SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ [શારદા શિરોમણિ ચેકર સતાવશે નહિ. ધર્મ રૂપી ટિકિટ પાસે હશે તે જીવનની મુસાફરી સુખશાંતિથી પૂરી કરી શકશે. જેની પાસે ટિકિટ લેતી નથી તેને દંડ થાય છે, સજા થાય છે તેમ જેઓ પાસે ધર્મ રૂપી ટિકિટ નથી તેને દુર્ગતિઓના દુઃખને દંડ થાય છે અને ભારે શિક્ષા થાય છે. ટિકિટ લઈને મુસાફરી કરવા નીકળેલ માનવી પિતાના ધારેલા સ્થળે પહોંચી શકે છે તેમ જેણે ધર્મની ટિકિટ લીધી છે તે પિતાના શાશ્વત ઘરને મેળવી શું છે માટે એટલું યાદ રાખજો કે ટિકિટ વિના મુસાફરી ન કરાય. સંસારમાં વેપાર વિના પૈસા નથી મળતા તે ધર્મના વેપાર વિના પરલોકમાં સુખ, સગવડ કે શાંતિ ક્યાંથી મળવાના છે? - જેમણે આગાર ધર્મને જીવનમાં અપનાવ્યું છે એવા આનંદ શ્રાવકને ભગવાન બારમા વ્રતના અતિચાર સમજાવે છે. બારમા વ્રતનું નામ છે અતિથિ સંવિભાગ વ્રત. ૧ વ્રતમાં ૧૧ વ્રત સ્વતંત્ર છે. સામાયિક, પૌષધ કરવાનું મન થાય તે તમે ધારો ત્યારે કરી શકો છો પણ બારમું વ્રત પરતંત્ર છે. તમારી દાન દેવાની ઈચ્છા ઘણી હોય પર સંતો તમારે ત્યાં પધારે તે દાન દઈ શક સંતો તમારા આંગણે પધારે ત્યારે નિર્દોષ સૂઝતા આહાર પાણી વહેરાવજો પણ અસૂઝતા આહાર પાણી વહોરાવશે નહિ. તમે ભાગ્યવાન છે કે તમને સુપાત્ર દાન દેવાને અવસર મળે છે. જે છે પરદેશમાં જાય છે તેમને ત્યાં સુપાત્ર દાનને લાભ ક્યાંથી મળવાનું છે ? સંતના દર્શન પણ કયાંથી મળે? ત્યાં સંતો છે નહિ તે દર્શનનો અને સુપાત્ર દાનને લાભ કેવી રાતે મળે? ભરવાડના ભવમાં તપવી મુનિને ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી તો શાલિભદ્ર બન્યા. શંખરાજા અને જમતી રાણીએ ઉત્કૃષ્ટ ભાવે દ્રાક્ષ ધોયાનું પાણી વહરાવ્યું તો તીર્થકર નામ કર્મ બાંધ્યું. વસ્તુના મૂલ્ય નથી પણ ભાવનાના મૂલ્ય દે. ચંદનબાળાએ ભગવાન મહાવીર સ્વામીને ઉત્કૃષ્ટ ભાવે અડદના બાકળા વડરાવ્યા હતા. દાન દેનારના ભાવ શુદ્ધ હોય, દાન શુદ્ધ હોય તે તેને ઘણે લાભ મળે છે. કારમે વ્રતના પાંચ અતિચાર છે. (૧) સચિત્તનિકખેવણયા : અચેત વસ્તુમાં સચેત વ તુ નાંખવી અથવા કપનીય વસ્તુઓમાં સચેત વસ્તુ મેળવી દેવી. કેરીને રસ ચેત છે પણ તેમાં ગોટલે મૂકેલ છે અથવા ફ્રીજમાં મૂકેલે છે તે તે રસ અચેત હોવા છતાં સચેત થઈ ગયે. તે રસ સાધુને વહેરાવ કલ્પતા નથી. (૨) સચિત્ત રેહણયા : સચેત વસ્તુને અચેતથી અને અચેત વસ્તુને સચેતથી ઢાંકી દેવી. દાળ, લડત, શાક આદિ બધી વસ્તુઓ સૂઝતી છે પણ તેના ઢાંકણું પર લીલા મરચા કે લીમડો પડ્યો છે તે તે વસ્તુ અચેત હોવા છતાં સચેતથી ઢાંકેલી વહરાવે તે તિચાર લાગે. (૩) કલાઈકમે ઃ કાળ વીતી જવા છતાં વહરાવ્યું હોય. સાધુને કાર પણ થઈ જાય અને સારો આહાર આપ પણ ન પડે એવી ભાવનાથી વસ્તુનો કાળ આવી જવા છતાં વસ્તુ વહોરાવી હોય. લેટ, ખાખરા, મીઠાઈ આદિ વસ્તુઓને અમુક દિવસને કાળ છે. તે કાળ થઈ ગયે હોય છતાં વહેરાવે તો અતિચાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy