SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ ] [ શારદા શિમણિ बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे । સંવરજી મકિશમિયા, છાણા ૨ or | ઉત્ત.અ.૩૬ગાથાર ૫૭ ઉત્કૃષ્ટ સંલેખણ બાર વર્ષોની, મધ્યમ સંલેખણે એક વર્ષની અને જધન્ય સંલેખણું છ માસની હોય છે. દ્રવ્યની અપેક્ષાએ શરીરને તથા ભાવની અપેક્ષાએ કષાને કૃશ કરવા એનું નામ લેખણ છે. આ સંલેખણ ઉત્તમ, મધ્યમ અને જધન્યના ભેદથી ત્રણ પ્રકારની હેય છે. બાર વર્ષ પ્રમાણ કાળ સુધી જે સંલેખણું ધારણ કરવામાં આવે છે તે ઉત્તમ સંખણું છે. એક વર્ષ પ્રમાણ કાળ સુધી જે ધારણ કરવામાં આવે છે તે મધ્યમ સંલેખણા છે અને છ મહિના સુધી જે આચરવામાં આવે છે તે જઘન્ય લેખણ છે. ઉકૃષ્ટ સંલેખણમાં પહેલા ચાર વર્ષમાં દૂધ આદિને ત્યાગ કરે, પછી બીજા ચાર વર્ષમાં એક, બે અને અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે. પારણાના દિવસે ક૫તી બધી વસ્તુઓ લઈ શકે છે, પછી બે વર્ષ એકાંતર ઉપવાસ કરે અને પારણામાં આયંબીલ કરે. પછીના અગ્યારમા વર્ષે છ મહિના સુધી અટ્ટમ, ચાર કે પાંચ ઉપવાસ રૂપ કઠીન તપ ન કરે. પછીના છ મહિનામાં અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ રૂ૫ કઠીન તપશ્ચર્યા નિયમથી કરે. આ ૧૧મા વર્ષમાં તે પરિમિત થેડા આયંબીલ કરે. બારમાં વર્ષમાં મુનિ કટિ સહિત આયંબીલ તપ કરે. કેટિ એટલે એક દિવસ આયંબીલ કરીને બીજે દિવસે કેઈ બીજે તપ કરીને પછી ત્રીજે દિવસે આયંબીલ કરવું. આ કેટિ સહિત તપ કહેવાય છે. આ રીતે તપ કરીને પછી એક મહિને અથવા પંદર દિવસ સુધી આહારને ત્યાગ કરીને અણસણ અથવા સંથારો કરે. સંથારાનું સ્વરૂપ : સંથારે એટલે જીવતા કાયાને સરાવવાની. સંથાર કર્યા પછી અંતિમ સમય સુધી તેનું લક્ષ્ય બદલાવું ન જોઈએ. બીજને ચંદ્ર નાનું હોય છે. દરરોજ એકેક કળા વધતા તે પુનમે પૂર્ણ થાય છે તેમ સંથારે કરે ત્યારે બીજના ચંદ્ર જેવા ભાવ હેય પણ જેમ જેમ દિવસે જતા જાય તેમ તેમ તેની ભાવના વધતી જાય. શરીર ઉપરની મમતા, આસક્તિ છૂટે તે સંથારે કરાય. સંથારામાં ચારે આહારના સંપૂર્ણ પચ્ચકખાણ હેય છે. સંથારાના ત્રણ પ્રકાર છે : (૧) ભક્ત પ્રત્યાખ્યાન (૨) ઇગિત સંથારે અને (૩) પાદપગમન સંથારે. આ ત્રણે અણુસણુ જીવનપર્યત માટે હોય છે. તેમાં ફરક એટલે છે કે ભક્ત પ્રત્યાખ્યાનમાં આહાર અને કષાયને ત્યાગ હોય છે. આ સંથારામાં સાધક એક સ્થાનથી બીજા સ્થાનમાં જઈ શકે (૨) ગિત સંથારા માટે કહ્યું છે કે ગીતાર્થ મુનિ તેને સ્વીકાર કરી શકે છે. આ અણસણમાં ભૂમિની મર્યાદા હોય છે. તે મર્યાદિત ભૂમિથી બહાર આવજા કરી શકે નહિ. આ અણસણને શ્રુતજ્ઞાન સંપન્ન, દઢ સંઘયણવાળા જ ગ્રહણ કરી શકે છે. આ વાતને બતાવવા માટે આચારાંગમાં વિચરણ વિચાળો એ શબ્દોને ઉલ્લેખ કર્યો છે. ભક્ત પ્રત્યાખ્યાન કરતાં ઇગિત મરણની સાધના વધારે છે. આ અણસણું સ્વીકાર કર્યા પછી જે શરીરમાં રોગ ઉત્પન્ન
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy