SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ પ વાત સાચી પડી. તેણે રૂ. ૧૦૦ ના ભાવે માલના સાદા કરેલા છે તેમાં ભાવ એકધારા વધવા લાગ્યા. ૧૦૦ રૂા. ના ૧૫૦ થયા, ૨૦૦ થયા. છેલ્લે ૧૦૦૦ રૂા થયા. તે વેપારીના મિત્રો, સગાંવહાલાં કહેવા લાગ્યા. ભાઈ! હવે તુ માલનું વેચાણ કરી દે. તે જે ભાવે લીધેા છે તેના કરતાં દશગણા ભાવ વધ્યા છે. હવે માલ કાઢી નાંખ. ના ... ના ... હજુ તા ભાવા વધુ ઊંચકાશે. વાણિયા લેાલમાં લપટાયેા. જેમ લાભ મળતા જાય તેમ લેાભ વધતા જાય છે. તમારા દાખલેા લેા. તમે વેપાર કરે છે. તેમાં જે ભાવ વધતા જાય તેા શું કરો ? ( શ્રોતા—ખીજો નવા માલ ભરી દઈ એ. ) આજે ચામાસી પાખીને દિવસ છે. અમે કહીએ શ્રાવકજી ! આજે ઉપવાસ કરો તે કહેશેા કે મારાથી ન થાય, પણ જો ધંધામાં લાભ થતા હોય તો ભૂખ ભૂલી જાવ ને! આ કપાસના ભાવ વધતા હાવાથી તે વેપારી તાનમાં આવી ગયા, અને હજુ પણ વધશે તે આશામાં માલ કાઢતા નથી. એક વખતના મધ્યમ કક્ષાના ગણાતા વેપારી શ્રીમંત ગણાવા લાગ્યા. કરોડ.પતિમાં એની ગણના થવા લાગી. બધા કરોડપતિ શેઠ કહીને ખેલાવવા લાગ્યા. ચાર જણામાં તેમના ભાવ પૂછાવા લાગ્યા. લાકે તેમને માન-સન્માન દેવા લાગ્યા. બધે આવકાર મળવા લાગ્યા. કપાસના વધી ગયેલા ભાવે આ વેપારીનું ભાગ્ય પલ્ટી નાંખ્યું. હવે એની ગણતરી વાણિયામાં નહિ પણ કરોડપતિ શેડમાં થવા લાગી. મસ્કાના છે મહિમા મેટા, લગાડતા રહેવાનું, પૈસા હાય તેા મગનાને પણ મગનલાલ કહેવાનુ ફિલમ ઉતારી જાણે તા ખીજાના કામ કઢાવે, બાકી જે સતવાદી થાય તેની કાડીની કિંમત થાય. અરે વાહ વાહ. "" કવિએ પણ ખેલે છે અરે વાહ વાહ દુનિયાદારી, તારી કેવી છે અલિહારી. ધન વધે તે ગાંડા માણસને પણ ગાંડાલાલભાઈ કહેવાના. કદાચ બુદ્ધિના આછા હોય તે પણ કહેશેા કે ગાંડાભાઈ ! આગળ આવેા. નાણાં વિનાને નાથીયા, નાણે નાથાલાલ નાણાં ન હેાય તે નાથીયા કહે અને નાણાં વધે એટલે કહે નાથાલાલભાઈ ! આજે દુનિયામાં બધે ધનની પૂજા થાય છે, ગુણની પૂજા થતી નથી. આ શેઠના તેા બહુ માન વધ્યા. લેાકેા કરોડપતિ કહીને ખેલાવવા લાગ્યા. શેઠ તેા ખૂબ હરખાય છે. મેં મારી મૂડીના માલ લીધા તે સારુ થયુ.. હજુ શેઠને સંતાષ થતા નથી. લાભ વધતા જાય છે. ૨૦ ગણુા ભાવ વધ્યા છતાં હજુ ભાવ વધશે એ ગણતરીથી શેઠે કપાસ રાખી મૂકયા ને વેચ્યા નહિ. કોઈ પણ વસ્તુ માપમાં સારી. અતિ સારું નહિ. તમને તમારું શર્ટ કે ખમીસ માપસર અને ખરાખર ફીટી'ગ હોય તેવુ ગમે છે. જો નાનુ હાય તેા સારું ન લાગે અને માટું હાય તો ગાંડા જેવું લાગે. દરજીને પણ કહેા કે હું સારો દેખાઉં તેવું કપડાનું ફીટી ́ગ કરો. પહેરવાના બૂટ જો નાના હાય તા 'ખ પાડે અને મેટા હાય તા ચાલતા પાડી નાંખે. આ રીતે પરિગ્રહનું પણ માપ રાખેા. અતિ પરિગ્રહ તમને 66
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy