SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૭૧૫ કહે છે હે પ્રભુ! હું મારા માટે શતપાક તથા સહસ્રપાક તેલની છૂટ રાખીને બાકીના માલીશ કરવાના બધા તેલના પચ્ચક્ખાણુ કરું છું. (૫) સવટળ વિદ્િ: શરીરને સ્વચ્છ રાખવા પીઠી વગેરેની મર્યાદા કરવી. સામુ પણ આ ખેલમાં આવી જાય. માલીશ કર્યાં પછી શરીર પરથી ચીકાશ કાઢવા માટે પીઠી આદિના ઉપયોગ થાય છે. આનંદ શ્રાવકે ઘઉં આદિના લેાટથી બનેલી સુગધિત પીઠી અમુક પ્રમાણમાં વાપરવી તેટલી છૂટ રાખી અને તે સિવાયના બીજા બધા પ્રત્યાખ્યાન કર્યાં. નાન (૬) મન્નળ વિષે : સ્નાનના પાણીની મર્યાદા. મહિનામાં કેટલા દિવસ સ્નાન કરવું અને તે કેટલા પાણીથી કરવું તેની મર્યાદા કરવી. આજે કઈક જીવા દિવસમાં બે વાર, ઉનાળામાં ત્રણ વાર સ્નાન કરતા હેાય છે અને એવા જીવા પણ જોયા છે કે જેમને જિંદગીભર સ્નાનના પચ્ચક્ખાણુ હાય છે. કોઇના મૃત્યુ નિમિત્તે ફક્ત છૂટ. બાકી સ્નાન કરતા નથી. આપ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તેા મહિનામાં દશતીથિ સ્નાન ન કરવું એટલા તે પચ્ચક્ખાણુ લે. ચારિત્ર લેવાના ઉત્કૃષ્ટ ભાવ થતા હાય, રાતવિસ સંયમની અખના હૈાય તે આટલે તે ત્યાગ કરો. સંતે જિંદગીભર સ્નાન કરતા નથી. કરવાથી કેટલા જીવાની હિંસા થાય છે ? જેને જૈનદર્શનનું જ્ઞાન નથી તેવા જીવા નદીમાં, દરિયામાં, તળાવમાં સ્નાન કરવા પડે છે પણ તેમને ખબર નથી કે આ રીતે ન્હાવાથી મને આખી નદીની કે દરિયાના પાણીની ક્રિયા આવે છે અને કેટલાય ત્રસ જીવાની હિંસા થાય છે. ઘણાં છૂટા નળ નીચે ન્હાવા બેસી જાય છે તેમાં કેટલુ પાણી જતું રહે તેના શું ખ્યાલ આવે ? માટે મર્યાદા કરે. મારે આટલુ' પાણી વાપરવું, તેથી અધિક ન વાપરવું. આનંદ શ્રાવકે રેંટની ધડીના આકારની લાંખી ઘડી કે જે પાણીથી માટે ઘડો ભરાઈ જાય એવા મેાટા લેાટાના આકારના નાના આઠ કળશીયા ભરાય તેટલા પાણીની છૂટ રાખીને બાકીના બધા પ્રત્યાખ્યાન કર્યાં. (૭) વથવિહિ : વસ્ત્રની મર્યાદા, વસ્ત્રની જાત, સંખ્યા અને કિમત, કઈ જાતના કેટલા અને કેટલી કિ`મતના વસ્ત્રોં વાપરવા તેની મર્યાદા કરવી. આજે જગતમાં અનેક જાતના કાપડ બને છે. તે સમયે મીલેા નહિ હોય, અત્યારે તા જથ્થાબ`ધ નીલે કાપડની થઈ છે. સૂતરના, ઉનના, શણુના, નાયલાન ટેરીકેટન, ટેરીન, બનારસી, સિલ્ક આદિ અનેક પ્રકારના કાપડ આવે છે. આજે એટલા ભભકાદાર, ફેશનેબલ, કપડાં નીકળ્યા છે કે જો તમે મર્યાદા ન કરી હાય તે તૃષ્ણા બંધ ન થાય. કઈ જાતનુ કાપડ અને કેટલું વાપરવું તે નક્કી કર્યાં પછી પચ્ચક્ખાણ થાય. આનંદ શ્રાવક ભગવાન પાસે વસ્તુ પરિમાણુ-મર્યાદા કરી કે “નમ્નસ્થ તેનું વોમનુયàાં, વસેસ વચ્ચવિધિ વન્વન્સ્લામિ” । મારે પહેરવા આઢવા માટે ક્ષેમયુગલ અથવા અલસી કે કપાસના બનાવેલા બે જાતના વસ્ત્રો સિવાયના બીજા વસ્ત્રોના પ્રત્યાખ્યાન કરું છું. વિચાર કરો કે આનંદના ઘેર ૧૨ ક્રોડ સેાનામહેારા, આલિશાન ભવન આટલા વૈભવ હતા. પહેલા તે જાતજાતના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy