________________
શારદા શિરોમણિ ]
९९७ તો માંદો પડે તે રીતે જે માણસ જીવન જરૂરિયાતની મર્યાદા નક્કી ન કરે તે એની શી ગતિ થાય ? ભૌતિક સુખ અને સાધને પાછળ માણસ અમર્યાદિત બનીને દેડયા કરે તે તેને વધુ ને વધુ લાલસા પ્રગટે છે, લેભ સંજ્ઞા જોર કરે છે પરિણામે તેને પાપ કરવા પડે છે. પાંચ હજારની મૂડી થાય એટલે મન દશ હજાર મેળવવા દોડે છે. પછી તો લાખ, કરોડ અને વિશ્વની સંપત્તિ પિતાની બનાવવા માટે ફાંફા મારતું હોય છે. જીવન જરૂરિયાતના સાધનોની મર્યાદા નક્કી કરવામાં ન આવે તો લેકે પરિગ્રહના પહાડ નીચે દબાતા જાય છે. એનામાંથી સંતોષ અસ્ત થાય છે. પ્રેમભાવ નષ્ટ થાય છે. માનવતા મરી પરવારે છે. ભગવાન બેથા છે કે
आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मन्दे ।
ગ ૦ રાગ પરિતાને, ગયુ ગજરાવ્ય | સૂય.અ.૧૦.ગુ.૧૮ આરંભમાં આસક્ત બનેલા અજ્ઞાની છે પિતાનું આયુષ્ય ક્ષય થવાનું છે એ વાતને જાણતા નથી એટલે કે આયુષ્ય પૂર્ણ થયે મારે અહીંથી જવાનું છે એ વાત જાણે સાવ ભૂલી ગયા હોય તે રીતે સ્વજન, સંપત્તિ, ધન આદિમાં મમતા રાખી તેને વધુ મેળવવા માટે પાપ કર્મો કરતા જરા પણ ડરતા નથી અને રાત દિવસ ધનની ચિંતા કરે છે અને પોતે અજર અમર હોય એમ માની ધન સંપત્તિમાં આસક્ત બની અમૂલ્ય માનવ જીવનને નિરર્થક ગુમાવી દે છે, માટે ભગવાને પાંચમા વ્રતમાં પરિગ્રહની મર્યાદા કરવાનું બતાવ્યું છે.
સંસારમાં ગૃહસ્થાશ્રમમાં વસેલા દરેક જીવને પૈસાની તે કાયમ જરૂર રહે છે. કહેવાય છે કે “સાધુ કોડી રાખે તો કેડીને અને ગૃહસ્થ પાસે કેડી ન હોય તે કોડીને.” જે સાધુ પિસા રાખે તે એની કિંમત કોડી જેટલી અને ગૃહસ્થ પાસે જે કોડી–પૈસા ન હોય તે તેની કિંમત પણ કેડી જેટલી. ગૃહસ્થને પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરવા, સંતાનોને ભણાવવા, વેપારધંધા કરવા, સારા ખોટા પ્રસંગે સાચવવા વગેરે અનેક પ્રસંગમાં પૈસાની જરૂર પડે છે પણ તેની કાંઈક મર્યાદા હોવી જોઈએ. જરૂરિયાત જેટલું રાખીને બીજાની મર્યાદા કરે. જેમ કેઈ તળાવને પાળ ન હોય તે ગમે તેટલું નવું પાણી ચાલ્યું આવે તો પણ તે તળાવ કોઈ દિવસ ભરાતું નથી તેમ ગૃહરથને જે ધનની મર્યાદા ન હોય તે ગમે તેટલું ધન હોય તો પણ તેને તૃપ્તિ થતી નથી. તે જીવે ત્યાં સુધી ધન મેળવવામાં મશગુલ રહે છે. ક્યાંથી મેળવું અને કેવી રીતે મેળવું? તૃષ્ણાના પુરમાં તે નીતિ-અનીતિ, સાચું છેટું કાંઈ જ જોતું નથી. અનેક પાપ કરીને તે દુર્ગતિમાં ચાલ્યા જાય છે. શ્રાવક પિતાને જરૂરિયાત જેટલા ધનની મર્યાદા કરે તે ગૃહસ્થાશ્રમ સુખેથી ચાલી શકે તેમજ તે સંતોષના ઘરમાં આવી ગયે તેથી ધર્મધ્યાન પણ સારી રીતે કરી શકે.
જ્ઞાની કહે છે કે તમને તમારી જરૂરિયાત પૂરતું મળી ગયું હોય તે તમે પૈસા કમાવાની બજારમાંથી રાજીનામું આપો. પરિગ્રહની મર્યાદા કરવાથી ઇચ્છાઓ મર્યાદિત