SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૭૧૧ રાખે છે તે માટે હું અત્યારે આપને ત્યાં આ છું. આપ મારી આશા પૂરી કરો. ગુણસુંદર વિચાર કરે છે આ તો ગજબ થઈ ગયે. રતનસાર શેઠ આ શું બેલે છે? ગુણસુંદરને ભૂતકાળના પ્રસંગે યાદ આવ્યા. મને ખબર નહિ કે રત્નસુંદરી મારા પર મોહિત થઈ છે, તેથી મારા પર ગુલાબના ફૂલ ફેકતી હશે ! આજે તે વાત મને સમજાય છે. આખા ગોપાલપુરમાં કઈને ખબર નથી કે ગુણસુંદર એ સ્ત્રી છે. બધા મને ગુણસુંદર તરીકે ઓળખે છે. હવે શું કરવું? સ્ત્રીની સાથે સ્ત્રીને લગ્ન કેવી રીતે થઈ શકે ? આ વિચારમાં તે મૌન થઈ ગયે, કારણ કે આ તે મેટી મુંઝવણને પ્રશ્ન છે. ગુણસુંદર ! આપ વિચાર શું કરે છે ? આપને આ કામ કરવાનું છે. આપ મારી એક વાત સાંભળી લે. રત્નસુંદરી તે મન, વચન, કાયાથી આપને વરી ચૂકી છે. તેણે તે નિર્ણય કર્યો છે કે લગ્ન કરું તે ગુણસુંદર સાથે. જે એ મારે સ્વીકાર નહિ કરે તો આત્મહત્યા કરીશ. તે તમને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગશે. વિચારોના વમળમાં ઃ ગુણસુંદર વિચાર કરે છે કે હું મારા પતિની શોધમાં ફરું છું. ઉપરથી ઉજળી થઈને ફરું છું પણ અંદરથી તે રાતદિવસ પતિના વિયેગમાં અંતર રડી રહ્યું છે. હું તે દુઃખી છું તો વળી રત્નસુંદરીને કયાં દુઃખમાં નાંખવી ! જે હું હા પાડું તે પછી એની જિંદગીનું શું? ના પાડું તે એ આત્મહત્યા કરે તેનું તેના માતાપિતાને અસહ્ય દુઃખ થાય તેવું છે. હા પાડું અને લગ્ન કરું તો વહેલા મોડા ખબર તે પડે કે એ જેને પરણું છે તે તે સ્ત્રી છે તે તેના દિલમાં કેટલે આઘાત લાગે ? તે શું કરવું ? હા પાડવી કે ના પાડવી ? આ વિચારમાં તે મૂંઝાઈ ગયે. જે મને આવી ખબર હોત તે હું અહીં રહેવા જ ન આવત તો આ ઉપાધી ન આવત ને ! આ વિચારમાં તે મૌન બેસી રહ્યો એટલે રત્નસારે કહ્યું-આપ વિચાર શું કરો છો? આપને આ વાત તે સ્વીકારવી પડશે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. | નેધ : પાંચ મહિનાનું ચાતુર્માસ હોવાથી અને વ્યાખ્યાનના પાના વધી જવાથી હવે પછીના વ્યાખ્યામાં બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર એક એક વ્યાખ્યાનમાં સંક્ષેપથી લખેલ છે. - ભાદરવા સુદ ૧૧ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૦૭ : તા. ૨૪-૯-૮૫ અનંત જ્ઞાન દર્શનના ધારક, ભવ્ય જીના ઉદ્ધારક એવા ભગવાને ભવ્ય જીવોને આત્માની ઉત્ક્રાંતિનો માર્ગ બતાવતા સમજાવ્યું કે અનાદિ અનંત પુદ્ગલ પરાવર્તનકાળથી આ સંસારમાં ભમતા આત્માને આ જગતની તમામ ચીજો એક અથવા બીજા રૂપે મળી હતી. આ ભવમાં જીવને આ બધું મળ્યું છે એમ નથી. ચૌદ રાજલકના પ્રત્યેક આકાશ પ્રદેશે આ આત્માના અનંત જન્મ મરણ થયા છે છતાં દરેક ભવમાં એણે દરેક વસ્તુ મેળવવા પાછળ અને ભેગવવા પાછળ તેણે પોતાની જિંદગી પૂરી કરી છે, છતાં એણે જરાય તૃતિને આનંદ અનુભવ્યું નથી પણ ઉપરથી અતૃપ્તિ, અશાંતિ વધી છે. - અત્યાર સુધી સંસારમાં ભમતા છે કેટકેટલી સામગ્રીઓ મેળવી હશે!
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy