું પણ જીવનમાં અભિમાન આવી ગયું. રસ્તામાં તેને જે મળે તેની સાથે સમાચાર મોકલાવે કે મારા ગુરૂને કહેજે કે હું ખૂબ જ્ઞાન મેળવીને આપની પાસે આવી રહ્યો છું. ગુરૂને આ સમાચાર મળતાં તેઓ સમજી ગયા કે મારા શિષ્ય જ્ઞાન ઘણું મેળવ્યું છે પણ એ જ્ઞાન એને ફળ્યું નથી પણ ફૂટયું છે પણ કાંઈ વાંધો નહિ. એક વાર મારી પાસે આવી જાય, પછી બીજી વાત. શિષ્ય તે ગામના પાદર સુધી આવી ગયે. તેના મનમાં એ અભિમાન છે કે હું કેટલું જ્ઞાન ભયે છું. તેને ખ્યાલ ગુરૂને કેવી રીતે આવે? માટે સીધા ગુરૂ પાસે નહિ જતાં કઈ એવી યુક્તિ કરું કે ગુરૂના મનમાં થઈ જાય કે દુનિયામાં જ્ઞાનનો ઈજારે માત્ર મારો નથી પણ બીજાને પણ હેઈ શકે છે. આ વિચાર કરીને તે શિષ્ય પાણીને ગ્લાસ છલે છલ ભરીને પિતાના શિષ્યને આપે ને ગુરૂદેવ પાસે મેક. ભરેલે ગ્લાસ મેકલવા પાછળ તેને આશય એ હતું કે પાણીને ગ્લાસ છલે છલ ભરેલું છે, તેમાં હવે એક ટીપું પાણીની પણ જગ્યા નથી તેમ હું જ્ઞાનથી છલછલ ભરેલે છું. હવે મારામાં જરાય જ્ઞાન સમાય એવી જગ્યા નથી. શિષ્ય પાણીથી ભરેલે ગ્લાસ લઈને ગુરૂદેવ પાસે ગયા. અહંને ઓગાળવા ગુરૂએ કરેલે કીમિ : આ ગુરૂ પણ કાંઈ શિષ્યથી જ્ઞાનમાં ઉતરે તેવા ન હતા. શિષ્યને આ પાણી ભરેલ ગ્લાસ મેકલવા પાછળ આશય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy