SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તેમના સુશિષ્યાઓ થયેલ છે અને જૈનશાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈનશાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. ગુરૂદેવ શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈનશાસનમાં વિરલ છે એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી ૫. કાંતિષિજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિઋષિજી આદિ ઠાણું ૧૧ બિરાજમાન છે તેમાં પહેલા ચાર સંતાને દિક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. પૂ. મહાસતીજી આ અગાઉ બે વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા છે. પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી એટલે કાંદાવાડી આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી તેથી કાંદાવાડી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને આ ત્રીજી વાર મુંબઈ આવવાનું બન્યું અને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચક! આપ આ ઉપરથી સમજી શકશે કે ૫ શારદાબાઈ મહાસતીજીએ, મુંબઈ નગરીની જનતાના દિલનો પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે ! સં. ૨૦૪૧ માં કાંદાવાડી શ્રી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મપશી, ઓજસ્વી ને પ્રભાવશાળી પ્રવચનોથી જનતાના દિલમાં એવું અનોખું આકર્ષણ પેદા થયું કે ચાતુર્માસમાં વ્યાખ્યાન હોલ હંમેશા ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની દિવ્ય તેજસ્વી વાણીના પ્રભાવે પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા ત્યારથી તપને એક ધારો પ્રવાહ વહી રહ્યો છે. કાંદાવાડી શ્રી સંઘમાં સોળ સેળ મા ખમણ, બે સિદ્ધિતપ (ઉપવાસના) થયા. છ ઉપવાસથી લઈને ૩૧ ઉપવાસ સુધીની સંખ્યાને આંક સ્ટ૦ (બ) ઉપર પહોંચ્યો હતો. શ્રી સંઘમાં દાન-શીલ-તપ-ભાવની ભરતી આવી હતી. આ ચાતુર્માસ શ્રી સંઘના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું સુંદર ભવ્ય ચાતુર્માસ થયું છે. આ બધા પ્રભાવ અને યશ ૫. મહાસતીજીના ફાળે જાય છે. વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક ઘણું બહાર પડયા છે. દશ દશ હજાર કેપીઓમાં બહાર પડવા છતાં તેમના એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાંચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૪૧ ના કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા શિરમણિ” નામથી ૧૨૦૦૦ (બારહજાર) નકલો પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમે થાય છે એ આપણું સમાજ માટે સભાગ્યને વિષય છે. આ બધો પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા–બ્ર-વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy