SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જાદુઇ વીરવાણીની વીણા વગાડવાની અનેાખી શક્તિ પૂ. મહાસતીજી જયારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઊંડાણમાંથી આવે છે. ધર્મના તત્ત્વના શબ્દાર્થ, ભાવા, ગૂઢાને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રેાતાવૃંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માના અંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિબેાધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢંઢોળીને સંયમ માર્ગે દોર્યાં છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનેાના પુસ્તકોએ તે લેકમાં એવું જાદુ' કહ્યુ` છે કે જે પુસ્તકોનું વાંચન કરી જૈન જૈનેત્તર ઘણા ભાઈએનોએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. કંઇક જીવાએ વ્યસનને ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક મન્યા, પાપીમાંથી પુનિત અન્યા ને ભાગીમાંથી ત્યાગી બન્યા. આવા તા કંઇક દાખલા છે, પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે ! વધુ શુ લખુ ! આ પુસ્તકો મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈ એ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આત ધ્યાન છેડીને ધર્મ ધ્યાનમાં જોડાવા લાગ્યા અને કમની ફિલેાસેાફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીનો નાદ તેમના દિલ સુધી પહેાંચતા એક વખતની જેલ ધર્માં સ્થાનક જેવી અની ગઈ, અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મ`ગલ શરૂઆત કરી. ઘણાં ભાઈએ મીસામાંથી મુક્ત થયા પછી પૂ. મર્હાસતીજી પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે મહાસતીજી ! આપના વ્યાખ્યાના જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતાં દિલમાં શાંતિનું શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણાં વ્રત નિયમ અંગીકાર કર્યાં. હૂઁકમાં પૂ. મહાસતીજીના બહાર પાડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનવાના કેટલેા જીવનપલ્ટો કર્યાં છે તે વાંચકો આ ઉપરથી વિચારી શકશો. ગુણ ગુલામથી મ્હેકતા જીવન માગઃ પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી, સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણા રહેલા છે. જે ગુણાનુ વર્ણન કરવા આપણી શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણા ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લતા, અપૂર્વ ક્ષમા, બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુણ્ણા તેા જીવનમાં આતપ્રાત વણાઈ ગયા છે. તે ગુણેાના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગ'ધથી આકર્ષાય છે તેમ જગતના જીવે તેમની વાણી તથા ગુણેાથી આકર્ષાઈ ને ધર્માંના માર્ગે વળે છે, તેમજ પૂ. મહાસતીજીના અ'તરમાં સતત એક મીઠુ સ'ગીત ગુંજતુ હોય છે કે સજવા શાસનરસી કેમ અને ’પ્રભુ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સ`તાના વીરના માને પામ્યા વિના ન રહેવા જોઇએ. પૂ. મહાસતીજીની તખિયત ગમે તેવી નાદુરસ્ત હેાય છતાં તે પ્રવચનની પ્રભાવના કરવાનું તેા કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૪૬ વર્ષીના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીના વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. તેમના ઉપદેશથી અત્યાર સુધીમાં લગભગ એક હજાર આત્માઓએ આજીવન બ્રહ્મચ` વ્રત અ`ગીકાર કરેલ છે. પૂ. મહાસતીજીના પ્રતિખાધથી ૩૪ બેના વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy