________________
ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, પૂ. ગુરૂદેવ બા. બ્ર. શ્રી રત્નચંદ્રજી
મહારાજ સાહેબની જન્મ શતાબ્દી પ્રસંગે ગવાયેલ ગીત સુંદર સ્વપ્નાના ભાવ, સુંદર સ્વને તારક રત્નગુરૂજી જનમીયા, લાવ્યા છે જ્ઞાનને માલ, સુંદર સ્વને તારક રત્નગુરૂજી જનમીયા હે...કારતક સુદ અગિયારસે, ઉગ્યું સુવર્ણ પ્રભાત, હે ભવ્ય જીવોના તારણહાર, જન્મ ધર્યો સાક્ષાત .
સૌને છે આનંદ અપાર, લાવ્યા છે સંયમને માલસુંદર સ્વપ્ન.(૧) હે જેતાભાઈના કુળમાં, ખીલ્યું ફુલ મહાન, હેમાતા જેના જયાબેને, કરાવ્યું અમૃતપાન,
બન્યા ગુણ ગુણભંડાર, ક્ષત્રિય કુળ ઉજજવળ થાયસુંદર સ્વને....(૨) હે...બાલપણુમાં રવાભાઈને વૈરાગ્ય ભાવના જાગી, હે ચૌદ વર્ષે સંયમ લઈને આત્મસાધના સાધી,
રત્નચંદ્રજી શુભ નામ, વિનય વિવેકની ખાણું સુંદર સ્વપ્ન (૩) હે...ગુરૂજી આપના છગનલાલજી, મહાપ્રતાપી સંત, હે જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને તેડયા કર્મનાતંત,
આચાર્ય પદવી સહાય, બન્યા શાસન શિરતાજ.સુંદર સ્વપ્ન........ (૪) હે.આગમ રતનાકર બનીને સંયમ સૌરભ ફેલાવે હે.દેશદેશમાં ખ્યાતિ વધારી, વાણીથી સૌને જગાડે,
આપ્યા છે જ્ઞાનના દાન, બજે જગતમાં મહાન સુંદર સ્વને (૫) હે...સાણંદ શહેરમાં આપ પધાર્યા ચાતુર્માસ કરવાને, હે...બાલકુમારી શારદાબેનને સંયમ મૂલ્ય સમજાવે
આવ્યા છે વિરતિના ભાવ, આપ્યા સંયમના સાજ સુંદર સ્વપ્ન....(૨) હે ગુરૂજી આપનું નામ દીપાવ્યું, સંયમ લઈ અણમૂલ, હે ભારતભરમાં જૈનશાસનમાં, શારદાબાઈ સ્વામીના મૂલ,
સંભાળ્યું સંઘનું સુકાન, બઢાવી શાસનની શાન. સુંદર સ્વને....(૭) હે. ૨૦૪૨ સાલે, મુંબઈ શહેર મઝાર હે જન્મ શતાબ્દી ઉજવે આજે, સારો જૈન સમાજ,
તપ ત્યાગની ભરતી અપાર, વત્યે છે જયજયકાર સુંદર સ્વને (૮) હે...કેસરવાડી સંઘમાં આજે, ઉત્સવ થાય મહાન, હે જન્મ શતાબ્દી ઉજવતા, આનંદ અનેરે થાય,
સુવર્ણ અક્ષરે લખાય, શિષ્યા મંડળ ગુણ ગાય સુંદર સ્વપ્ન...(૯)