SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] [ શારદા શિરેમણિ તમે મારા જીવનના સર્વસ્વ છે આ વાત ભૂલાઈના જાયે....(૨) - ભક્ત પ્રભુની પ્રાર્થના કરતાં કહે છે પ્રભુ! તમે મારા સર્વસ્વ છે. મારા જીવનના આધાર છે. આ રીતે અહીંયાં અતિમુક્તકુમાર પણ પ્રભુને કહે છે, હે પ્રભુ! તને જોયા પછી મારી આંખડી બીજે ક્યાંય કરતી નથી. જેણે આજે ભગવાનના પ્રથમ વાર દર્શન કર્યા છે, પહેલા કેઈ વાર જોયા નથી. ગેડીદડે રમત ને ખેલતે આવ્યું છે, છતાં એની ભવ્ય ભાવના તો જુઓ. પ્રભુએ આ કુમારને ઉદ્દેશીને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળીને એનું હૈયું હરખાઈ ગયું. આત્મામાં અપૂર્વ આનંદ આવ્યું અને દિલમાં દીક્ષાની ભાવના જાગી. ગેડીદડે રમતો આવેલે કુમાર કહે, પ્રભુ! મારે દીક્ષા લેવી છે. તમે કેટલા વખતથી ભગવાન મહાવીરની નિશાળમાં આવો છે. છતાં ભાવ થાય છે ! - અતિમુક્ત કુમાર ભગવાનને વંદન કરીને, આત્મામાં વૈરાગ્યરસનાં ઝરણું વહાવીને ઘેર આવ્યું. ઘેર આવીને માતાપિતાને કહે છે તે મારા માતાપિતા ! મને દીક્ષાની આજ્ઞા આપો. માતાપિતા કહે, બેટા ! તું હજુ બાળક છે. હજુ તે તને જાણ્યાં નથી. તું દીક્ષામાં શું સમજે ? હે માતાપિતા ! “ વેવ નાખifમ તે વેર ન કાળrfમ, વેવ જ્ઞાનામિ સં જે જ્ઞાના િ.હું જે જાણું છું તે નથી જાણતો, જે નથી જાણતો તે જાણું છું. પુત્ર ! આ તું શું કહે છે? હે માતાપિતા ! હું એટલું જાણું છું કે જેણે જન્મ લીધો તે અવશ્ય મરવાને છે, પણ તે નથી જાણતા કે તે ક્યા કાળમાં, કયા સ્થાનકમાં, કયા પ્રકારે અને કેટલા સમય પછી મરશે. તેવી રીતે એ નથી જાણત કે કયા કર્મો દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે મેં કહ્યું કે જે નથી જાણતો તે જાણું છું, જે જાણું છું તે નથી જાણતો, તેથી મારી ઇચ્છા છે કે આપ બંનેની આજ્ઞા લઈને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરું. માતાપિતાએ પુત્રને અનેક યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યું પણ તે સંયમના ભાવથી જરા પણ ડગ્યો નહિ, છેવટે માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી, અને ભગવાન મહાવીરસવામી પાસે દીક્ષા અંગીકાર કરી. એક દિવસ તે અતિમુક્ત બાલશ્રમણ મુશળધાર વરસાદ પડી ગયા પછી એટલે બંધ થયા બાદ સ્થવિર મુનિઓ સાથે બહાર ઠંડીલ જવા માટે ગયા. જતાં જતાં રસ્તામાં તેમણે એક સ્થાને વરસાદના પાણીના પ્રવાહને વહેતા જે. વહેતા પાણીની ધારાને જોઈને તેમણે પાણી રોકવા માટે માટી વડે પાળ બાંધી. “વંપિત્તા નવિષા એ વિચાર છે ” પાણીના પ્રવાહ આડી પાળ બાંધીને પાણી રેકર્યું. એ પાણીમાં પિતાના પાત્રને તરતું મૂકયું. ખેલ ખેલત, રમતે દીક્ષા લેવા આવ્યો છે. એટલે પાણી જોઈને રમવાનું મન થઈ ગયું, તેથી પણ રેકીને પાત્રને તરતું મૂકીને બેલવા લાગ્યા. નાવ તીરે મેરી નાવ તીરે, એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધકે મન શંકા ઉપની, ક્રિયા લાગે ત્યાંય હો...અયવતા મુનિવર નાવ,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy