SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૮] [ શારદા શિરમણિ ભક્તિ કરી, સ્વધર્મી ભક્તિ માટે તેણે રસોડા બોલ્યા. કહેવાય છે કે તેણે એક લાખ વધમી એની ભક્તિ કરી. સ્વયમ માટે રસોડા ચાલતા હતા તેમાં કેટલાય તેને સુપાત્ર દાન આપ્યું. હજારો મુનિઓને અંતરના ભાવથી ખૂબ ઉત્કૃષ્ટ ભાવે કુપાત્ર દાન આપ્યું. તેણે દાન દેતાં પાછું વાળીને જોયું નથી. એક તે ઉત્કૃષ્ટ ભાવે પાત્ર દાન દીધું, વધમી ભક્તિ કરી અને આજીવન અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. ના પ્રભાવે તે મરીને સૌધર્મ દેવલેમાં સામાનિક દેવ થયા. ત્યાથી આયુષ્ય પૂર્ણ કરીને તે આ નગરમાં શુદ્ધબોધ શેઠની પત્નીની કુક્ષીમાં આવ્યું. પૂર્વજન્મમાં ઉત્કૃષ્ટ ભાવે આપેલા સુપાત્ર દાનના પ્રભાવે તેણે એવું જબ્બર પુણ્ય બાંધ્યું કે તમારા નગરમાં દુષ્કાળના કાળા ઓળા ઉતારવા સજજ બની ચૂકેલા ગ્રહો વિખરાઈ ગયા. તેના દાનના પ્રભાવે બાંધેલા જબ્બર પુણ્યોદયે નગરજનોના અશુભ કર્મોને ધક્કો મારીને હડસેલી મૂકયા. પરિણામે મૂશળધાર વરસાદ વરસ્ય અને ધરતીને હરિયાળી બનાવી દીધી. એ માતાની કુક્ષીમાં આવેલા એ મહાન પુણાત્માના સૂક્ષ્મ બળે સ્થૂલ જગતને હચમચાવી મૂકયું. આ બધો પ્રભાવ હોય તે સુપાત્ર દાનને છે. દાનધમની જ્વલંત જોતિ નિશદિન જગમાં જલ્યા કરે, ટમટમ થાતા દીવડાઓને, નવી જિંદગી મળ્યા કરે. સુપાત્ર દાનનો મહિમા અપૂર્વ છે પણ એટલું યાદ રાખજો કે દાન શુદ્ધ હવું જોઈએ. ભાવ પણ શુદ્ધ હવા જોઈએ. તે તે દાન માન લાભનું કારણ બને છે. નદી પર્વત પરથી નીકળી કલકલ વહેતી વહેતી તે સાગરને મળે છે. નદીઓનું પાણી મીઠું છે અને સાગરનું પાણી ખારું છે. નદીઓના પાણી પીને લેક પિતાની તૃષા શાંત કરે છે. એ જ નદીઓના મીઠા પાણીથી બનેલા સાગરનું પાણી માનવીને ભાવતું નથી. પર્વતની ગોદમાંથી નીકળેલી નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં તે પિતાના પાણીનું દાન આપતી આપતી આગળ વધે છે, નદી દાન કરે છે ઉદારતાથી આપે છે તેથી લેકે તેને પૂજે છે. સાગર કેઈને દાન કરતો નથી, સ્વેચ્છાથી કોઈને આપતું નથી. તે સંગ્રડર છે, કંજુસ છે, આથી તેનું પાણી સદાય ખારું હોય છે. નદી સ્વેચ્છાએ બીજાને આપે છે તેથી તેનું પાણે મીઠું છે. આ રીતે જે આત્મા ઉદાર ભાવનાથી દાન આપે છે તેનું જીવન મીઠું બને છે અને જે સંગ્રહ કરે છે પણ દાન આપતે નથી તેનું જીવન સાગર જેવું ખારું બને છે. દાન માત્ર પૈસાથી જ નથી થતું. દાન તે શક્તિનું, બુદ્ધિનું અને સમયનું પણ થઈ શકે છે. આપણે સુપાત્ર દાનની વાત ચાલે છે. બારમા વ્રતમાં અન્ન, પાણી, વસ્ત્ર આદિનું દાન આપવાનું છે, આ દાન આપતાં અતિચાર ન લાગે તે ધ્યાન રાખવાનું છે. તેને છેલ્લે અતિચાર છે “મચ્છરીયાએ” દાન આપીને અહંકાર કરે. દાન આપીને ક્યારે પણ અભિમાન ન કરશે. દાન દઈને તેનું પ્રદર્શન પણ ન કરશે. આ રીતે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy