________________
૭૬૬ ]
[ શારદા શિરમણિ રાગ એ ભયંકર ધરતીકંપ છે. ધરતીકંપ થાય ત્યારે પર્વત ત્યાં સમુદ્ર અને સમુદ્ર ત્યાં પર્વત થઈ જાય છે. માનવીનું હજારો વર્ષોનું સર્જન ધરતીકંપ એક ક્ષણમાં વિસર્જન કરી નાંખે છે. આવા ભયંકર ધરતીકંપ કરતા સંસાર સુખને રાગ અતિ ભયંકર ધરતીકંપ છે. આ રાગને ધરતીકંપ આત્માની અનંતભવની કમાણીને નાશ કરે છે. આવા ધરતીકંપ ન થાય માટે સંસારના સુખને રાગ વધારશે નહિ, રાગને સિંહની ઉપમા આપી છે. એક લેકમાં કહ્યું છે કે
जो रागाइण वसे वसंमि, सो सयलदुक्खलक्खण ।
जस्स वसे रागाइ, तस्स वसे सयल सुक्खाइं ॥ જંગલમાં ફરતો કેશરીસિંહ ખૂબ ખતરનાક છે. જ્યારે સરકસને સિંહ માનવીના પૂરા કબજામાં હોય છે. આપણે રાગ જંગલી સિંહ જે છે કે સરકસના સિંહ જે છે? આ વાત ખૂબ વિચારવા જેવી છે. આપણે રાગ જે જંગલી સિંહ તરીકે જીવતા હોય તે પળે પળે અને ડગલે ડગલે એને પંજે આપણું જીવનને બગાડતે રહેવાને પણ જે રાગને કબજે કરી લઈને સરકસના સિંહ જેવા કે પાળેલા કૂતરા જે બનાવી દીધો હોય તે એની તાકાત નથી કે સચ્ચિદાનંદ એવા આત્માની સામે ચૂંચા કરી શકે. “આપણું કબજે રાગ એટલે મેક્ષ અને રાગના કબજે આપણે એટલે સંસાર”
જેમણે રાગને કબજે કરી લીધું છે તેવા સંતને તે શાસ્ત્રકારોએ પેગી કહ્યા છે. જેમ ચાર પોલીસોથી પકડાઈ જાય તે પોલીસ ચોરની સાથે ચારે બાજુ ગોઠવાઈને ચાલે છે અને રાજા બહાર નીકળે તે રાજાની સાથે પણ પોલીસે ચાલે છે, પણ આ બંનેમાં ફરક કેટલો? ખબર છે? ચારની સાથે પોલીસો ચાલે તેમાં પોલીસેના કબજામાં ચોર છે અને રાજાની સાથે ચાલે તેમાં રાજાના કબજે પિોલીસો છે. આ રીતે ગી અને ભેગીમાં અંતર ઘણું મોટું છે. યેગીઓએ રાગને કબજે કર્યો છે જ્યારે ભેગીઓ રાગના કબજામાં છે. યેગી બનાય તે સૌથી શ્રેષ્ઠ છે છતાં કદાચ યોગી ન બનાય તે હજુ ચલાવી લેવાય પણ ભૌતિક ભેગના ગુલામ તે ન બનશે.
આનંદ શ્રાવક યેગી નથી બન્યા. સંસારમાં રહેવા છતાં ભેગની ગુલામીમાંથી મુક્ત બની શક્યા. આપણે ૧૧ વ્રતની વાત કરી ગયા. હવે બારમું અતિથિ સંવિભાગ વત. અતિથિ એટલે જેમની આવવાની કઈ તિથિ નકકી નથી તે. સાધુ-સાધ્વી અચાનક તમારા ઘેર પધારે ત્યારે તમને ખૂબ ઉલાસ આવશે. ઉત્કૃષ્ટ ભાવે આહાર પાણી વહેરાવશો. મનમાં એવા ભાવ આવશે કે ધન્ય ઘડી, ધન્ય દિવસ કે આજે મને અપૂર્વ લાભ મળે. આ વ્રત પાળવું સહેલું છે. આ વ્રતમાં જમતા સમયે અતિથિ ચિંતવાણા કરજે પણ સંતને આધાકમી કે અસૂઝત આહાર ન વહોરાવશે. જે સૂઝતું હોય તે ઉત્કૃષ્ટ ભાવે વહેરાવશે તે મહાન લાભ થશે. વસ્તુના મૂલ્ય નથી પણ ભાવનાના મૂલ્ય છે. આ વ્રતમાં કઈ કારણ કે કેટિ નથી કારણ કે આ વ્રતમાં માત્ર ભાવના ભાવવાની