SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૮૪૭ વાત છે કે રેગ મટાડે છે પણ કુપચ્ય ખાવાનું બંધ કરવું નથી. પછી રોગ જાય કેવી રીતે ? તેમ દુઃખ રૂપી દર્દીને કાઢવા માટે પાપ રૂપી કુપચ્ચેનો ત્યાગ કરે પડે. જે દુઃખ ગમતું નથી તે પાપ પણ ન ગમવું જોઈએ. જે પાપને છોડે છે તેને દુઃખ પણ છોડી દે છે. પાપ તો કહે છે કે જે મને પકડી રાખશે તેને દુઃખ પકડી રાખશે. આત્મા જેટલે દુઃખથી ડરે છે તેટલે જે પાપથી ડરે તે દુ:ખ રહે કયાંથી? “દુઃખને ડર તે ગુણ છે અને પાપને ડર તે સદ્ગુણ છે” મિથ્યાત્વીઓ, અજ્ઞાનીઓ દુઃખથી ડરે અને સમકિત આત્માઓ પાપથી ડરે. આપણે આત્મા પણ ચારે ગતિમાં ગયા ત્યાં દુઃખ માટે રડે છે પણ પાપ માટે આંસુના બે બંદ પણ પડયા નથી. હવે આ ભવમાં દુ:ખેને ડર છોડીને પાપના ડરવાળા બનીને પાપને તિલાંજલી આપી દે, પાપને તિલાંજલી આપશે એટલે દુઃખને પણ તિલાંજલી મળવાની છે. ત્યાગના તેજ કિરણે પ્રગટેલે પુણ્ય સિતારો ? ગુરૂ ભગવંત પ્રવરને એ જ કહી રહ્યા છે કે તું દુઃખને રડીશ નહિ પણ દુઃખ આપનાર પાપોને રડ. સર્વ દુઓનું મૂળ અવિરતિનું પાપ છે. આ મૂળિયા પર ઘા કર. પાપનું મૂળ બળી જશે, પછી દુઃખના ઝાડની સલામતી રહી શકતી નથી. એ સૂકાઈ જઈને તૂટી પડે છૂટકે. પાપ જાય એટલે દુઃખ જાય. પાપને દેવા માટે તપ કર. તપ કરવાથી તારા પાપ ધોવાઈ જશે. શ્રતગંગાના આ નિર્મળ જળનું પાન કરતાં પ્રવરને ખૂબ આનંદ થયે. ઘણાં વર્ષે એને તે જાણે મા મળી ! સાચે ભાઈ, સાચો મિત્ર મળે હેય એવું લાગ્યું. મુનિએ અવિરતિનું સ્વરૂપ સમજાવ્યું અને વિરતિનું મહત્ત્વ સમજાવ્યું. પ્રવરે કહ્યું–ગુરૂદેવ ! દુઃખ રહે તે ભલે ને જાય તો ભલે પણ પાપના મૂળને હું અત્યારે દૂર કરીશ. આપ મને પ્રતિજ્ઞા આપો. જીવનપર્યત એક અન્ન, એક વિગય અને એક શાકથી વધુ ખાવું નહિ. તે પણ એક વાર ખાવું. કાચું પાણી પીવું નહિ. પ્રવરે એક શાક સિવાય તમામ શાક, ફળ, ફૂટ બધાને ત્યાગ કર્યો. સંત કહે- ભાઈ ! એક શાકની છૂટ પણ શા માટે રાખે છે ? બને તો તું આયંબીલ કર. પ્રવરે એક વર્ષ સુધી આયંબીલ કર્યા ને પછી જીવનભર માટે પચ્ચકખાણ કર્યા કે મારે એક વિગય, અમુક શાક અને એક અનાજ વાપરવું. એક અનાજમાંથી બનતી બધી વસ્તુ નહિ પણ એક જ વસ્તુ કપે. તપ કરવાથી, આ રીતે વસ્તુઓને ત્યાગ કરવાથી તેનું શરીર સારું થઈ ગયું. તેને રોગ સંપૂર્ણ ચાલ્યો ગયો. તપથી તો ભલભલાના રોગો મટી જાય છે. પ્રવરના કર્મો ખપતા ગયા. તેને સારું થઈ ગયું. હવે બધા તેને નેકરી બોલાવવા લાગ્યા. ધ બતાવનાર મળ્યા. છેવટે એવી સ્થિતિ આવી કે તે માટે વેપારી થઈ ગયો. તેને પુણ્યસિતારે એ ચમક્યો કે તે લાખોપતિ થઈ ગયો. પુણ્યાત્માના સૂક્ષ્મ બળે હચમચાવેલું સ્થૂલ જગત : પ્રવરના રોગો તે શાંત થઈ ગયા પણ સાથે ભગવાસનાઓ પણ શાંત થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે હવે મારે લગ્ન કરવા નથી. તે પિતાનું ધન પરમાર્થમાં વાપરવા લાગે. એક વાર ભયંકર દુષ્કાળ પડે. પ્રવરદેવે પિતાના અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા. કેટલાય સ્વધર્મીઓની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy