SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮] [ શારદા શિરેમણિ થઈ જાય છે, તેથી તેની ઈચ્છાઓ આકાશ સમાન અનંતી હતી તેમાં મોટો કાપ મૂકાઈ જાય છે, એટલે તે માણસ અન્યાય, અનીતિ કે છળકપટ, દગા કંઈ કરતા નથી પ્રમાણિકતાથીનીતિથી પોતાનું જીવન જીવે છે. આનંદ શ્રાવકને ત્રિલેકીનાથ ભગવાન મહાવીર સ્વામી જેવા ભેમિયા મળી ગયા એટલે આમને સાચે રાહ બતાવ્યો. ભગવાને બતાવેલા આગાર ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા. ચાર વ્રત તે અંગીકાર કર્યા. હવે પાંચમું પરિગ્રહ પરિમાણનું વ્રત અંગીકાર કરે છે. તેમણે પાંચમાં વ્રતમાં કેટલી વસ્તુઓની મર્યાદા કરી તે શાસ્ત્રકાર બતાવે છે. “રયાતર ર i છાવિદ્દ "રિમાળ માળે હિરા સુવઇrવિદ્િ પરિમાળ करेइ । नन्नत्थ चउहिं हिरण कोडीहिं निहाण पउत्ताहिं चउहि बुद्धिपउत्ताहिं, चउहिं पवित्थर વરરાહિં નવાં સવં હિન સુવાવિહિં દાવાન ” ત્યાર પછી આનંદ ગાથા પતિએ ઈચ્છાવિધિનું પરિણામ કરતાં હિરણ્ય સુવર્ણનું પરિમાણ કર્યું કે ખજાનામાં રાખેલી ચાર કરેડ હિરણ્ય (મહોર), વહેપારમાં રોકેલી ચાર કરોડ મહોરે, ઘરસંબંધી ઉપકરણમાં રોકાયેલી ચાર કોડ મહોરે એમ કુલ ૧૨ કોડ સિવાય બીજા બધા સુવર્ણના પ્રત્યાખ્યાન કરું છુ. આનંદ શ્રાવકે પ્રભુને કહ્યું હે ભગવાન! જાવજીવ સુધી બાર કોડ મહોરોથી વધુ ભેગી કરવી નહિ. વાપરવી નહિ. એનાથી અધિક મિલ્કત મારે વધારવી નહિ. ૧૨ કોડ મિકતની છૂટ રાખીને જાવજીવ સુધી હું બધા પચ્ચક્ખાણ કરું છું. આજે પણ વ્રત લેનાર તો હોય છે પણ પિતાની પાસે જે મિલકત હોય એનાથી કંઈક ગણી અધિક મિલ્કતની છૂટ રાખે છે. ૫૦ લાખ રાખનારા મળે છે અને એક કોડ, બે કોડ રાખનાર પણ મળે છે. કદાચ પુ ગે એટલા મળી ગયા તે પણ જીવનમાં સંતોષ નથી. પિતાની મર્યાદા જેટલી રકમ મળી જાય પછી પત્ની, છોકરા, પરિવારના નામે કરે છે. મર્યાદા કર્યા પછી આ બધું કરાય નહિ. કુટુંબ પ્રત્યેની મમતા આવું બધું કરાવે છે. તમે પણ તમારે ધનની જેટલી જરૂર હોય તેટલી છૂટ રાખીને વ્રતમાં આવે. કપડાની, દાગીનાની મર્યાદા કરે. બીજું પાપ આવતું તે અટકે. ભૂલેશ્વરમાં જશે ને નવી સાડી જોશે તે લેવાનું મન નહિ થાય. એટલે એટલી તૃષ્ણા પર કાપ મૂકાયો ને ! આ લઉં, તે લઉં. એ તે બંધ થઈ જશે. જે મર્યાદા નહિ હોય તે લેવાનું મન થઈ જશે. ફુદ સુપૂરણ રૂમે ગયા તૃષ્ણને પૂરવી ખૂબ મુશ્કેલ છે. લકમી આવ્યા પછી મનુષ્ય ત્રણ પ્રકારના બને છેઃ (૧) લક્ષ્મીદાસ (૨) લક્ષ્મીનંદન (૩) લક્ષ્મીપતિ. કેટલાક લેકે ધનસંપત્તિ આવતા તેના દાસ કે ગુલામ બની જાય છે. જીવનપર્યત તેની સેવા કર્યા કરે છે. બીજા નંબરવાળા લક્ષમીના દીકરા હોય છે. પુત્ર જેમ પિતાની આજ્ઞા પ્રમાણે ચાલે તેમ લક્ષ્મી જેમ હુકમ કરે તેમ ચાલે. ત્રીજા નંબરના જે લક્ષમીના સ્વામી-માલિક છે તે તે છૂટા હાથે ખુલા મને લક્ષમીને ખૂબ સદુપયોગ કરે છે. આ ત્રણમાં તમારો નંબર માં આવે છે ? (શ્રેતામાંથી અવાજ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy