SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મિgિ) [૮૬૧ આદિ અનેકાનેક લાભ આપે છે. વિનય એ એક આત્યંતર તપ છે. ભગવાનના પટ્ટ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ ગુરૂ ભગવંત મહાવીર સ્વામી પ્રત્યે એ વિનય ધર્મ બજાવ્યું કે એમાં અંતે કેવળજ્ઞાન પામી ગયા. વીતરાગ સર્વજ્ઞ બની ગયા. ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી હતા છતાં વિનય ગુણમાં એવા પાવરધા હતા કે પ્રભુને જે પૂછવું હોય એને જવાબ રવયં પિતે જાણતા હોય છતાં વિનયપૂર્વક પ્રભુને વિસ્મયભર્યા હદયે, આતુરતા ભર્યા દિલથી પૂછતા હે ભગવાન ! આનું આમ કેમ હશે ? પિતાની જાણકારી કરતાં ગુરૂની જાણકારી ઊંચી બતાવવી એ ગુરૂનો વિનય કર્યો કહેવાય. એથી પોતાના શિષ્ય એમ માને કે અમારા ગુરૂ ગૌતમ સ્વામી જે ભણાવે છે એના પર પ્રભુએ છાપ મારેલી છે માટે એ બરાબર છે. ગુરૂને પિતાના કરતાં ઊંચા જાણકાર બતાવવા, ગુરુનું માન વધારવું. ગુરૂને યશ અપાવ, તેમની મુખાકૃતિ વગેરે પરથી એમની ઈચ્છા જાણીને યેગ્ય કરી લઈએ આ બધા વિનય છે. વિનય એ મહાન આત્યંતર તપ ધર્મ છે. આ ધર્મ બજાવતા રહેવાથી આર્તધ્યાનથી બચી જવાય છે. અવિનયમાં આર્તધ્યાન છે, વિનયમાં ધર્મધ્યાન છે. વિનય ભાવમાં આગળ વધતાં આવડે તો એ શુભધ્યાન વધતું રહે. વિનય દ્વારા અહંકાર તૂટે અને ધર્મના દરવાજા ખુલી જાય માટે કહેવાય છે કે “વિવાહ” વિનય એ ધર્મ વૃક્ષ ઉગવા માટેનું મૂળ છે. મૂળ હેય તે ઝાડ થાય. વિનય એ ધર્મનગરને દરવાજો છે. દરવાજામાં પિસીને નગરમાં જવાય. જે દરવાજે તૂટી જાય તે બહારના ચેર, ડાકુ, લૂંટારા અંદર પ્રવેશી નગરને ખેદાનમેદાન કરી નાખે તેમ વિનય રૂપી દરવાજે તૂટી જતાં અભિમાન આદિ ડાકુઓ પેસીને ધર્મને નષ્ટ કરી નાંખે. બધા ધર્મોનું મૂળ દયા છે તેમ બધા ગુણેનું મૂળ વિનય છે. વિનય ન હોય તે કરેલું બધું નકામું જાય છે માટે બાળકોને સર્વ પ્રથમ વિનય શીખવવામાં આવે છે. વિનય એટલે સીધું પાત્ર અને અવિનય એટલે ઊંધું પાત્ર. પાત્ર સીધું હોય તે વસ્તુ એમાં રહી શકે છે અને ઊંધું પાત્ર હોય તે વસ્તુ ઢળાઈ જાય છે. આ પ્રમાણે જેનામાં વિનય છે એનામાં કાંઈ પણ નાંખે તે તરત ઝીલી લેશે અને અવિનયવાળા માણસમાંથી એ ઢોળાઈ જશે. અર્થાત તેનામાં ગુણ ટકી શકશે નહિ. જેમ જેમ વિનય કેળવશો તેમ તેમ જ્ઞાન જીવનમાં ન રંગ લાવશે. વેત કપડા ઉપર ગમે તે રંગ ચઢાવશે તે જલદી ચઢી જશે તેમ જેનું મન વિનયશીલ છે તેના ઉપર જ્ઞાનનો રંગ જલ્દીથી ચઢી શકે છે. તેને જ્ઞાન જલદી આવડે છે. જેનામાં વિનય છે તે આગળ વધી શકે છે. વિનય એ તે મેશનું એક સાધન છે. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દશનથી ચારિત્ર અને ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે. એ મેક્ષનો અધિકારી બને છે. વિનય માટે કહ્યું છે કે विणओ जिणसासण मूलं, विणओ. निव्वाण साहगो । विणओ विप्यमुक्कस्स, कुओ धम्मो कुओ तवो ॥
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy