SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ શિરોમણિ ] [ ૭૬૫ એ તારી પત્ની થશે. પુસારને આ વાત પર શ્રદ્ધા બેસતી નથી છતાં દેવી કહે છે કે તે આજ સુધી શ્રદ્ધા રાખી છે તે હવે બે મહિના વધુ રાખ. “જીવતે નર ભદ્રા પામે.” દેવીના અતિ આગ્રહથી વચન માન્ય કર્યું. જેવી આપની આજ્ઞા, પણ જે બે માસમાં આપના કહ્યા પ્રમાણે નહિ થાય તો તારી પાસે આત્મહત્યા કરીશ. એ સમય જ નહિ આવે. અત્યારે હું વધુ કહેવા ઈચ્છતી નથી પણ એટલું જરૂર કહું છું કે રત્નસુંદરી તારી થશે એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પુણ્યસાર પોતાને ઘેર પાછો આવે. હવે શું નવાજુની બનશે તે ભાવ અવસરે. (આજે ૫ મહાસતીજીના ગુરૂભાઈ બા. બ્રા પૂ. હર્ષદમુનિ મ.સા.ની ૩૨ મી પુણ્યતીથિ હોવાથી તેમના જીવનમાં રહેલા વિનય, સરળતા, ચારિત્રની દઢતા, આદિ ગુણ રૂપી પુપની પરિમલ પ્રસરાવતા જીવનના સુંદર પ્રસંગો વર્ણવ્યા હતા. જે સાંભળતા શ્રોતાઓની આંખે અશ્રુભીની બની હતી.) ભાદરવા વદ ૮ને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૩ : તા. ૬-૧૦-૮૫ પરમ પંથના પ્રકાશક, ભવભવના ભેદક, રાગ-દ્વેષના વિનાશક એવા ભગવંત જીવોને સમજાવે છે કે “ સંf સંમુઢા” કર્મના સંગથી મૂઢ બનેલા છે સંસારમાં દુઃખ ભોગવતા ચર્તુગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જ્યાં કર્મ છે ત્યાં સંસાર છે. કર્મ નથી ત્યાં સંસાર નથી. તો એ સમજીએ કે કર્મને ઉત્પન્ન કરનાર કોણ છે ? रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । નં ૧ ના મળજ્ઞ પૂર્વ, સુર્વ ર ા પર વયનિત | ઉત્ત.અ.૩રગાથા૭ રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ મરણનું મૂળ છે અને જન્મ-મરણ એ દુઃખ છે. તમે ખેતરમાં એક બીજ નાંખશે તે એકના સો દાણા મળશે પણ બીજ નાંખ્યું નથી તે દાણું ક્યાંથી મળવાના છે ? તમારે કઈ પણ અનાજ મેળવવું છે તે બીજ હોય તે વાવણી થાય. દા. ત., બાજરાનું બીજ હોય તે બાજરાની વાવણી થશે. જેનું બીજ હશે તેની વાવણી થશે. બીજ વગર ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ આ સંસારમાં રખડવાપણું, રઝળવાપણું શાથી થાય છે ? રાગ-દ્વેષના કારણે. રાગ-દ્વેષ એ કર્મના બીજ છે. ડગલે ને પગલે જીવ રાગ-દ્વેષમાં દંડાઈ રહ્યો છે, જીવનમાં રાગ-દ્વેષની આગ ભભૂકી રહી છે. રાગ-દ્વેષ રૂપી બીજના કારણે જીવેને સંસાર નવપલ્લવિત અને ફૂલ્યોફાલ્યા રહે છે. રાગ-દ્વેષનું બીજ વાવવાથી સંસારની વાવણું થાય અને સમ્યક્ત્વનું બીજ વાવવાથી મોક્ષની વાવણી થાય. માયા અને લેભ રાગના સંતાન છે. કૈધ અને માન એ છેષના સંતાન છે. તે રાગ પછી સંસારને હોય, કુટુંબ પરિવારને હોય કે ધનને હેય પણ રાગ જીવને કર્મબંધન કરાવે છે. સંસારના સુખને રાગ માનવીને બેભાન બનાવે છે, આત્મસ્વરૂપને ભૂલાવે છે અને જીવને અધોગતિમાં લઈ જાય છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy