SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૬૭૫ છે. “આ જીવને પિતાના પુણ્ય પર વિશ્વાસ નથી." મારું પુણ્ય હશે તે મારી જીવન જરૂરિયાતની બધી ચીજો મને અવશ્ય મળી જશે. જેને આટલે પુણ્ય પર વિશ્વાસ નથી. મારું પુણ્ય હશે તે કદાચ ભૂખે ઉઠીશ પણ ભૂખે સૂવાને નથી અને પુણ્ય ખલાસ થઈ ગયું હશે તો ભાણા પર બેઠા હશે, બધું પીરસાઈ ગયું હશે તો ય ખાઈ શકશે નહિ. ઘણી વાર એવું નથી બનતું કે જમવા બેઠા, ભાણું તૈયાર છે પણું એવા કોઈ સમાચાર આવી જાય કે ખાધા વિના ઊભા થઈ જવું પડે. જેને પુણ્ય પર વિશ્વાસ નથી તેને એ ભય રહે છે કે મને જરૂરિયાત જેટલું નહિ મળે તો? આ ભય જીવને વધુ સંગ્રહ કરાવે છે. એક વાર જરૂરિયાતથી આગળ જવાની વૃત્તિ ઊભી થઈ પછી તો તેની કોઈ મર્યાદા રહેતી નથી કે કેટલા પ્રમાણમાં સંગ્રહ કરવો? બસ, પછી તે એક જ લક્ષ રહે છે કે આખી દુનિયાની ચીજો એકઠી કરી લેવા દો. આ રીતે સંગ્રહવૃત્તિ કરવાના મુખ્ય બે કારણે છે. એક તો પોતાના પુણ્ય પર વિશ્વાસ નથી અને બીજે ભય. જે આ બે તત્ત્વ દૂર થઈ જાય તે સંગ્રહવૃત્તિના આ પાપ પર જરૂર કાપ મૂકાશે. માનવીની સંગ્રહવૃત્તિ તો કેટલી હદ સુધી હોય છે! પિતાએ ભાવિ માટે ભાવેલી ભયાનક ભાવના : એક કંજુસ શેઠ મરણ પથારીએ પડયા ત્યારે દીકરાના મનમાં થયું કે મારા પિતાજીએ તેમની આખી જિંદગીમાં સારી રીતે ખાધું નથી કે સારી રીતે પહેર્યું નથી તો હું આજે ઓછામાં ઓછું તેમના શરીર કરતાં ડબલ મોટું કફન ઓઢાડું. આ વાત શેઠના કાને પડી. છોકરાની વાત સાંભળતા ધીમેથી આંખ ખોલીને પિતાએ કહ્યું – બેટા ! તારી વાત બરાબર નથી. આવે છેટો ખર્ચો કરવાની શી જરૂર? તું મોટું કફન લાવ્યું છે તેમાંથી તું અડધું કરીને અડધું કપડું સાચવીને મૂકી રાખજે. તે નકામું નહિ જાય. તું જ્યારે મરી જઈશ ત્યારે તે કામ આવશે. સાંભળ્યું ને ! અંતિમ સમયે પણું સંગ્રહવૃત્તિની કેવી ભાવના છે! અને દીકરા માટે કેવું વિચાર્યું! જેને પુણ્ય પર વિશ્વાસ છે તે બીજા દિવસની પણ ચિંતા કરતું નથી. પુણીયા શ્રાવક પાસે કોઈ ન હતું, છત, જીવનમાં સંતોષ હતા. તેની પાસે બાહ્ય વૈભવ ન હતા પણ આંતર વૈભવ વધી ગયું હતું તે ખુદ મગધાપતિ નરેશ શ્રેણિક રાજા તેની પાસે માંગણી કરવા ગયા. બાહ્ય વૈભવ અહીં પડ્યો રહેશે જ્યારે આંતર વૈભવ તમારી સાથે આવશે. બાહ્ય વૈભવ ગમે તેટલે ભેગો કરશે છતાં તેનામાં એ તાકાત છે કે મૃત્યુ અટકાવી શકે ? રેગ મટાડી શકે? કઈને કેન્સર જેવું ભયંકર દર્દ થયું હોય તેને ચાંદીની પાટ પર સુવાડવામાં આવે તો તેના દર્દમાં શાંતિ મળે ખરી ? ના. તે રોગ મટાડવા સમર્થ નથી. હા. તે રોગની દવા લાવવી પડે તે દવા લાવવામાં સહાયક બની શકે પણ રોગ મટાડવામાં સમર્થ કેઈ હોય તે તે ધર્મ છે. જે જીવનમાં ધર્મને મર્મ બરાબર સમજાયો હશે તે અશાતામાં પણ શાતાનો અનુભવ કરી શકાશે. કર્મની ફેજ સામે માણેલી આત્મ મસ્તીના મોજ : ખંધક મુનિને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy