SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] [ શારદા શિરામણિ ભાવનાથી બંધન બધે, ભાવનાથી તૂટે, ભાવને વગરની ક્રિયા જિંદગીને લૂંટ... ભાવનાથી કર્મના બંધ બંધાય છે અને ભાવનાથી તૂટે છે. કુરગડુ મુનિએ એકાસણું કર્યું” ને કર્મના બંધ તેડયા. એકાસણામાં ભાવના કેટલી ઊંચી છે! ધન્ય છે ધન્ય છે આવા સંતને! કે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરે છે. હું કે અભાગીય કે આવા મોટા દિવસે પણ હું ખાધા વિના રહી શકતો નથી. કુરગડુ મુનિ માત્ર રાંધેલા ચોખા લાવ્યા. લાવીને ગુરૂને બતાવ્યા. ગુરૂને સ્વભાવ છેડે કોધી હતે. તે બોલ્યા કે કે ખાઉધરે છે કે આજે પણ તને ખાવા જોઈએ છે ! એમ કહીને ગુરૂ એ ભાતના પાત્રમાં ઘૂંક્યા. મુનિ શું વિચારે છે ! હું લખે ભાત લાવ્યો હતો તો ગુરૂએ તેમાં ઘી પીરયું. કેવી તેમની કરૂણા છે! જરાય કષાય ન આવી. ઉપરથી ગુરૂને ઉપકાર માનવા લાગ્યા. તેમના આત્માના ભાવ વધ્યા તે એવા વધ્યા કે કેવળજ્ઞાન પામી ગયા. છ ખંડના માલિક ચક્રવતી ભરત મહારાજા કે જે અન્યત્વ ભાવના ભાવતા અરીસાભૂવનમાં કેવળજ્ઞાન પામ્યા. એ ભાવના આપણુ પાસે હોવા છતાં આપણી દરિદ્રતા ટળતી નથી, કારણ કે આપણું દિલના ભાવ તૂટયા છે. ક્રિયાઓ એની એ હોવા છતાં આપણે દરિદ્રી છીએ. કપાસ એને એ હેવા છતાં ભાવે તૂટવ્યા તે શેઠ ભિખારી બની ગયા. આ જ દશા આપણે છે. છતાં જે ઊંડાણથી વિચાર કરીશું તે સમજાશે કે આ શેઠના રૂના બજારમાં ભાવ તૂટ્યા તો શેઠની એ તાકાત નહોતી કે ભાવોને ઊંચકાવી શકે. જ્યારે આધ્યાત્મિક દુનિયામાં આત્માના તૂટેલા ભાવને ઊંચકાવા હોય તે કઈ અટકાવનાર નથી. આ ભાવને વધારવા કે ઘટાડવા એ આપણા હાથની વાત છે. કરોડપતિ બનવું કે રડપતિ બનવું એને નિર્ણય આત્માએ પોતાને કરવાનો છે. અનંતકાળે દુર્લભ એ માનવ જન્મ પામીને દિલની દરિદ્રતા રાખવી છે કે પછી દિલને શુભ ભાવની મૂડીથી શ્રીમંત બનાવી લેવું છે? આવી સુંદર અનુપમ ક્રિયાઓ વારંવાર નથી મળવાની. તેલ મસાલાથી સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય પણ જે એમાં મીઠું ન હોય તો સ્વાદ ન લાગે. તેમાં જે થોડું મીઠું નાંખશે તો શાકનો સ્વાદ આ બદલાઈ જશે. આ જ રીતે બધી ક્રિયાઓ તો આપણે કરીએ છીએ. જે તેમાં શુભ ભાવનું મીઠું ભેળવી દઈએ તો આત્મા શ્રીમંત બની જાય. આજથી મંગલ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસોમાં ધર્મ આરાધના કરવાની ને તેમાં ભાવ વધારવાનું છે. ચાતુર્માસમાં જીવનમાં કંઈક આરાધના કરો જેથી જીવનની ઉન્નતિ થાય. રોજ એક સામાયિક કરવી, ચાર મહિના ચૌવિહાર કરે. કંદમૂળને ત્યાગ કરે. જે બને તે કરજે. આરાધના કરવાનું ચૂકશો નહિ. કાળ ક્યારે આવશે તે ખબર નથી. ધંધામાં ભાવ ઘટે તે ગમતું નથી પણ ભાવ વધે તે ગમે છે. તો પછી આત્માના ભાવ ઘટે તે કેમ ગમે? ધોધમાર વરસાદ વરસે તો બધા કીચડ-કાદવ સાફ થઈ જાય છે તેમ જિનવાણી રૂપી વરસાદમાં એ શક્તિ છે કે જીવના ભવભવના કચરા સાફ થઈ જાય, માટે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy