SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ ] [ શારદા શિરોમણિ યાદ રાખા જો પુણ્યના ઉદય હશે તે આયુષ્ય પૂરું થતાં સુધી ટકી રહેશે અને જો પુણ્ય પરવાયું તે આયુષ્ય પૂરુ થતાં પહેલા એ ચીજો રવાના થશે જે સામગ્રીએ મેળવવા આ અમૂલ્ય માનવ જીવનની કિમતી ઘડીએ વેડફી નાંખે છે. એ સામગ્રીઓમાં એ તાકાત નથી કે તમારા આયુષ્યમાં એક સમય પણ વધારી આપે. તેમજ આટલી બધી સામગ્રીએ હોવા છતાં પરલેાકમાં એક પણ ચીજ-તમારી સાથે આવે. કેટલી વિચિત્રતા છે ! સંસારનું આવું સ્વરૂપ સમજતા એક રાજાએ સન્યાસીની દીક્ષા લીધી. સન્યાસી બનીને વિચરતા હતા ત્યારે રસ્તામાં એક યુવાને તેની મશ્કરી કરી. તમે આવી ફકીરી કયાંથી ખરીદી ? સંન્યાસીએ કહ્યું-ભાઈ ! આ ફકીરી સસ્તી નથી. મેં રસ્તામાંથી ખરીદી નથી. મેં મારુ' આખુ` રાજપાટ આપી દીધું ત્યારે મને આ ફકીરી મળી છે. મેં સમસ્ત રાજ્યના ત્યાગ કર્યો ત્યારે મને આ વેશ મળ્યા છે. સસારના સવ થા ત્યાગ વિના આ ફકીરી નથી મળતી. સન્યાસીની આ વાત સાંભળતા યુવાનની આંખ ઉઘડી ગઈ. જૈનદશ નની રીતે સમજીએ તેા સાધુપણુ કયારે આવે ? ખાદ્ય અને આભ્યંતર પરિગ્રહ છૂટે ત્યારે. માતા, પિતા, સ્વજનો, લાડી, વાડી, ગાડી એ બાહ્ય પરિગ્રહ છે. દીક્ષા લે ત્યારે એ તે સવ થા છૂટી જાય છે પણ સાથે સાથે અનંતાનુબધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચાકડી એટલે ૧૨ અને ૩ દન મેહનીયની એ ૧૫ પ્રકૃત્તિના ક્ષય, ાયેાપશમ કે ઉપશમ થાય ત્યારે સાધુપણું આવે. તમારી વાત કરું. તમારું' ગુણસ્થાન પાંચમું. આ ગુણસ્થાને આવતા કેટલ' છેડ્યું ? અનંતાનુ ધી ચાર, અપ્રત્યાખ્યાની ચાર અને દન મેહનીયની ૩ એ ૧૧ પ્રકૃતિને જીતે ત્યારે પાંચમુ ગુણસ્થાન આવે. આનંદ શ્રાવક હવે સાતમું વ્રત આદરે છે. સાતમા વ્રતનુ નામ છે ઉવભાગ પરિભાગ વિરમણુ વ્રત. અન્ન, પાણી, પકવાન, અત્તર, પાન વગેરે ચીજો એવી છે કે જે એક વાર વાપરી શકાય તે ઉવÀાગ કહેવાય અને કપડાં, ઘરેણાં વાસણ, ગાદલા, ગાડા આદ્ધિ અનેક ચીજો એવી છે કે જે વારવાર ભાગવવામાં આવે છે તે પરિભેગ કહેવાય છે. આ સાતમા વ્રતમાં મુખ્ય બે મર્યાદા કરવાની છે : (૧) અન્ન, પાણી, વસ્ત્ર અને વેપારની. આ વ્રત એક કરણ અને ત્રણ યાગથી આદરવાનુ છે એટલે આ બધી ચીજોની મર્યાદા માત્ર પેાતાને માટે હોય. આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય અને ૧૫ કર્માદાનના ધંધાના સર્વથા ત્યાગ કરવાના અને તે સાથે રોજના વપરાશમાં આવતી ભોગપભાગની સામગ્રીનું પરિમાણ કરવાનું એટલે મર્યાદા કરવાની. તેના ૨૬ પ્રકાર અતાવ્યા છે. તચાળતાં ૨ળ વમેવ રિમેળ વિદ્િવચલાયમાને ઉદ્ભળિયા નિર્દિ પરિમાળ રેડ્ । આનંદ ગાથાપતિએ ઉવભાગ પરિભાગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ઉલ્લણિયા વિહિં એટલે શરીર લૂછવાના રૂમાલ-ટુવાલના પ્રત્યખ્યાન કર્યાં, દુનિયામાં ઘણી જાતના રૂમાલ, ટુવાલા હાય છે. કારખાનામાં સેંકડો રૂમાલા, ટુવાલે નીકળતા હોય છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy