SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ શિરોમણિ ] [ ૬૯૫ એને વધુ આકર્ષણ છે. સલામતી કરતાં સરસતા એને વધુ ગમે છે. સાચી વાસ્તવિકતા કરતાં દેખાવ પાછળ એ વધુ પાગલ છે. પિતમાં માલ ન હોય પણ ભાત જોરદાર હોય તો એની આંખે ને હૈયું નાચી ઊઠે છે. પૈસા ખર્ચીને એ વસ્તુ ખરીદી લે છે પણ પછી દિવસો જતાં ભાતની અસર ઘટતી જાય છે. ડિઝાઈન ભભકે ઝાખે પડી જાય છે અને નબળું પિત પિતાનું પિત પ્રકાશે છે ત્યારે એ રડવા બેસે છે. તમે ઘડિયાળ લાવ્યા. તેનું ડાયલ ખૂબ સરસ છે પણ અંદરનું મશીન બંધ છે. ડાયલ સારું જોઈને લઈ આવ્યા પણ મશીન ચાલતું નથી તો લાવ્યા પછી રડવાનો પ્રસંગ આવે છે. ડાયલ કદાચ સારું ન હોય, આકર્ષક કે ફેશનેબલ ન હોય, સાદું હેય પણ મશીન જે સારું છે તે ઘડિયાળ સારી રીતે ચાલશે, માટે ઘડિયાળ લાવતાં ઉપરના દેખાવને ન જુઓ પણ મશીનને જુએ તે રડવાનો પ્રસંગ નહિ આવે. જે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરે છે તે પિતાને મુખ્ય રાખે અને ભાતને ગૌણ બનાવે. પિત સારું હશે તે કપડાની સલામતી રહેશે; વધુ ટકશે, ઘડિયાળના ડાયલની ચિંતા ન કરો પણ તેના મશીનની ચિંતા કરે. સંસારના નાશવંત, વિનશ્વર પદાર્થોને ગૌણ બનાવે અને આત્માને મુખ્ય રાખે. આત્માની ચિંતા કરો પણ આજે જીવો નવર પદાર્થોને મેળવવાની ચિંતામાં શાશ્વત એવા આત્માને ભૂલી જાય છે. નેહ ન કરજે નશ્વરને, વિયોગ થાય વિનશ્વરને, પરને ભૂલીને આતમમાં, ખુલે તે એગ થાય પરમેશ્વરનો. નશ્વર પદાર્થોને ગમે તેટલે નેહ કરશો પણ અંતે તે તેનો વિયોગ થવાનો છે. અનંતકાળથી આત્માએ નશ્વરનો રાગ કર્યો છે ને આત્માને ભૂલી ગયો છે. ભાત સમાન, ડાયલ સમાન ધનસંપત્તિમાં આત્માને વધુ રસ છે તે મળતાં એ આનંદથી નાચી ઊઠે છે પણ એ મેળવતા જે પાપ કર્યા અને એ પાપ જ્યારે પિતાનું પિત પ્રકાશે છે ત્યારે લમણે હાથ દઈને રડવાને પ્રસંગ આવે છે. પિતા સમાન ધર્મ છે. ભલે તે દેખાવમાં ભભકાદાર ન લાગતો હોય પણ તેની તાકાત, તેનું મહત્ત્વ વધારે છે. પિતથી કાપડની સલામતી છે તેમ ધર્મથી આત્માની સલામતી છે. ધનમાં સુંદરતા છે જ્યારે ધર્મ માં સલામતી છે. અનંતકાળથી જીવ રખડી રહ્યો છે તેનું કારણ આ છે જેમાં આત્માની સલામતી છે એવા ધર્મને જીવનમાં અપનાવ્યું નથી અને જેમાં સલામતી નથી એવા ધનની પાછળ જીવ પાગલ બન્યા છે. સંપત્તિ સાચવવા અને મેળવવા આંધળી દોડધામ કરનાર સંસારી જીને ખબર નથી કે આ સંપત્તિ સંતાપનું સ્થાન છે. સંપત્તિ મળે તો ય સંતાપ, રહે તો ય સાચવવાનો સંતાપ, સંપત્તિ ચાલી જાય તો તે સંતાપને પાર નહિ. આ સંપત્તિના કારણે સગાએ દગા દીધા છે અને પ્રાણ પણ લીધા છે. એક નગરશેઠ હતા. જેનું નામ સુંદરલાલ અને શેઠાણીનું નામ હતું લક્ષ્મીબેન. તેમને ત્યાં લક્ષ્મીને તૂટો ન હતે. સંપત્તિની છેળો ઉછળતી હતી. તેમને સુરસેન નામનો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy