SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] [ શારદા શિશમણિ પાડચા વગર નિહ રહે. પરિગ્રહ મેળવતાં પાપ, ભાગવતાં પાપ અને છેડતા ન આવડે તા પણ પાપ. અતિ લેાભ વિનાશને નાતરે છે. રૂના ભાવ વધ્યા તેા શેઠના પણ ભાવ વધવા લાગ્યા. એમના મૂલ્ય થયા, છતાં હજુ ભાવ વધશે એ આશામાં શેઠે કપાસ રાખી મૂકયો. એક દિવસ શેઠ ગેાથું ખાઈ ગયા. એમનુ નસીબ વાંકું પડયું. પાપને જોરદાર ઉદ્ભય થયા. એ દિવસે પેપરમાં આવ્યું કે કપાસના ભાવ ઘટયા. બે હજારના સીધા ૧૨૦૦ થયા. એક હજાર, ૯૦૦, ૭૦૦ અને ૫૦૦ થયા. આટલા બધા ભાવ ઘટવા છતાં શેઠે કપાસ વેચવા ન કાઢયો. તેમને આશા હતી કે આજે બેસી ગયેલા ભાવો ફરી વાર ઢૂંક સમયમાં ઊંચકાશે, પણ શેઠની એ આશા ઠગારી નીવડી કપાસના ભાવ વધવાની તે વાત બાજુમાં રહી પણ ભાવ તે એથીય વધુ તૂટવા લાગ્યા. ૫૦૦, ૪૦૦, ૨૫૦, ૧૫૦ થતાં છેક ૫૦ રૂ. સુધી આવી ગયા. આપણે શરૂઆતમાં કહ્યું હતું કે “ ભાવ તૂટયા ” એ શબ્દને સમજવા છે. અહી શુ થયું ? કપાસના ભાવ તૂટયા એટલે હવે શેઠના ભાવ પણ તૂટ્યા. કપાસના ભાવ વધ્યા ત્યારે બધા એમને આવે! શેઠ સાહેબ ! એમ કહીને ખેલાવતા હતા, અરે ! તેમની ગણના કરોડપતિમાં થતી તે શેઠ આજે દેવાદાર બન્યા. કરજદાર બન્યા. એક વખતના કરોડપતિ ગણાતા શેઠની ગણના હવે ગરીમમાં થવા લાગી ને લેાક તેને મૂખ અને એવમુક્ કહેવા લાગ્યા. કપાસના ભાવ તૂટયા તેા શેઠના મૂલ્ય ઘટયા. હવે કેઈ તેમના સામું જોવા પણ તૈયાર નથી. કપાસ તા એને એ જ હતા. જેટલેા હતા તેટલેા જ હતા. વખાર એની એ હતી. શેઠ પણ એના એ જ હતા, છતાં પહેલાં શેઠ કરોડપતિ ગણાતા હતા અને હવે શેઠની ગણના ગરીમમાં થવા લાગી. માન સન્માનને બદલે એમના તિરસ્કાર થવા લાગ્યા એનુ` શુ` કારણ ? કપાસના ભાવ તૂટયા. કપાસના સ્ટોક એટલા ને એટલા હાવા છતાં ભાવ તૂટવાને કારણે કરોડપતિ રોડપતિ બની ગયા. આ તા તમારા વેપારની વાત થઈ. વેપાર સાથે આપણે નિસ્બત નથી. આ વાત આપણા આત્મા સાથે ઘટાવવી છે. શાસ્ત્રમાં વાત આવે છે કે ઇરિયાવહિયાની મ`ગલ ક્રિયા દ્વારા આત્માનુ કામ કાઢી ગયા, એ કોણ ? ખબર છે? અતિમુક્ત મુનિ. રૂના ભાવ વધ્યા તેા શેઠના માન સન્માન વધ્યા. રૂના ભાવ તૂટયા તા ભિખારી જેવા થઈ ગયા. આ ન્યાયથી જ્ઞાની સમજાવે છે. અતિમુક્ત નાના બાલુડા હતા. ગેડીદડે બાળક સાથે રમતા હતા. એ સમયે ગૌતમસ્વામી ગૌચરી માટે નીકળેલા. ગૌતમસ્વામીએ દીક્ષા લીધી ત્યારે પચ્ચખાણ કર્યાં હતા કે મારે જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠું કરવા. આજે છઠ્ઠના પારણાનેા દિવસ હતા. પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કરી ત્રીજા પ્રહર ગૌચરી માટે નીકળ્યા. ગૌતમસ્વામી ગૌચરી કરતાં એક ઘરમાંથી નીકળે છે ને બીજા ઘરમાં જાય છે. ગેડીદડે રમતા આ નાનેા બાલુડા તેના સાથીઓને પૂછે છે આ કાણુ છે ? છેકરાઓ કહે આ જૈનના સાધુ છે. ભગવાન ગૌતમસ્વામી છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy