SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૭૭૭ ભણેલી ગણેલી સારા સંસ્કારવાળી વહુ પરણીને સાસરે આવી. તે M.A. સુધી ભણેલી હતી. વહુ એટલી રૂપવાન, સૌદર્યવાન અને ગુણવાન હતી કે જાણે સાક્ષાત્ દેવી જોઈ લે. માતા-પિતા, દીકરા-વહુ, દીકરી અને નાના પુત્ર એ છ જણાનુ` કુટુ ખ હતું. વહુ ખૂબ ખાનદાન અને કામકાજમાં બધી રીતે હાંશિયાર હતી. તેને એક નાના દિયર હતા. તેણે કહ્યું-ભાભી! મને અમુક વાત સમજાતી નથી. આપ મને ભણાવશે ? હા, ભાઈ! તને ભણાવીશ. મારું ભણેલુ શા કામનુ ? તે દિયરને પ્રેમથી ભણાવે છે. વહુ સમજે છે કે દિયર એટલે નાના ભાઈ. તે તા દીકરા સમાન ગણાય. જો સંસારને સ્વર્ગ સમાન બનાવવા હાય તા છેકરીએ સાસુ સસરાને પોતાના મા-માપ સમાન ગણવા જોઈ એ. દિયરને ભાઈ સમાન, નણંદને બેન સમાન ગણે અને સાસુ વહુને દીકરી સમાન માને તે સ`સાર સ્વગ જેવા બની જાય. તે જીવનમાં આનંદ હૈાય. દિયરની પરીક્ષા નજીક આવી એટલે ભાભીના મનમાં થયું' કે ભણાવવામાં થોડો વધુ ટાઈમ આપુ', તેથી રોજ સવારમાં વહેલી ઉઠતી, કામકાજ કરતી. કામ અધૂરું રહે તે પછી કરે પણુ પહેલા દિયરને ભણાવવા બેસતી. નીચે અવાજ આવે એટલે ઉપર મેડી પર ભણવા બેસાડે. ભણાવે, સુદર સ`સ્કાર આપે અને જીવનનું સુ ંદર ઘડતર કરે, ખાટી ચઢવણીએ જીવનમાં લગાડેલી આગ સાસુજીના સ્વભાવ સાવ જુદી જાતના હતા. તે ઉપાશ્રયે જાય ત્યારે તેમના જેવા ચાર ભેગા થઈ ને કહે, તમે તેા ઉપાશ્રયે બહુ મોડા આવેા છે. તમારે શુ' કામ છે? ટાઇમસર વ્યાખ્યાનમાં કેમ આવતા નથી? તમારી વહુ બહુ હરામી લાગે છે. ઘરનું કામકાજ કરતી નથી લાગતી, વહુ આવી તે ય તમે કામકાજ છેાડતા નથી. એક તે વહુ પર મેાં ચઢાવીને ફરતી હતી, તેમાં તેમની ટોળકીના ખોટા ઉપદેશ રાજ સાંભળતી. એટલે તે ખરાબર ખગડી. હવે વહુના દોષ દેખાવા લાગ્યા. ઘેર જઈને જેમતેમ બોલવા લાગ્યા. વહુ કહે-ખા ! મારા દિયરને પરીક્ષા છે. તેમનું વર્ષ ખગડે નહિ માટે ભણાવવા બેસું છું. આપ કામ કરશેા નહિ. હું થોડુ· માડુ' કરીશ. સસરા ઘેર આવ્યા. સાસુને ખોલતા જોયા. તેમણે કહ્યુ - આપ શા માટે આટલું ખોલે છે? આપણી વહુ તેા કેવી ગુણીયલ અને ડાહી છે. સાસુએ કહ્યું-તમે બધા તેને ચઢાવા છે. ઘરના ઢસરડા મારે કરવા પડે છે. વહુ પ્રત્યે વહેમી બનેલા સાસુ : સાસુ છેવટે વહુ પ્રત્યે વહેમીલી બની. કોને ખબર કે વહુ મેડી ઉપર જઇને શુ કરે છે ? માનવી પોતે શબ્દ ખેલતાં કે કોઇના પર ખાટું આળ ચઢાવતાં વિચાર નથી કરતા મને કેટલા કે કર્મ બંધાશે ? સાસુ પેાતાની નાની દીકરીને કહે છે જા, ઉપર જઈને જોઇ આવ કે તારા ભાઇ-ભાભી શું કરે છે? આ સમયે દિયરને બીજે દિવસે પરીક્ષા હતી તેથી વહુએ લેખ લખીને તૈયાર કર્યાં હતા તે ક્રિયરને આપ્યા ને કહ્યુ.-આપ આ કાલે વાંચી જજો. નણંદે આ જોયું. તેણે નીચે જઈ ને કહ્યું–ભાભી ભાઈ ને કાગળ આપે છે. આ સાંભળતા સાસુજી તેા ખરાખર રૂપમાં આવી ગયા ને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા. ત્યાં સસરાજી આવી ચઢયા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy