________________
[ શારદા શિરોમણિ એક દીકરો હતો. ખૂબ લાડકોડથી ઉછેર્યો, ભણા, ગણાવ્યું, અને મોટો થતાં ખૂબ ઠાઠમાઠથી પરણા. જીવનમાં તડકા પછી છાંયડો, અને છાંયડા પછી તડકો તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ ચાલ્યા કરે છે. શેઠના પાપને ઉદય થયા. તેમને દીકરો ખૂબ ઉડાઉ નીકળે. પિતાની સંપત્તિ ખેટા વ્યસનેમાં અને મોજશોખમાં ઉડાડવા લા. શેઠ દીકરાને ઘણું સમજાવે છે પણ પુણ્ય પરવારે ત્યારે પિતાનું ધાર્યું કંઈ થતું નથી. છેક સમજતું નથી. પાપને ઉદય થતાં સંપત્તિની સેજમાં સૂઈ જનારાના માથે વિપત્તિના વાદળા વરસવા લાગ્યા. એટલી ખરાબ સ્થિતિ થઈ કે પૈસા બધા ચાલ્યા ગયા અને ખાવાના સાંસા પડવા લાગ્યા. જેમને ત્યાં સંપત્તિની છોળો ઉડતી હતી એવા નામાંકિત શેઠ આજે નિરાધાર જેવી સ્થિતિમાં આવી ગયા. એવા ગોઝારો દિવસ આવ્યા કે એક ટંક પણ પેટ પૂરતું મળતું નહિ.
ધનની લાલસા : શેઠ શેઠાણીને કહ્યું- હમણાં આપણી સ્થિતિ સાવ ઘસાઈ ગઈ છે તો આપ સાસુ વહુ થોડા દિવસ પિયર જાવ. ત્યાં રહેજે. અમે બાપ દીકરે બહાર કમાવા માટે જઈએ છીએ. જ્યારે ઠેકાણું પડશે ત્યારે આપને બોલાવી લઈશું. સાસુ વહુને તેમના પિયર મોકલ્યા. શેઠ પાસે અત્યારે તે એક રાતી પાઈ પણ નથી. બાપ દીકરાએ નિશ્ચય કર્યો છે કે આપણે ભાગ્ય અજમાવવા જોઈએ. એક દિવસ જરૂર ભાગ્યને સિતારો ચમકશે. બંને ચાલતા જાય છે. બે ચાર ગાઉ ચાલ્યા એટલે થાકી ગયા. તેથી એક ઝાડ નીચે સૂતા. થોડી વાર થઈ એટલે ઉઠયા. ભૂખ તરસ ખૂબ લાગી છે. જંગલમાંથી વનફળ લાવીને ખાધા અને બાજુમાં એક નદી હતી તેમાંથી પાણી પીધું. બાપ-દીકરે જે ઝાડ નીચે વિશ્રામ લેવા બેઠા છે ત્યાં બાજુમાં એક ઝાડ જોયું. બાપ-દીકર બંને વિજ્ઞાનના જાણકાર હતા. આ ઝાડના અમુક લક્ષણો જોઈને અનુમાન કર્યું કે આ ઝાડ નીચે કંઈક લેવું જોઈએ. બાપ સમજે કે દીકરે જાણતા નથી. મારે એને કહેવું નથી. જે એને કહી દઈશ અને લક્ષમી નીકળશે તે તે બધી ઉડાવી દેશે. તે મારી પાસે રહે તે આવા દુખના સમયમાં મને કામ આવશે. છોકરો સમજે કે મારા પિતા જાણતા નથી તે મારે જાણ કરવાની શી જરૂર? જે એમને જાણ કરું તો પછી તેઓ મને એક રાતી પાઈ પણ આપશે નહિ. બાપ દીકરા બંનેએ વાત પેટમાં રાખી અને નિર્ણય કર્યો કે કેઈના દેખતાં તે વૃક્ષના મૂળમાંથી સંપત્તિ કાઢવી નહિ. એમ વિચાર કરી ઝાડ નીચે સૂતા. જુઓ ધનની લાલસા શું કરાવે છે? ધન અને ધર્મ એ એક રાશીના શબ્દો છે. ધર્મમાં અડધા અક્ષર વધારે છે. ધર્મની નાવડીમાં બેસનાર તરી જાય છે અને ધનની નાવડીમાં બેસનાર ડૂબી જાય છે
બાપ અને બેટાની દુર્ભાવના : શેઠ કહે- બેટા ! આ ભયંકર જંગલ છે. તું સૂઈ જા. હું જાણું છું. છેકરે કહે- બાપુજી! આપ સૂઈ જાવ. હું જાગીશ. છેવટે શેઠ કહે- તું પહેલી રાતે સૂઈ જા. પાછલી રાત્રે જાગજે પછી હું સૂઈ જઈશ. ખૂબ થાક લાગેલ હતો એટલે હેકરો તે થોડી વારમાં ઉંઘી ગયે. શેઠ તે રાહ જોઈને બેઠા